વ્રજનું કણેકણ કાન્હાની લીલાઓથી ભરેલ છે. આજ તમને એક ખાસ પ્રકારના વૃક્ષની વાત કરીશું જેમાં ફળ નહિ, પરંતુ મોતી આવે છે. આજે પણ વ્રજ આવનારા ભક્તો આ મોતીઓ એકઠા કરીને ઘેર લઇ જાય છે. માનવામાં આવે છે કે આનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનો વાસ થાય છે.
મથુરામાં બરસાના અને નંદગાંવની વચ્ચે મોતી કુંડ આવેલો છે. આ કુંડ ત્રણ બાજુથી પીલુ (ડોગર) ના વૃક્ષોથી ઘેરાયેલ છે. આ વૃક્ષોમાં મોતી જેવા ફુલો થાય છે.
એવી માન્યતા છે કે આ વૃક્ષોને કાન્હાએ નંદબાબા એ આપેલા કિંમતી મોતીઓ વાવીને ઉગાડ્યા હતા. બારસણાના જાણીતા સંત રમેશબાબા જણાવે છે કે ગર્ગ સહિંતા, ગૌતમી તંત્ર સાથે ઘણા ગ્રંથોમાં આ મહાન કુંડ અને રાધાકૃષણની સગાઈનું વર્ણન છે.
ગોવર્ધન પર્વત ઉપાડવાની લીલા પછી બંનેની સગાઈ થઇ હતી. સગાઈ દરમિયાન રાધાના પિતા વૃષભાનું એ નંદબાબાને ભેંટના રૂપમાં મોતી આપ્યા. ત્યારે નંદબાબા ચિંતામાં પડી ગયા કે આટલા કિંમતી મોતી કેવી રીતે રાખવા.
શ્રી કૃષ્ણ ચિંતા સમજી ગયા. તેમને માં યશોદા સાથે ઝઘડો કરીને મોતી લઇ લીધા . ઘરની બહાર નીકળીને કુંડ પાસે જમીનમાં મોતી વાવી દીધા, જયારે યશોદાએ કૃષણને પૂછ્યું કે મોતી ક્યાં છે. ત્યારે તેમને આ વિષે જણાવ્યું.
નંદબાબા કૃષણના કાર્યથી નારાજ થયા અને મોતી જમીનમાંથી કાઢવા માટે માણસોને મોકલ્યા. જયારે માણસો ત્યાં પહોંચ્યા ત્યારે જોયું તો વૃક્ષ ઉગી ગયું હતું અને વૃક્ષ ઉપર મોતી લટકતા હતા. ત્યારે બળદગાડી ભરીને મોતી ઘેર મોકલ્યા. ત્યારથી કુંડનું નામ મોતીકુંડ પડી ગયું. માનવામાં આવે છે કે શ્રી કૃષ્ણ અને રાધા વચ્ચે સાંસારિક સંબંધ ન હતો, પરંતુ નંદગામનો આ મોતીકુંડ આજે પણ બંનેની સગાઈના સાક્ષી રૂપે છે.
આજે પણ વ્રજ 84 ગામની જાત્રા દરમિયાન અહીંયા લોકો મોતી જેવા ફળ લેવા આવે છે. આ ડોગર (પીલુ) નું વૃક્ષ છે. આખા વ્રજમાં અમુક જગ્યાએ જ આ વૃક્ષ છે, પરંતુ મોતી જેવા ફળ ફક્ત મોતીકુંડની પાસે રહેલ વૃક્ષોમાં જ જોવા મળે છે.