મીડિયા રીપોર્ટ મુજબ એક્ટ્રેસ સેલીના જેટલી બીજી વખત ટ્વીન્સ ને જન્મ આપવાની છે. સેલીના પહેલા કોરીયોગ્રાફર ફરહા ખાન પણ ટ્રીપ્લેટ્સ એટલે કે ત્રણ બાળકોને એક સાથે જન્મ આપી ચુકી છે. આ પ્રશ્ન અવારનવાર થાય છે કે આખરે કેમ કોઈ સ્ત્રીઓને જોડિયા અથવા ત્રણ બાળકો એકસાથે થાય છે? આ પોસ્ટ માં અમે એક્ષ્પર્ટ દ્વારા કહેવા મુજબ આ પ્રશ્નનો જવાબ આપવાની કોશિશ કરી રહ્યા છીએ.
જોડિયા બાળકો જન્મવાના ૫ મુખ્ય કારણ>>
પહેલું કારણ:- ફર્ટીલીટી ટ્રીટમેન્ટ
જે મહિલાઓ IVF નો સહારો લે છે કે ફર્ટીલીટી દવાયો ખાય છે તેમને ટવીન્સ થવાના ચાન્સ વધે છે.
બીજું કારણ:- ફેમીલી હિસ્ટરી
મહિલા નાં પરિવાર માં માં બહેન દાદી માં પહેલા ટવીન્સ હોય તો તમને પણ ટવીન્સ થવા ની સંભાવના વધે છે
ત્રીજું કારણ:- લાઈફસ્ટાઈલ
નોનવેજ અને હાઈફેટ ખોરાક ખાવા વાળી કે મોટાપા ગ્રસ્ત મહીલાયો માં ટવીન્સ થવાનો ચાન્સ વધારે છે
ચોથું કારણ:- ઉમર
૩૦ કે 40 વર્ષ ની ઉંમર માં માં બનવા વાળી મહીલાયો માં મલ્ટીપલ પ્રેગ્નન્સી થવા નાં ચાંસ વધુ છે.
પાંચમું કારણ:- બાળકોની સંખ્યા
જેને પહેલા ટવીન્સ કે વધારે બાળકો છે તે મહીલાયો ને મલ્ટીપલ પ્રેગ્નન્સી થવા ની સંભાવના વધે છે
જોડિયા બાળકો કેવી રીતે થાય છે
એક બીજાથી અલગ દેખાતા અથવા મેનોજાઈગોટીક અથવા એકદમ એક જેવા દેખાતા જોડિયા અથવા ડાયજાઈગોટીક, મેનોજાઈગોટીક જોડિયા બાળકો નું સર્જન ત્યારે થાય છે જયારે એક એગથી કોઈ સ્પર્મ દ્વારા ફર્ટીલાઈઝ કરવામાં આવે છે, પરંતુ બે એમબ્રીઓ નું સર્જન થાય છે. આ રીતે જન્મ લેનારા જોડિયા બાળકોની આનુંવાંશિક સંરચના એકસમાન હોય છે. જયારે ડાયજાઈગોટીક જોડિયા બાળકો ત્યારે બને છે જયારે બે અલગ સ્પર્મ બે એગ્સ ને ફર્ટીલાઈઝ કરે છે અને બે અલગ દેખાવ ધરાવતા બાળકો જન્મે છે. આવા બાળકોની આનુંવાંશિક સંરચના અલગ હોય છે.
ઇન્ડિયન ફર્ટીલીટી સોસાયટી ના ચેપ્ટર હેડ અને ન્યોનેટોલોજીસ્ટ એન્ડ એમ્બ્રાયોલોજીસ્ટ ડૉ. રણધીર સિંહનું કહેવું છે કે એકથી વધારે બાળકો ને જન્મ આપવાની ઘટનાને મેડીકલ ટર્મ માં મલ્ટીપલ પ્રેગનેન્સી કહેવામાં આવે છે. આનો અર્થ છે કે કોઈ સ્ત્રીના ગર્ભમાં બે અથવા વધુ બાળકો છે. તે બાળકો એક જ એગ અથવા અલગ-અલગ એગ થી થઇ શકે છે.
આઈડેન્ટીકલ ટ્વીન્સ: એક જ એગ થી જન્મતાં બાળકોને આઈડેન્ટીકલ કહેવામાં આવે છે. આવું ત્યારે થાય છે જયારે એક એગ એક સ્પર્મથી ફર્ટીલાઈઝ થાય છે. ત્યાર બાદ ફર્ટીલાઈઝડ એગ બે અથવા વધારે ભાગમાં વિભાજીત થાય છે. આને ખુબ જ રેર માનવામાં આવે છે. આ બાળકોના ચહેરા અને સ્વભાવ ખુબ જ મળતો આવે છે.
ફ્રેટરનલ ટ્વીન્સ: અલગ-અલગ એગ થી જન્મતાં બાળકોને ફ્રેટરનલ કહેવામાં આવે છે. આવું ત્યારે થાય છે જયારે બે અથવા વધારે એગ અલગ-અલગ સ્પર્મથી ફર્ટીલાઈઝ થાય છે.
જો સ્ત્રી ના કુટુંબમાં પહેલેથી જ ફ્રેટરનલ ટ્વીન્સ હોય તો તેની શક્યતા વધી જાય છે. અધિકાંશ ટ્વીન્સ આ જ પ્રકારના હોય છે. આવા ટ્વીન્સ એક જેવા પણ દેખાઈ શકે છે અને અલગ-અલગ પણ.