Showing posts with label Strange. Show all posts
Showing posts with label Strange. Show all posts

Wednesday, 1 November 2017

Blog No Baap

વોટસઅપ ન્યુઝ સર્વિસ નું આ ‘વિચિત્ર જાનવર’ થી વધારે વિચિત્ર તેને મારવાવાળા માણસો છે.

વોટસઅપ ન્યુઝ સર્વિસ અને ફેસબુક મીડિયાની મહિમા અપરંપાર છે. અહિયાં એક ફોટો એટલા સ્વરૂપોમાં તમારી સમક્ષ રજુ થાય છે કે તમે તેની સાચી ઓળખાણ ભૂલી જશો. અહિયાં એક નવી વસ્તુ બજારમાં આવી છે. એક ફોટો છે. ફોટામાં ભરેલો કોઈ બીક લાગે તેવો જીવ છે. સાથે કેપ્શન છે. મજાની વાત એ છે કે દરેક જગ્યાએ કેપ્શન બદલાઈ જાય છે અને ફોટો તેનો તે જ રહે છે. એટલે કે કેપ્શનમાં જગ્યાનું નામ બદલાઈ જાય છે. સાથે જ લખેલું હોય છે કે આ વિચિત્ર જાનવર ભારતમાં પહેલી વખત જોવામાં આવેલ છે. તમે પણ પહેલા તેના શેયર થયેલા ફોટા જુવો, પછી વાત કરીએ.

૧. આ ફોટામાં આ વિચિત્ર જેવું જાનવર દેવાસ જીલ્લાનું બતાવવામાં આવેલું છે.


૨. આમાં ગુમલા જીલ્લાનું થઇ ગયું છે.


૩. વોટ્સઅપ આવ્યું તો તેનો જીલ્લો બદલાઈને ઉન્નાવ થઇ ગયો.


શું છે આ ‘ વિચિત્ર જાનવર ‘

તે પોગોલીન છે. ખુબ જ મજબુત જેવું જાનવર છે. થોડું જાડું પણ ખુબ જ તંદુરસ્ત. ભારતમાં મળે છે અને ખુબ સારી રીતે મળે છે. ત્યારે તો તેને indian pangolin કહે છે. હવે જયારે જંગલ ઘટી રહ્યા છે તો જંગલી જાનવરો પણ ઓછા થઇ રહ્યા છે. તે પ્રમાણે આ પ્રકારનું પણ નીકળીને વસ્તીમાં આવી ગયું હશે તો તેને ધોકાવીને મારી નાખવમાં આવ્યું. આ જાનવર ધુબ જ સીધા હોય છે કોઈને મારતા કે કરડતા નથી. કીડા મકોડા ખાઈને જીવન પસાર કરે છે.


સાચું તો એ છે કે ભારતમાં પોગોલીન તકલીફમાં છે નાશ પામી રહ્યું છે. દુઃખદ વાત છે કે આ નું ચામડું, નખ, અને પોટી માટે તેનો ધડલ્લે થી શિકાર કરવામાં આવે છે. સરકારે તેને મારવા ઉપર પ્રતિબંધ લગાવેલ છે. જો કોઈ મારતા જોવામાં આવે તો તેને જેલની સજા કરવામાં આવશે પરંતુ કોઈ ને કઈ ખબર જ નથી, ત્યારે તો જણાવી રહ્યા છીએ કે ભારતમાં પહેલી વાર જોવામાં આવેલ છે. તેવું પણ કહેવામાં આવે છે કે તેના આધારે જુના જમાનામાં લોકો તેના સહારે દીવાલ ઉપર ચડી જતા હતા, ફોજી કિલ્લામાં ઘુસી જતા હતા કેમ કે તેની દીવાલ ઉપર પક્કડ મજબુત હોય છે. તો આ છે તેની પ્રજાતિ નો દુરનો ભાઈ, તે ખબર નથી.


