કર્ણાટકના એક ખેડૂતે એક એવું પાણીનું મશીન તૈયાર કર્યું કે જેનાથી વીજળી બનાવી શકાય છે. કર્ણાટકના ગડગ જિલ્લાના સોમપુર ગામના રહેવાસી સીદપ્પા હુલાજોગી આ પહેલા ટ્રેક્ટરની બેટરીની મદદ વડે મોબાઈલ રિચાર્જ કરવાનું મશીન બનાવેલ છે. આ સીદપ્પાએ સાયકલના ડાયનેમાની મદદથી ટેપરેકોર્ડર પણ બનાવેલ હતું.
લગભગ દશ વર્ષ પહેલાની વાત છે. જયારે સીદપ્પાનું ઘર રીમોટ વિસ્તારમાં હતું હેસકૉમેં તેના ઘરમાં વીજળી આપવાની ના કહી દીધી. કંપની ની નાલાઈકી સામે ખેડું મજબુર ના બન્યો એ વખતે તેમના મગજમાં વીજળી બનાવવાનો વિચાર આવ્યો.
પરંતુ સીદપ્પા માટે આ સહેલું નોતું. કેમકે તે કોઈ દિવસ સ્કૂલ ગયા ન હતા. તેમને ન તો ટેક્નિકનું જ્ઞાન હતું કે ન તો વિજ્ઞાન વિશે થોડી ઘણી જાણકારી હતી. પરંતુ સીદપ્પાએ હિમ્મત ન હારી અને નારાગન ટાપુ ઉપર પવનચક્કી જોઈને તેમને વીજળી બનાવવાની પ્રેરણા મળી.
તેમણે પવન ચક્કી જોઈને વિચાર્યું કે જો આની નકલ કરીને તેના જેવો જ નમૂનો લઈએ તો વીજળી ઉત્પન્ન કરી શકીએ .ત્યાર પછી તેમને લાકડાની મદદ વડે પાણીનું મશીન બનાવ્યું. સિદપ્પાએ લાકડાની મદદથી મોટી ચક્કી બનાવી, જેમાં 8 પંખા જોડાયેલા હતા.દરેક પંખા 5 ફૂટ લાંબા હતા. બધા પંખા વચ્ચેથી એક બીજા સાથે જોડાયેલા હતા. દરેક પંખાના છેડા ઉપર એક ખાલી ડોલ જોડેલ હતી.જેને એક કેનાલમાં ઇન્સ્ટોલ કરેલ હતી.
ત્યાર પછી સિદપ્પાએ ચક્કીના બે પંખા ઉપર પાઇપની મદદથી પાણી ફોર્સથી ફેંકવાનું શરૂ કર્યું. ફોર્સથી પાણી ફેંકવાનું કારણ એ હતું કે ચક્કીમાં લાગેલા પંખાને ફેરવી શકે. પંખા સાથે જોડાયેલી ડોલ જયારે ઉપર જાય ત્યારે પોતાની મેળે ખાલી થઇ જાય અને નીચે આવતાની સાથે પાણીની ઝડપથી તે ભરાઈને તે ઉપરની બાજુએ જાય. આ પ્રક્રિયાથી ચક્કીમાં ગતિ મળી ગઈ. અને તે ફરવા લાગી.
સિદપ્પાએ આ મોટી ચક્કીને એક નાની ચક્કી સાથે જોડી દીધી, જેમાં ડાયનેમો લાગેલ હતો. મોટી ચક્કીના ફરવાને કારણે નાની ચક્કી પણ ફરતી અને તેમાં લાગેલ ડાયનેમો ગતિઉર્જાને વિદ્યુતઉર્જામાં બદલી દેતું. ડાયનેમો આ સીધા પાવર ને જરૂરિયાત મુજબના પાવરમાં ફેરવીને વીજળી બનાવી.