Monday, 30 October 2017

Blog No Baap

પેરાસીટામોલ લેવાથી થઇ શકે છે આ 5 બીમારીઓ વધુ પડતી આવી દવાઓ લેતા પહેલા આ વાંચી લો


* પેરાસીટામોલ એક દુઃખાવો રોકવા માટેની દવા છે.

* પેરાસીટામોલ લેવી ફાયદા કરતા વધુ નુકશાનકારક છે.

* લાંબા સમય સુધી લેવી ખુબ નુકશાનકારક છે.

* ચામડી ઉપર લાલ ચકામાં અને એલર્જી થઇ જાય છે.

માથામાં સામાન્ય દુઃખાવો થયો નથી ને રીમાએ પેરાસીટામોલની ગોળી ગટગટાવી લીધી. રીમા જ નહિ પણ રીમાની જેમ ઘણા લોકો આવું કરે છે. લોકોને એક સુરક્ષિત મેડીકેશન એક સરળ અને ઓછા સમયમાં થતો ઉપાય લાગે છે. પણ ઓછા સમયમાં મળતી રાહત તરત જ ટેવ માં પરિવર્તિત થઇ જાય છે અને શરીરમાં ઘણી બીમારીઓની ઝપટમાં આવી જાય છે.

માનો કે પેરાસીટામોલ એક એવી દવા જે જેને દુઃખાવો થાય ત્યારે લોકો ની સાથે સાથે ગર્ભવતી મહિલાઓ પણ સરળતાથી લઇ લે છે. અને વધુ નુકશાન ન હોવાને કારણે ભારતીય મેડીકલની દુકાનો ઉપર પણ આ દવા ડોક્ટરની સ્લીપ વગર સરળતાથી મેળવી શકાય છે. પણ ડોક્ટરની સલાહ સિવાય સમાન્ય તાવથી પરેશાન થઈને તમે પેરાસીટામોલની ગોળી લઇ લો છો અને આવું તમે ઘણા વર્ષોથી કરતા આવ્યા છો. તો સાવચેત થઇ જાવ. કેમ કે દરેક વખતે સામાન્ય તાવ કે દુખાવામાં પેરાસીટામોલ લેવી ફાયદા કરતા નુકશાન વધુ થઇ શકે છે. તેના વધુ ઉપયોગથી શરીરના ઘણા અંગોને નુકશાન થઇ શકે છે. આવો જાણીએ ડોક્ટર ની સલાહ વગર પેરાસીટામોલ લેવી શરીર માટે કેવી રીતે નુકશાનકારક હોય છે.

શું તમે ક્યારેય દવાના પેકેટ ઉપર લખેલું જોયું છે કે વધુ પ્રમાણમાં પેરાસીટામોલ લેવી લીવરને નુકશાન પહોચાડી શકે છે. જી હા ડોક્ટરનું કહેવું છે કે એક માણસ ને એક દિવસમાં 3 ગ્રામથી વધુ પેરાસીટામોલ ન લેવી જોઈએ અને કોઈ કારણસર લેવી પણ પડે તો પહેલા તમારા ડોક્ટરને પૂછીને લેવી જોઈએ.

ગર્ભવતી અને બાળકો માટે નુકશાનકારક

તમને તે પણ જાણીને નવાઈ લાગશે કે ગર્ભવતી સ્ત્રીઓ માટે સુરક્ષિત ગણવામાં આવતી પેરાસીટામોલ જો તપાસ કર્યા વગર ગર્ભવતીને આપવામાં આવે તો સુરક્ષિત ગણવામાં આવતી આ ગોળી ગર્ભમાં ઉછરી રહેલા બાળકને વિકાસમાં વિઘ્ન ઉભો કરી શકે છે. નેશનલ હેલ્થ સર્વિસ મુજબ ગર્ભવતીએ ડોક્ટરની સલાહ વગર પેરાસીટામોલ ન લેવી જોઈએ.

