Sunday, 1 October 2017

Blog No Baap

આજે વર્લ્ડ હાર્ટ દિવસ છે જાણો હ્રદય વિષે ૩૨ તથ્યો જે તમને કોઈએ નહિ જણાવ્યા હોય

હ્રદયને સંભાળીને રાખો, તે એક અમુલ્ય અંગ છે. આજે અમે તમને હ્રદય વિષે ગજબ રોચક તથ્ય બતાવવા જઈ રહ્યા છીએ.
૧. તમારું દિલ છેડા ઉપર નથી પણ છાતીની બરોબર વચ્ચે જ છે.
૨. તમારું દિલ એક વખત ધબકવાથી ૭૦ મિલી અને ૧ મિનીટ માં ૪.૭ લીટર અને આખા દિવસમાં લગભગ ૧૭૫૦ લીટર અને આખા જીવનમાં લગભગ ૧૬ કરોડ લીટર લોહી પંપ કરે છે. તે એક નળ નું ૪૫ વર્ષ સુધી ખુલો રહેવા બરોબર છે.
૩. તમારું દિલ શરીર માંથી અલગ થયા પછી પણ ત્યાં સુધી ધબકતું રહે છે જ્યાં સુધી જરૂરી પ્રમાણમાં ઓક્સીજન મળતું રહે. કેમ કે તેનું પોતાનું વિદ્યુત આવેગ (electrical impulse) હોય છે.
૪. ચાર અઠવાડિયાની પ્રેગ્નેસી પછી બાળકનું દિલ ધબકવાનું શરુ થઇ જાય છે.
૫. અત્યાર સુધીમાં કોઈ પણ માણસ ની સૌથી ઓછા ૨૬ ધબકારા પ્રતિ મિનીટ અને સૌથી વધુ ધબકારા ૪૮૦ પ્રતિ મિનીટ નોધવામાં આવ્યા છે.
૬. જેવું ગીત તમે સાંભળી રહ્યા છો તે મુજબ તમારા દિલના ધબકારા પણ બદલાય છે.
૭. રોજ તમારું દિલ એટલી શક્તિ ઉત્પન કરી શકે છે કે એક ટ્રકને ૩૨ કિલોમીટર સુધી ચલાવીને લઇ જઈ શકાય છે અને આખ જીવન માં ચાંદ ઉપર આવવા જવા બરોબર.
૮. એક તાજું જન્મેલ બાળકના ધબકારા સૌથી વધુ હોય છે (૭૦ -૧૬૦ bet/minute) ઘડપણમાં દિલના ધબકારા સૌથી ધીમા હોય છે (૩૦ -૪૦ bet/minute)
૯. તમારા દિલનું વજન ૨૫૦ થી ૩૫૦ ગ્રામ છે, તે ૧૨ સે.મી. લાંબુ, ૮ સે.મી. પહોળું અને ૬ સે.મી. ઉચું એટલે તમારા બન્ને હાથની મુઠી ના આકારનું હોય છે.
૧૦. તમારું દિલ એક મિનીટમાં ૭૨ વખત અને આખા દિવસમાં લગભગ ૧ લાખ વખત અને આખા જીવનમાં લગભગ ૨.૫ અબજ વખત ધબકે છે.
૧૧. હાર્ટ એટેક આવવાની શક્યતા સૌથી વધુ સોમવાર ની સવારે અને ક્રિસમીસ ના દિવસે જ આવે છે.
૧૨. પુરુષ અને સ્ત્રીઓ બન્નેમાં હાર્ટએટેક ના લક્ષણો જુદા જુદા હોય છે. એક પ્રેમ માં તૂટેલું દિલ પણ હાર્ટ એટેક જેવો અહેસાસ કરાવે છે.
૧૩. તમારું દિલ શરીરના બધા ૭૫ trillion cells ને લોહી મોકેલે છે માત્ર આંખમાં જોવામાં આવતી ફોનીયા સેલ સિવાય.
૧૪. દિલના ધબકારા થી જે ‘thump-thump’ નો અવાજ આવે છે, આ દિલમાં જોવા મળતી ૪ વાલ્વ ના ખુલવા અને બંધ થવાને લીધે જ બને છે.
૧૫. ૩૦૦૦ વર્ષ જૂના મમ્મી (સંગ્રહ કરેલા મૃત શરીર) માં પણ દિલની બીમારીઓ જોવામાં મળેલ છે.
૧૬. દિલનું કેન્સર ખુબ ઓછું થાય છે કેમ કે હાર્ટ સેલ્સ સમય સાથે ફેલાવાનું બંધ કરી દે છે.
