આ માર્કેટ માં આવેલો નવો ટ્રેડ છે, તેને કહે છે ફિજેટ સ્પિનર. તેને વેચવા માટે એક વેબસાઈટ દાવો કરી રહી છે કે આ ચિંતા મટાડી દે છે અને આનાથી એકાગ્રતા વધે છે પરંતુ તમે એની જાળ માં ન આવી જશો પહેલા પૂરી વાત જાણી લેશો.
તેની ગેરકાયદેસર બનાવટ કેથરીન હેટિગર છે. ગેરકાયદેસર એટલા માટે કે તમેની પાસે તેની પેટંટ નથી. હેટિગરે ૧૯૯૩ માં આ વસ્તુ ની પેટંટ મેળવવા અરજી દાખલ કરી હતી. પેટંટ મળી પણ ગઈ હતી. પરંતુ ૨૦૦૫ માં પાછી જતી રહી કેમ કે તેને ધંધા માટે કોઈ પાર્ટનર મળ્યા ન હતા.
સૌથી પહેલા તો આ ફિજેટ સ્પિનર થી કોઈ ચિંતા કે સ્ટ્રેસ ઓછો થતો નથી, તેના ઉપર ન તો કોઈ સંશોધન થયું છે કે ન કોઈપણ ડોકટરે તેની પુષ્ઠી કરી છે. આ ફક્ત તેમણે વેચવા માટે કરેલા દાવા છે.
વિદેશની સ્કુલોમાં ફિજેટ સ્પિનર વેચવા ઉપર મનાઈ ફરમાવી દીધી છે. તેમનું કહેવું છે કે તેનાથી એકાગ્રતા વધતી નથી પરંતુ ઓછી થાય છે. વિજ્ઞાન ના માનવા મુજબ એકાગ્રતા માટે શારીરિક હલન ચલન અને ખેલ કુદ ની જરૂર પડે છે. કોઈ ફિજેટ સ્પિનર ની નહિ. તેને, ફિજેટ સ્પિનરને વચવા માટે જેટલા પણ દાવા કરવામાં આવ્યા છે તે બધા જ ખોટા છે અને તેની કોઈ સાબિતી નથી.
આ ઈલાજ વાળી વાતનું અત્યાર સુધી કોઈ સાયન્ટીફીક રીસર્ચ માં સાબીત નથી થયું. ન કોઈ ડોકટરે કાગળમાં લખ્યું છે. આટિઝમ એટલે કે પોતા માં જ ખોવાઈ જવા વાળી બીમારી, ADHD એટલે Attention Seficit Hyperactivity Disorder એટલે એકાગ્રતા ની સમસ્યા અને સ્ટ્રેસ એટલે ચિંતા નો સામનો કરવામાં આ ચક્કરધીન્ની કેટલી સફળ થાય છે. તેની અત્યારે કોઈ જ ખબર નથી. એટલે કે આ ઓનલાઈન બિજનેશ વાળી વેબસાઈટસ પબ્લીકને બેવકૂફ બનાવી રહી છે.
મેડીકલ રીસર્ચ તો કહે છે કે બાળકોની એકાગ્રતા વધારવા માટે શારીરક હલન ચલન જરૂરી છે, પરંતુ આ ચપટી જેવડી વસ્તુ શારીરક હલન ચલન નો રસ્તો નથી. તેનાથી ફક્ત એક આંગળી હલે છે. જે ન તો શારીરિક કે ન તો માનસિક રીતે બાળકોને મદદ કરી શકે છે. ફ્લોરીડા ના સાયકોલોજીસ્ટ માર્ક રપોર્ટ બોક્સ મેગેઝીન ને જણાવ્યું છે કે અત્યાર સુધી ફિજેટ સ્પિનર ઉપર કોઈ રીસર્ચ નથી થઇ અને તેની અસર વિશે અત્યાર સુધી વૈજ્ઞાનિક અજાણ છે. તેમનું કહેવું હતું કે તેનો વધુ ઉપયોગ ફાયદાની જગ્યાએ નુકશાન કરી શકે છે.