શરદી જુકામ હોય કે ત્વચાની જાળવણી, વરાળ લેવી એક ઉપયોગી પ્રક્રિયા છે. તે સારી અસરકારક છે, ઘણા સ્વાસ્થ્ય અને આરોગ્ય માટેના ફાયદા મેળવવા માટે તમને જરૂર ખબર હોવી જોઈએ વરાળ લેવાથી આ 5 ફાયદા થાય છે..
(1) શરદી જુકામ અને કફ થાય ત્યારે વરાળ લેવી રામબાણ છે. વરાળ લેવાથી ન માત્ર તમારી શરદી જ ઠીક થશે પણ ગળામાં જમા થયેલ કફ પણ સરળતાથી નીકળી શકે અને તમને કોઈ જાતની તકલીફ નથી થતી. વરાળ લો ત્યારે તરત જ બંદ નાક ખુલી જાય છે. વરાળ લેતી વખતે તેમાં અજમો અને વિક્સ નાખવાથી વધુ સારો ફાયદો થાય છે પણ ખાલી વરાળ લો તો પણ શરદી વખતે થયેલ માથા નો દુખાવો મટે છે.
(2) બ્યુટીશિયન પણ ખાસ ત્વચાની ખરાબી દુર કરીને અંદર સુધી ત્વચાને સાફ કરીને કુદરતી ચમક આપવા માટે વરાળ લેવડાવે છે આ એક એક સારી રીત છે. મેકઅપ બનાવટનો ઉપયોગ કર્યા સિવાય તમારી સ્કીનને ગ્લોઈંગ બનાવી શકાય છે.
(3) અસ્થમા જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ વરાળ લેવી ખુબ ફાયદાકારક સાબિત થાય છે. ડોક્ટર આવી પરિસ્થિતિમાં વરાળ લેવાની સલાહ આપે છે, જેથી દર્દીને રાહતનો શ્વાસ મળી શકે.
(4) ચહેરાની નિર્જીવ ચામડીને દુર કરીને કરચલીઓ ઓછા કરવા માટે નો આ એક સારો ઉપાય છે. તે તમારી ત્વચાને તાજગી આપે છે. જેનાથી તમે તાજામાજા લાગો છો. ત્વચાની નમી પણ જળવાઈ રહે છે.
(5) જો ચહેરા ઉપર ખીલ છે, તો મોડું ન કરો ચહેરાને વરાળ આપો. તેનાથી રોમછિદ્રોમાં જામી ગયેલી ગંદકી સરળતાથી નીકળી શકે અને તમારી ત્વચા ચોખ્ખી થઇ શકે છે.