૧૭. સ્ત્રીઓના દિલ ના ધબકારા પુરુષોના ધબકારા થી દર મીનીટે ૮ વધુ હોય છે.
૧૮. આપના શરીરની સૌથી મોટી ધમની ‘અરોટા’ જે દિલ માં જોવા મળે છે, જે મોટાઈ ગાર્ડન માં જોવા મળતી પાઈપ જેવી હોય છે.
૧૯. તમારું જમણું ફેફસું ડાબા ફેફસા કરતા આકારમાં નાનું હોય છે કેમ કે તેને દિલ ને જગ્યા આપવી પડે છે.
૨૦. કોફીન ડ્રગ ના સેવનની ટેવ વાળા માણસનું દિલ શરીરમાંથી બહાર કાઢ્યા પછી ૨૫ મિનીટ સુધી ધબકતું રહી શકે છે. electric currnt (ECG)
૨૧. જો આપણું દિલ શરીરની બહાર લોહીને દબાણ કરે તો તે લોહીને ૩૦ ફૂટ ઉપર ઊંચું કરી શકે છે.
૨૨. Love ને Denot કરવા માટે “Hart Symbol” નો પ્રયોગ ઈ.સ. ૧૨૫૦ થી થઇ રહ્યો છે. પરંતુ કેમ થઇ રહ્યો છે તે કોઈને ખબર નથી.
૨૩. દિલ ની બીમારીમાં સૌથી વધુ લોકો ‘તુર્કમેનીસ્તાન’ માં મરે છે, દર વર્ષે ૧ લાખ માં ૭૧૨ લોકો.
૨૪. દિલ થી electric currnt (ECG) ને માપવા વાળા મશીનની શોધ ૧૯૦૩ માં ‘Willem Einthoven’ એ કરી હતી
૨૫. સેક્સના સમયે હાર્ટ એટેક આવવો ખુબ જ રેર છે, તેમાંથી ૭૫ % ત્યારે આવે છે જયારે કોઈ પુરુષ તેની પત્નીને દગો આપતો હોય.
૨૬. ઈતિહાસ : ૧૮૯૩ માં પહેલી સફળ હાર્ટ સર્જરી થઇ. ૧૯૫૦ માં પહેલી સફળ કૃત્રિમ વાલ્વ નાખવામાં આવ્યો. ૧૯૬૭ માં પહેલી વખત કોઈ માણસનું દિલ બીજા માણસમાં નાખવામાં આવ્યું. ( તે માણસ ૧૮ દિવસ સુધી જીવ્યો હતો) અને ૧૯૮૨ માં પહેલું સ્થાઈ કૃત્રિમ દિલ નાખવામાં આવ્યું.
જાનવરો ના દિલ વિષે જાણવા જેવી વાતો.
૨૭. ઓકટોપસ ને ત્રણ દિલ હોય છે. ‘Hibernating Groundhog’
૨૮. શરીરના આકાર મુજબ કુતરાનું દિલ સૌથી મોટું હોય છે.
૨૯. ‘પાઈથન’ (સાપ) નાદીલ નો આકાર ખાતી વખતે મોટું થઇ જાય છે.
૩૦. જાનવરોમાં સૌથી નાનું દિલ ‘ Fairy Fly’ (તતૈયા જેવું) નું હોય છે જેની લંબાઈ ૦.૦૨ સે,મી. હોય છે.
૩૧. ‘ Etruscan Shrew’ (મલેશિયા અને બીજા અન્ય દેશોમાં ઉંદર ની એક જાતી) નું દિલ સૌથી વધુ ૧૫૧૧ ધબકારા પ્રતિ મીનીટના અને ‘Hibernating Groundhog’ (નોર્થ અમેરિકાની એક પ્રકારની ખિસકોલી) ના દિલ સૌથી ઓછા પાચ ધબકારા પ્રતિ મિનીટ નોંધવામાં આવ્યા છે.
૩૨. બ્લુ વ્હેલ માછલી નું દિલ એક કાર જેટલું મોટું અને ૫૯૦ કિલોગ્રામ વજન હોય છે. તે બધા જીવોમાં સૌથી મોટું છે.

Blog No Baap

About Blog No Baap -

Since 2016 BlogNoBaap has been bringing you the very best in all types of web resources. Posted daily, and delivered straight to your inbox each morning.

Subscribe to this Blog via Email :