રાજીવભાઈ હમેશા કહે છે કે અમેરિકાને એ ખબર નથી કે ભારત પાસે તેમના થી વધુ વેજ્ઞાનિકો છે, ડોક્ટર છે, એન્જીનીયર છે. ભારત થી વધુ વેજ્ઞાનિક એક દેશમાં જ છે અને તે છે ચીન. ભારત માં ‘એ’ કેટેગરી ના વેજ્ઞાનિક ની સંખ્યા ૬૦૦૦૦ છે અને અમેરિકા માં તે ૧૨ કે ૧૩ હજાર ની આસ પાસ છે.
આપણા દેશમાં તો અમુક એવા મગજ વાળા લોકો છે જે ઉચ્ચ ક્વોલેટી ના ટેકનીકલ મગજ વાળા છે જો તમે તેને એક વખત મશીન ખોલીને બતાવી દો તો તે મશીન તે પોતે બનાવીને તમને વેચી દેશે, આવી રીતે ખુબ જ મગજ વાળા છે આ દેશમાં. અને આવું મગજ ભારત માં ઉલ્લાસ નગર વિસ્તારમાં સૌથી વધુ રહે છે જેને તમે એક વખત કોઈ મશીન દેખાડો અને પછી તે મશીન તમે તેની પાસે બનાવરાવી લો. અત્યારે ધણા લોકો તેને મજાક માને છે.
અમુક લોકો કહે છે તેમાં શું છે નકલ જ કરવાની છે પરંતુ તેમને તે ખબર નથી કે નકલ કરવા માટે પણ અક્કલ જોઈએ છે, જો તે સરળ હોય તો બધા કેમ નથી કરી લેતા આ નકલ. જો તમારે કોઈ મશીન ખોલીને આપી દે તો તમે તે બીજું નહી બનાવી શકો, અને બનાવવાનું તો દુર તમે તેને ખોલેલુ જોડી પણ નહી શકો કે કઈ નટ ક્યાં લગાડવાની છે કયો બોલ્ટ ક્યાં લગાડવાનો છે એક તો આ ઉલ્લાસ નગર ના વિસ્તારમાં આવું મગજ છે કે પંજાબ માં લુધિયાના,જલંધર ના વિસ્તારમાં તેવું મગજ છે કે ગુજરાત ના સૌરાષ્ટ્ર ની આજુબાજુ ના વિસ્તારમાં આવું મગજ છે.
હવે તમને એક પ્રેરણાદાયક વાત સંભળાવું છું.
ભારતમાં એક ખુબ જ મોટી કંપની છે જેનું નામ છે અજંતા કલોક, જે ૧૦૦ % સ્વદેશી કંપની છે. એક વખત રાજીવભાઈ તેને જોવા માટે ગયા. તો કંપનીના માલિકે કહ્યું કે ચાલો રાજીવભાઈ હું તમને આખી કંપની દેખાડી દઉં, અડધી બતાવતા બતાવતા તે રાજીવભાઈ ને એક મશીન ની પાસે લઇ ગયા જે ધડીયાળ નું બેલેન્સ સેટ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. માલિકે કહ્યું રાજીવભાઈ આ મશીનને ધ્યાનથી જોશો. રાજીવભાઈ એ કહ્યું તેમાં ખાસ વાત શું છે. તેમણે કહ્યું આ ૧૦૦ % સ્વદેશી મશીન છે.
જયારે રાજીવભાઈ એ તેને જોયું તો તેમણે નવાઈ લાગી કે આ મશીન કોઈ માણસે બનાવી કેવી રીતે કેમ કે આખી દુનિયામાં તે મશીન ફક્ત જાપાન માં બને છે. ક્યારેક પહેલા સ્વિજરલેન્ડ માં બનતું હતું હવે ત્યાં પણ નથી બનતું. અને આ મશીન ૬૦-૭૦ લાખ ની આવે છે પરંતુ તમને જણીને નવાઈ લાગશે કે આ મશીન એક રાજકોટ ના મિકેનિકે બનાવ્યું.
રાજીવભાઈ એ કહ્યું તે માણસની મુલાકાત કરાવો તો તેમણે કહ્યું તે અત્યારે બહાર ગયા છે તમે પછી આવીને તેમને મળી શકો છો. પછી રાજીવભાઈ એ પૂછ્યું કે આ મશીન બનાવવામાં ખર્ચ કેટલો લાગ્યો. તો માલિકે કહ્યું કે રાજીવભાઈ તમે વિશ્વાસ નહી કરો માત્ર ૯૦ હજાર રૂપિયા આ મશીન ઉપર ખર્ચો લાગ્યો.
જે મશીન અત્યાર સુધી ફક્ત જાપાન બનાવતું હતું જેનાથી ધડીયાળ બનાવવા જેવા સેન્સેટીવ કામો કરવામાં આવતા હતા, તમને ખબર હશે કે ધડીયાળ અને કલોક બનાવવું ખુબ જ સેન્સેટીવ કામ છે, અને સેન્સેટીવ વસ્તુ બનાવવા માટે સેન્સેટીવ મશીન ની જ જરૂર પડે છે. તમને તે જાણી ને નવાઈ લાગશે કે તે વ્યક્તિ ભણેલ ગણેલ નથી પરંતુ તેનું મગજ ખુબ જ ઝડપ થી ચાલે છે.
આપણે આજકાલ માનીએ છીએ કે જેની પાસે ડીગ્રી નથી તે કઈ નથી પરંતુ વગર ડીગ્રી વાળા પણ ખુબ જ એન્જીનીયર આ દેશમાં છે, આ રીતે શોધવા વાળા લોકોથી અમેરિકા ગભરાય છે કેમ કે જો આવા લોકોની સંખ્યા ગણીએ તો એટલું ટેકનીકલ Expretise અને ટેકનીકલ મેન પાવર આપણી પાસે છે જેની કલ્પના કોઈ દેશ નથી કરી શકતા.
આ તો આપણા દેશના નેતાઓની મુર્ખામી વાળી નીતિઓ છે જેમણે આ રીતની ટેક્નીક્લ મગજના કોઈ પ્રમોશન નથી થતું. અને સમાજમાં ઈજ્જત નથી મળતી માટે જ ભારતને સાચી પદ્ધતિ આપવા વાળો વર્ગ અહિયાં છે. આ વર્ગ ચીનમાં પણ છે એટલા માટે અમેરિકા ચીન થી ડરે છે.
અમેરિકા ને બીક છે કે ચીન અને ભારત આપણા થી આગળ ક્યારેક નીકળી શકે છે એટલા માટે તે કઈ ને કઈ બખાળા કરતા રહે છે અને ભારત ની પ્રતિભાને દર વર્ષે પોતાના દેશમાં લઇ જાય છે પૈસાની તાકાત થી કે પાવર થી, આના વિષે તમે વિસ્તારથી ભારતની પ્રતિભા પાલન પ્રવચન માં સાંભળી શકો છો.