પપૈયું એક એવું ફળ છે જે આખુ વર્ષ સરળતા થી મળી જાય છે. ભારત માં ઘરોમાં પપૈયા નું ઝાડ સરળતા થી ઉગાડેલું મળી જાય છે. પપૈયું જેટલું સ્વાદિષ્ઠ હોય છે, તે એટલું જ આપના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ છે. પપૈયા નો રસ પણ ખુબ જ ફાયદા કારક હોય છે. પપૈયા ના બીજ ના પણ ઘણા બધા ઉપયોગ છે. પપૈયું વાળ અને ચામડી માટે પણ સારું છે. પપૈયા નો ઉપયોગ સલાડ તરીકે પણ કરવામાં આવે છે.
* તો આવો જાણીએ પપૈયા ના કયા કયા ફાયદા છે અને એનો ઉપયોગ કેવી કેવી રીતે કરી શકાય છે.
સામગ્રી :
* પપૈયા ના બીજ : ૫૦ ગ્રામ
* સુતરાઉ ચોખું કપડું
રીત :
* પપૈયા ના બીજ ને સારી રીતે ધોઈ લો પાણી થી અને ધ્યાન રાખો તેમાં કચરો ન રહે.
* ત્યાર પછી પપૈયાના બીજ ને સારા કપડા ઉપર સૂકવવા માટે મૂકી દો. જયારે સુકાઈ જાય ત્યારે તેને સારી રીતે ઝીણું વાટી લો.
* હવે આ ચુર્ણ ને સવાર સાંજ હુફાળા પાણી સાથે સેવન કરો. તેનાથી પેટની પથરી દુર થઇ જશે. બીજા પણ છે ફાયદા આવો જાણીએ.
પપૈયા ના બીજ ના ફાયદા :
૧. ડાયાબીટીસ માં પપૈયા : ડાયાબીટીસ ના રોગી વ્યક્તિ માટે પપૈયા ઇન્સુલીન જેવું કામ કરે છે. પપૈયા શુગર લેવલ ને નિયંત્રણ કરવા માં સક્ષમ છે. સ્વસ્થ વ્યક્તિ પપૈયા ના સેવન કરે તો ડાયાબીટીસ થવાની શક્યતા નહિવત બરોબર રહે છે.
૨. ફોડલા,ખીલ,એલર્જી માં પપૈયા: ત્વચા સાથે જોડાયેલ બધા જ વિકારો ને મટાડવા માં પપૈયા ના બીજ ખાસ છે. પપૈયા નાં બીજ ને વાટીને ગ્રસિત ચામડી ઉપર લગાવો. અને ૧ ચમચી પપૈયા ના બીજ ને વાટીને ૧ ગ્લાસ પાણી સાથે સેવન કરો. ત્વચા વિકાર તરત ઠીક થઇ જશે. પપૈયા ના બીજ નો પાવડર ફોડલા, ખીલ, ચામડી નો વિકાર મટાડવામાં મદદગાર છે.
૩. આંખો ની રોશની માટે પપૈયા : પપૈયા માં વિટામીન ‘એ’, પ્રોટીન, પ્રોટીયોટીક ઇન્જાઈમ્સ અને કેલેરી ઘણી જ માત્રામાં રહેલ છે. કાચું પપૈયા આંખો ની રોશની વધારવામાં ઘણું સક્ષમ છે. હમેશા ડોક્ટર આંખોની રોશની વધારવા માટે પપૈયા અને ગાજર ખાવાની સલાહ આપે છે. પપૈયા આંખો માટે ઉત્તમ માનવામાં આવે છે.
૪. કીડની પથરી ઘટાડે પપૈયા: કીડની ના પથરી થાય ત્યારે રોજ પપૈયા ખાવ અને પપૈયા ના બીજ ને વાટીને રોજ સવારે હુફાળા પાણીમાં સેવન કરો. પપૈયા ના બીજ કીડની પથરી માં રામબાણ દવાની કામ કરે છે.
૫. કેન્સર દુર કરે પપૈયા : કેન્સર ના રોગી માટે પપૈયા ખાવું સ્વાસ્થ્યવર્ધક છે. અને પપૈયા ના બીજ સુકવીને, વાટીને પાવડર બનાવી રાખી મુકો. રોજ અડધી ચમચી બી ૧ ગ્લાસ પાણી સાથે સેવન કરવાથી કેન્સર માં સુધારો થાય છે.