સિહ પણ હાર માની લે છે

જે જાનવરને કોઈ મૂર્ખાઓએ મારી નાખ્યું છે, સિહ પણ તેને નુકશાન નથી પહોચાડી શકતો. ઘણી વખત તો તેની ખોલમાંથી લડીને, હારી ને મોઢું લટકાવીને ચાલ્યું જાય છે.
Read More

Sunday, 15 October 2017

Blog No Baap

ખેડૂતો ને બરબાદ કરવા ખાતર ઉપર ૧૨ ટકા GST લાગશે


નવા GST ટેક્સ માં ખાતર પર ૧૨ ટકાનો ટેક્સ નખાતા ગુજરાતના ખેડૂતોને માંથે વર્ષે ૭૦૫ કોરડથી વધુ નો ભાર સહન કરવો પડશે.

દેશના ત્રણ રાજયોમાં ગુજરાતમાં પણ ખાતર ઉપર પાંચ ટકા વેટ હતો જ્યારે બીજા રાજ્યો ની સરકાર ખેડૂતો ને લુંટતી નથી એટલે ટેક્સ નહોતો પણ હવે જીએસટીમાં ગુજરાત માં સીધા સાત ટકા વધી જશે અને જેના કારણે વર્ષમાં ૪૦ લાખ ટન યુરિયાનો ઉપયોગ કરતા ખેડૂતો ઉપર બાર ટકા લેખે ૭૦૫ કરોડનો બોજ વધશે સાથેખેત પેદાશની પડતર કિમંતમાં પણ ધરખમ વધારો થશે.

હાલમાં ખેડૂતો GST નાં ખાતર પરના ટેક્સ થી અજાણ છે.

કાપડ નાં વેપારીયો થી માંડી દરેક લોકો સરકાર માં લોબિંગ કરી પોતાના કામ કરાવી રહ્યા છે જ્યારે ગુજરાત માં ખેડૂતો નાં નામે ચાલતા RSS નાં સંગઠનો સરકાર ની ચમચાગીરી નાં કારણે ખેડૂતો હિત નાં પ્રશ્નો રજુ કરવા માં એમને ન્યાય આપાવા માં તદ્દન નિષ્ફળ છે.

જી.એસ.ટી.ના આ દર સામે ગુજરાત ખેડૂત સમાજ પણ મેદાનમાં ઉતર્યું છે અને ખાતર ઉપરના ભારણનો વિરોધ કર્યો છે.

ગુજરાત માં અંદાજીત આંકડા મુજબ યુરિયા વીસ લાખ ટન અને ફોસ્ફેટીક ખાતર પણ વીસ લાખ ટન નો ઉપયોગ થાય છે.

હાલમાં વેટ નાં નામે પાંચ ટકા તો લેવાય છે છોગામાં ગુજકોમોસાલ મારફત ખાતરની ખરીદી કરતી સહકારી મંડળીઓને કમિશન પેટે પ્રતિ એક સો રૂપિયાની ખરીદી ઉપર રૂ. ૨.૨૦ પૈસા પણ આપવામાં આવતા નથી.
Read More

Wednesday, 4 October 2017

Blog No Baap

કોકટેલ ની એક જ ડ્રીંક થી યુવાન નાં પેટ માં પડી ગયું કાણું


યુવાનો માં આજકાલ અવનવા લિક્વિડ નાઈટ્રોજન થી લઈ જાતજાત ના પીણા પીવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. આવા ખૂબ જ ખતરનાક ગેસ શરીર માટે કેટલા નુકશાનકારક હોય છે તે આંખ ખોલતા કિસ્સા સામે આવતા રહેતા હોય છે. એવો જ એક કિસ્સો હમણાં દિલ્હી ની એક વ્યક્તિએ જોશજોશમાં લિક્વિડ નાઈટ્રોજન પી લીધું, ત્યારબાદ ગુરુગ્રામની હોસ્પિટલમાં ભરતી કરાયો છે. આ પીણું પીધા બાદ વ્યક્તિના પેટમાં મોટું કાણું પડી ગયું.

30 વર્ષના યુવકે ડ્રિંકની સાથે લિક્વિડ નાઈટ્રોજન પી લીધું. જેના બાદ તેને બીમાર થયો હોય તેવું લાગ્યું પરંતુ તેમ છતાં જોશ માં ને જોશ માં આખી ડ્રિંક ગટગટવી હતી. આ બાદ તેને શ્વાસ લેવામાં ઘણી તકલીફ પડી રહી હતી અને તેને પેટમાં સૂઝન જેવું લાગવા માંડ્યું. હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર લેતા માલૂમ પડ્યું કે તેના પેટમાં કાણું પડી ગયું છે.