પેરાસીટામોલ લેવાથી થઇ શકે છે આ 5 બીમારીઓ

કીડની ઉપર અસર

દર્દ નિવારક દવા તરીકે પેરાસીટામોલને વધુ સમય સુધી લેવાથી ખુબ જ નુકશાનકારક છે. ડોક્ટરની સલાહ વગર પીઠના દુઃખાવા માટે લેવાથી તે લાભને બદલે નુકશાન પહોચાડે છે. બ્રિટીશ મેડીકલ જર્નલમાં પ્રકાશિત યુનીવર્સીટી ઓફ યુનીવર્સીટી ઓફ સિડનીના સંશોધક મુજબ આસ્ટીયો આર્થરાઇટીસ અને પીઠનો દુઃખાવો ઓછો કરવા માટે લોકો પેરાસીટામોલનો ઉપયોગ સરળતા થી કરે છે, પણ તેની કીડની ઉપર અસર થાય છે.

પેટમાં ગેસની તકલીફ અને ત્વચા ઉપર એલર્જી

ઘણી બાબતમાં તો પેરાસીટામોલનો વધુ ઉપયોગ પેટમાં ગેસની તકલીફ ઉભી કરી શકે છે. તો જો તમે અપચો કે પેટમાં ભારેપણાથી પરેશાન છો તો બની શકે કે આવી પેરાસીટામોલનો ઉપયોગના લીધે થઇ રહ્યું હોય. તે ઉપરાંત ઘણા લોકોને પેરાસીટામોલના વધુ ઉપયોગ કરવાથી ચામડી ઉપર લાલ ચકામાં અને એલર્જી થઇ જાય છે, તેમાં ખંજવાળ કે બળતરા પણ થાય છે.

અસ્થમા ની તકલીફ

સામાન્ય તાવ હોય તો આપણે આપણા બાળકોને પેરાસીટામોલ આપી દેતા હોઈએ છીએ. પણ ઘણી શોધોથી તે સાબિત થયું છે કે 6-7 વર્ષના બાળકોને પેરાસીટામોલ આપવાથી તેમાં શરીરમાં અસ્થમાના લક્ષણ વધી જાય છે. વિશ્વ વિદ્યાલય સંગઠનનું માનવું છે કે બાળકોને આ દવા આપવી પડે તો ૧૦૧.૩ F તાવ હોય ત્યાર પછી જ પેરાસીટામોલ આપવી જોઈએ.

લીવરને નુકશાન

જો તમે પોલીયો કે લીવર સબંધી કોઈ તકલીફથી પીડિત છો, તો ડોક્ટરની સલાહ લીધા સિવાય પેરાસીટામોલ ખાવાથી લીવર ડેમેજ થઇ શકે છે. ઘણી બાબતોમાં લીવર ફેઇલરની પણ શક્યતા હોય છે. માટે દવા લેતા પહેલા પોતાના ડોક્ટરની સલાહ જરૂર લઇ લો.

સુસ્તીનો અનુભવ થવો

તે સિવાય ઘણી વાર પેરાસીટામોલ લીધા પછી વધુ સુસ્તી અનુભવાય છે. તો તેવામાં ડોક્ટરની સલાહ જરૂર લેવી

Blog No Baap

About Blog No Baap -

Since 2016 BlogNoBaap has been bringing you the very best in all types of web resources. Posted daily, and delivered straight to your inbox each morning.

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments
Anonymous
AUTHOR
11 April 2022 at 10:08 delete

પેરાસીટામોલ લેવાથી થઇ શકે છે આ 5 બીમારીઓ વધુ પડતી આવી દવાઓ લેતા પહેલા આ વાંચી લો - Blog No Baap >>>>> Download Now

>>>>> Download Full

પેરાસીટામોલ લેવાથી થઇ શકે છે આ 5 બીમારીઓ વધુ પડતી આવી દવાઓ લેતા પહેલા આ વાંચી લો - Blog No Baap >>>>> Download LINK

>>>>> Download Now

પેરાસીટામોલ લેવાથી થઇ શકે છે આ 5 બીમારીઓ વધુ પડતી આવી દવાઓ લેતા પહેલા આ વાંચી લો - Blog No Baap >>>>> Download Full

>>>>> Download LINK jl

Reply
avatar