ભારત એક એવો દેશ છે જ્યાં ઘણી જાતિના લોકો રહે છે. તેના કારણે જ આપણો દેશ દરેક તહેવારને ખુબ હર્ષ અને ઉલ્લાસ સાથે મનાવવામાં આવે છે. દિવાળી ભારતનો સૌથી મોટો તહેવાર છે. દિવાળી ની બધા આતુરતાથી રાહ જુવે છે. તે દિવસે ધનની દેવી લક્ષ્મી અને ગણેશની પૂજા થાય છે. દિવાળી આવતા પહેલા જ લોકો પોતાના ઘરની સાફ સફાઈ કરવાનું શરુ કરી દે છે તેમને થાય છે કે આવું કરવાથી લક્ષ્મી માતા તેનાથી ખુશ થઇ જશે અને તેમને આશીર્વાદ આપશે.અને ખરેખર એ ઘર માં લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે.
દિવાળીના બરોબર બે દિવસ પહેલા ધન તેરસ નો તહેવાર મનાવવા માં આવે છે. ધન તેરસનું હિંદુ ધર્મ માં ખુબ જ વધુ મહત્વ છે તે દિવસે લક્ષ્મી, ગણેશ અને ધન ના દેવતા કુબેર ની પૂજા કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે ધન તેરસ ના દિવસે કોઈ પણને ઉધાર દેવાથી બચવું જોઈએ. જો તમે ભૂલ થી પણ કોઈને પૈસા ઉધાર આપી દેશો તો તો તમારી પાસે કોઈ દિવસ પૈસા ટકશે જ નહી.
આમ તો ધન તેરસ તમારા પૈસાને ૧૩ ગણા વધારવાનો દિવસ છે. જુના જમાનાની એવી માન્યતા છે કે ધન તેરસ ના દિવસે સોના ચાંદીના વાસણ ખરીદવું ખુબ શુભ હોય છે. પૈસાદાર લોકો તે દિવસે સોના અને ચાંદીના સિક્કા ખરીદે છે જે મધ્યમ વર્ગના લોકો તે દિવસે વાસણ ખરીદીને જ સંતોષ મનાવે છે. આજે અમે તમને જણાવસુ તે 12 વસ્તુઓ જેને જો તમે ધન તેરસમાં ખરીદો છો તો તમે એક દિવસમાં બની શકો છો રંકમાંથી રાજા.
આમ તો ધન તેરસ ને દિવસે તમારે સોના ચાંદી સિવાય તે દિવસે ફૂલ સાવરણી પણ ખરીદવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે સાવરણી ખરીદવાથી તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને તમારી ઉપર તેમની કૃપા બની રહે છે.
આ દિવસે આયુર્વેદ નાં દેવતા ધન્વન્તરી જી નો જન્મ દિવસ મનાવવા માં આવે છે. આપડું સ્વાસ્થ્ય પણ ધન થી ઓછુ નથી એટલે સ્વાસ્થ્ય સારું રહે એ જ મોટું ધન છે.
વાસ્તુ શાસ્ત્ર મુજબ ધનતેરસ નાં દિવસે આ 12 વસ્તુ માંથી કાઈ ખરીદો, તો ૧૫ હાજર ગણું તમારું ભાગ્ય પ્રબળ થાય છે.
૧)ગણેશ લક્ષ્મી ની મૂર્તિ
૨)ધાતુ નો સમાન એટલે કે સોનું,ચાંદી,પિત્તળ, નાં વાસણ
૩) સ્ફટિક નું શ્રી યંત્ર દિવાળી નાં સાંજે લક્ષ્મી પૂજન માં પૂજન કરો
૪) સાવરણી
૫) કોડી લક્ષ્મી પૂજન માં એનું પણ પૂજન કરો
૬) શંખ દિવાળી માં પૂજન વખતે વગાડો
૭) મીઠું, દિવાળી નાં દિવસે મીઠા નાં પાણી થી પોતું કરો
૮) ધાણા
૯) કુબેર ની મૂર્તિ કે ફોટો
૧૦) ગોમતી ચક્ર
૧૧) સાતમુખી રુદ્રાક્ષ લક્ષ્મી પૂજન માં એનું પણ પૂજન કરો
12) દીવો