આ વ્યક્તિએ પોતાના અનુભવ વિશે જણાવ્યું કે, પહેલો શોટ પીધા પછી મને અસહજ ને અકળામણ જેવું લાગવા લાગ્યું. જાણે પેટમાંથી એસિડ નીકળી રહ્યું હોય. આ વચ્ચે જ બાર ટેન્ડરે વધુ એક ડ્રિન્ક આગળ કર્યું અને એ પણ પી લીધું બાદમાં દર્દ બહુ જ વધવા લાગ્યું. શ્વાસ લેવામાં પણ તકલીફ પડવા લાગી.

ફૂડમાં નાઈટ્રોજનનો ઉપયોગ

લિક્વિડ નાઈટ્રોજનનો ઉપયોગ ફૂડ અને ડ્રિંક્સને તરત ફ્રીજ કરવા માટે કરાય છે. તેની સાથે જ ક્રાયોજેનિક મેડિકલ પ્રક્રિયાઓનો પણ તેમાં પ્રયોગ કરાય છે. એક લિટર નાઈટ્રોજન ગેસ 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર 694 લીટરનો વિસ્તાર લઈ શકે છે. જો કોઈ વ્યક્તિના શરારીમાં આ માત્રાનું પ્રમાણ વધી જાય તો, તે વ્યક્તિને પેટમાં ઓક્સિજન ઘટી જાય છે અને વેન્ટીલેટર પર રાખવું પડે છે.

દિલ્હીવાળી ઘટનામાં ડોક્ટરે તપાસ્યું કે, યુવકના પેટમાં મોટું કાણું પડી ગયું હતું. આ વિશે ડોક્ટર મૃગાંક શર્માએ જણાવ્યું કે, સામાન્યી રીતે ક્ષરણથી પેટમાં કાણા પડતા હોય છે, તો તેને સીવી શકાય છે. આ કેસમાં ડોક્ટરે જોયું કે વ્યક્તિના પેટની વચ્ચે અને નીચેનો ભાગ પુસ્તકની જેમ ખુલી ગયો હતો.ને સાવ બેકાર બની ગયો હતો. તેના સ્ટીચ લેવા સંભવ ન હતું. પેટના આ ભાગના ટિશ્યુ પણ ખરાબ થઈ ગયા હતા. અમે પેટના ખરાબ હિસ્સાને હટાવી દીધું અને નાના આંતરડા અને બાકીના હિસ્સાને સીવી નાખ્યું.

એક બે ડ્રિન્ક માજ આ ભાઈ ના પેટ ની આ હાલત થઇ છે હવે એ કોઈ પણ જાતના ડ્રિન્ક પીવા ને કાબેલ નથી રહ્યો।
Read More

Thursday, 28 September 2017

Blog No Baap

સાત દિ’ પહેલાં એણે દસ રૂપિયા માગ્યા. ન આપ્યા એટલે એણે જીદ પકડી. શેઠાણીબાએ ખૂબ મારી.

ગામના સીમાડે એક નાનકડું સ્મશાન. સામે હનુમાનની મૂર્તિ. થોડે દૂર એક ઝૂંપડી. દૂબળો કૂતરો. ઝૂકેલી કમ્મરવાળા સ્મશાનના પહેરેગીર રામૈયાદાદા. એમની એક જૂની લાકડી. કરચલીવાળું શરીર. ઝાંખી આંખો. બોખલું મોં. લાશોને બાળવી, બદલામાં કાંઈક દક્ષિણા લેવી, લાશની સંપત્તિ-કપડાં, ઘડો વગેરે રાખી લેવું, એ એમનો ધંધો.
પેટ ભરી દિવસ પસાર કરવો હોય, તો રોજની એક લાશ આવવી જોઈએ. કોઈ પત્નીને વૈધવ્ય માટે, કોઈ પતિને પત્નીના વિયોગ માટે, કોઈ માને લાડલા માટે ધ્રૂસકે ધ્રૂસકે રડવું પડે છે. એ આંસુઓને રામૈયાદાદાના ચૂલા પર શેકાવું પડે છે. ઊઠતાંવેંત દાદાની એક જ પ્રાર્થના : ‘પ્રભુ, આજે એક લાશ આવવા દેજે !’
આજે ચોખામાં કાંકરાને બદલે કાંકરામાં ચોખા વીણવાના દિવસો આવવાને કારણે દાદા સમાજને ભાંડતા હતા. ત્યાં કૂતરો ભસ્યો…. એક નાની સુંદર છોકરી સામેથી આવી રહી
‘મારું નામ શૈલા ! ત્રીજી ભણું છું. કૉન્વેન્ટમાં હોં કે ! બાપુ મારા અમેરિકા છે. મમ્મીનું નામ ડૉ. સુશીલા.’
‘બેટા, ભૂલી પડી ગઈ છે ? અહીં ક્યાંથી ?’
‘ના….રે….! હું તો સ્મશાન જોવા આવી છું.’
‘સિનેમા-સરકસને બદલે સ્મશાન ? તું જરૂર ભૂલી પડી છે. લાવ, તને ઘેર પહોંચાડી જાઉં.’
‘ના….ના… હું કાંઈ નાની કીકલી નથી. પણ મારે તમને એક વાત પૂછવી છે. મારી મમ્મીની ઈસ્પિતાલમાં એક દરદી મરી ગયો. મેં મમ્મીને પૂછ્યું, આને ક્યાં લઈ જશે ? એણે ગુસ્સામાં કહ્યું : સ્મશાનમાં ! હેં દાદા, અહીંથી પાછા એ લોકો ક્યાં જાય ?’
‘બેટી મારી ! ભગવાન પાસે. પાપ કર્યાં હોય તો ભગવાન પાછા અહીં મોકલે. પુણ્ય કર્યાં હોય તો પોતાની પાસે રાખી લે.’
‘પણ દાદા, લોકો મરી શું કામ જાય છે ?’
‘બેટા, ઉંમર વધતાં બધાંને બુઢાપો આવે અને પછી મરણ.’
છોકરી શ્રદ્ધાથી સાંભળી રહી હતી ; ‘તો શું હુંયે બુઢ્ઢી થઈને તમારી જેમ કમરેથી વળી જઈશ ?’
દાદાએ વહાલથી છોકરીને ઊંચકી લીધી : ‘એવા બધા વિચારો ન કરીએ, મારી લાડલી !’
‘દાદા, તમારી બા ક્યાં છે ?’
‘મરી ગઈ.’
‘તો તમને ખવડાવે છે કોણ ?’
‘હું જ રાંધી લઉં છું.’
પછી તો બેઉની મહોબ્બત વધવા લાગી. છોકરીની આવનજાવન પણ વધવા લાગી. એક દિ’ દાદા ગુમસૂમ બેઠા હતા. એમને ગળે વળગી પડતાં નાનકી બોલી :
‘દાદા, આજે ચૂપચૂપ કેમ ?’
‘બે દિ’થી ખાધું નથી.’
‘શું એકેય લાશ નથી આવી ?’
‘ના.’
‘છી….છી…. ભગવાનમાં જરાય દયાનો છાંટો નથી,’ કહેતીકને હનુમાનની પાસે જઈ પ્રાર્થના કરવા લાગી, ‘હે ભગવાન ! એવું કરો કે બહુ લોકો મરે અને મારા દાદાને ખૂબ ખૂબ પૈસા મળે. પછી પાછી દાદા પાસે આવી પૂછવા લાગી, ‘તમારે કેટલા પૈસા જોઈએ ?’
‘દસ રૂપિયા બસ થાય.’ અજાણતાં જ દાદાના મોઢેથી વાત નીકળી ગઈ.
બીજે દિ’ સાંજે એ ન આવી. ત્રીજી, ચોથી સાંજ વીતી. દાદાને થયું, ગામમાં જઈને પૂછવાથી તો કાંઈ નહીં વળે, કોઈ માનશે જ નહીં કે અમારી વચ્ચે આવી દોસ્તી હોય ! લોકો ગાંડો કહીને કાઢી મૂકે !
બીજી બાજુ સાત દિવસ સુધી એકેય લાશ ન આવી. ત્યાં આમલીના ઝાડ નીચે બેહોશ થઈ પડેલા દાદાને કોઈકે ઢંઢોળ્યા, ‘તમને કેટલા શોધ્યા ! અમારે બધું પતાવવું પડ્યું. નાની બાળકી જ હતી. દાટી દીધી. આ લો તમારો લાગો.’ કહી દસની નોટ દાદાના હાથમાં મૂકી.
‘કઈ નાની બાળકી ?’ દાદાએ અધીરાઈથી પૂછ્યું.
‘અમારા બાબુજીની સ્તો. એ તો અમેરિકા છે. છેવટની ઘડીએ દીકરીનું મોં જોવાનું નસીબમાં નહીં. ભૂલ બધી શેઠાણીની જ ! સોનાની મૂર્તિ જેવી અમારી નાનકી…..’
‘ઓહ, બ્લ્યૂ સ્કર્ટ અને બૂટવાળી નાનકી ? કેવી રીતે મરી ગઈ ?
સાચું કહો !’ દાદા આવેગમાં ચીસ પાડી ઊઠ્યા.
‘એ તો રોજ સ્કૂલેથી મોડી આવતી.
શેઠાણી ગુસ્સે થઈ પૂછતાં, પણ જવાબ ન આપતી.
સાત દિ’ પહેલાં એણે દસ રૂપિયા માગ્યા. ન આપ્યા એટલે એણે જીદ પકડી. શેઠાણીબાએ ખૂબ મારી. ત્યારથી તેને તાવ વધવા માંડ્યો. તાવમાં એ લવતી, દસ રૂપિયા લાવો, શેઠાણીબા ખુદ ડૉક્ટર. તેથી ઘણી દવાઓ કરી, પણ કાંઈ ન વળ્યું……’
રામૈયાદાદા સ્મશાન તરફ દોડી ગયા. નાનકીની તાજી સમાધિ ઉપર ‘ઓ મારી મીઠડી…..’ કહી એક ભયાનક ચીસ સાથે તૂટી પડ્યા.
Read More

Tuesday, 26 September 2017

Blog No Baap

મોદી સરકાર ડિઝલ અને પેટ્રોલ ને કેમ GST માં નથી લાવતી? વાયરલ મેસેજ


મોદી સરકાર ડિઝલ અને પેટ્રોલ ને કેમ GST માં લાવતી નથી?

આપ જાણો છો ?

ના, તો જાણો

કારણ કે હાલ. આ બંન્ને પર કેન્દ્ર નો ૨૩% અને રાજયનો ૩૪% અેટલે કુલ મળી ને ૫૭% ટેક્ષ બંને સરકારો આપણી પાસેથી લે છે.

જો આના પર GST લગાડે તો વધુ માં વધુ ૨૮% જ ટેક્ષ લઈ શકે તેનાથી વધુ લઈ જ ના શકે !

જો આમ થાય તો હાલ આપણ ને મળતુ પેટ્રોલ ૪૩ રુપીયે મોદી સરકાર ને આપણ ને આપવુ પડે .

જયારે ડિઝલ ફકત ૩૫ રુપિયે આપવુ પડે

જો સરકાર પોતાની જાહેરાતો માં બુમો પાડી પાડી નેઅેમ કહે છે કે

“One Nation One Tax”

તો કેમ મોદી સરકાર GST લાવ્યા પછી પણ અેક માળખાકીય ટેક્ષ

કરી માથી આને બાકાત રાખે છે?

જો માદી સરકાર GST માં કતલખાના ના મિટ ને ટેક્ષ ફિ કરી.શકતી હોય તો

ભલે પેટ્રોલ – ડિઝલ ને ટેક્ષ ફિ જાહેર ના કરે પણ નિયમ ,પમાણે ૨૮% GST લગાડવાનુ કામ કેમ નથી કરતી

આ અેક અન્યાયી અને કુદરતી ન્યાય ના સિધ્ધાંત ની વિરુધ નો છે જેનાથીે આ દેશના ગરીબ અને મધ્યમ વર્ગ ના કરોડો લોકો ને અન્યાય કરતા છે

શૂટ બુટ ની સરકાર છાતી ઠોકી ઠોકી ને પોતાને ગરીબો ની સરકાર કહેવડાવે છે અને મીડિયા માં પણ રો કકળ મચાવી ને પોતાને ગરીબ હિતેચ્છુ બતાવા કરોડો નો ખર્ચો કરે છે પણ ગરીબ ને આમ લોકો સાથે આવી દગાખોરી જોઈ ને પ્રજા નિસાસા નાખે છે.
Read More