તમને આ જાણીને આશ્ચર્ય થશે કે આપણા દેશમાં ૨૦૦૦ થી વધુ વનસ્પતિઓ ના પાંદડાથી તૈયાર કરાતી પાંદડાની પ્લેટો અને તેનાથી થનારા લાભો ના વિષયમાં પારંપરિક ચિકિત્સકીય જ્ઞાન ઉપલબ્ધ છે પરંતુ આપણે પાંચ પ્રકારની વનસ્પતિઓનો જ ઉપયોગ આપણી દિનચર્યા માં કરીએ છીએ. સામાન્ય રીતે કેળાના પાંદડામાં ખાવાનું પીરસવામાં આવે છે. પ્રાચીન ગ્રંથોમાં કેળાના પાંદડા પર પીરસેલા ભોજનને સ્વાસ્થ્ય માટે લાભદાયક જણાવેલું છે. આજકાલ મોંઘા હોટલ અને રિસોર્ટમાં પણ કેળાના પાંદડા નો આ પ્રયોગ થવા લાગ્યો છે.(સાઉથ માં લગભગ દરેક જગ્યાએ કેળ ના પાંદડા પર ભોજન પીરસાય છે)
નીચે ચિત્રમાં સોપારીના પાંદડામાંથી બનાવેલી પ્લેટો, વાટકીઓ અને ટ્રે છે, જેમાં ભોજન કરવું સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ લાભદાયક છે. જેને પ્લાસ્ટિક, થર્મોકોલ ના વિકલ્પમાં ઉતાર્યું છે કારણકે થર્મોકોલ અને પ્લાસ્ટીકના ઉપયોગથી સ્વાસ્થ્યને ખુબ નુકશાન પણ થઇ રહ્યું છે.
પલાશના પાંદડાની પ્લેટમાં ભોજન કરવાથી સોનાના વાસણમાં ભોજન કરવાનું પુણ્ય અને આરોગ્ય મળે છે. તથા કેળાના પાંદડાની પ્લેટમાં ભોજન કરવાથી ચાંદીના વાસણમાં ભોજન કરવાનું પુણ્ય અને આરોગ્ય લાભ મળે છે.
લોહીની અશુદ્ધતા થી થતા રોગો માટે પલાશમાંથી બનતી પાંદડાની પ્લેટો ને ઉપયોગી માનવામાં આવે છે. પાચનતંત્ર સંબંધિત રોગો માટે પણ આનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે લાલ ફૂલોવાળા પલાશને આપણે જાણીએ છીએ પણ સફેદ ફૂલો વાળા પલાશ પણ ઉપલબ્ધ છે. આ દુર્લભ પલાશમાંથી બનતી પાંદડાની પ્લેટો બવાશીર (પાઈલ્સ) ના દર્દીઓ માટે ઉપયોગી માનવામાં આવે છે.
સાંધાના દુખાવા માટે કરંજ ના પાંદડા માંથી બનતી પ્લેટો ઉપયોગી માનવામાં આવે છે. જુના પાંદડાને નવા પાંદડાની સરખામણી માં વધારે ઉપયોગી માનવામાં આવે છે. લકવો (પેરાલીસીસ) થાય ત્યારે અમલતાસ ના પાંદડામાંથી બનતી પ્લેટો ઉપયોગી માનવામાં આવે છે.
પાંદડાની પ્લેટોમાં ભોજન કરવાથી થનારા અન્ય લાભ:
૧. સૌથી પહેલા તો તેને ધોવી નહિ પડે, તેને આપણે સીધી માટીમાં દાટી શકીએ છીએ.
૨. પાણીનો બગાડ થશે નહિ.
૩. કામવાળી પણ રાખવી પડશે નહિ, માસિક ખર્ચ પણ બચશે.
૪. કેમિકલનો ઉપયોગ પણ કરવો પડશે નહી.
૫. કેમિકલ દ્વારા શરીરને આંતરિક હાની પણ પહોચશે નહિ.
૬. વધુમાં વધુ વૃક્ષ ઉગાડવામાં આવશે, જેનાથી ઓક્સીજન પણ વધારે મળશે.
૭. પ્રદુષણ પણ ઘટશે.
૮. સૌથી મહત્વપૂર્ણ વપરાયેલી પાંદડાની પ્લેટોનો એક જગ્યાએ દાટવાથી, ખાતરનું નિર્માણ કરી શકાય છે, અને માટીની ઉપજાઉ ક્ષમતા ને પણ વધારી શકાય છે.
૯. પાંદડાની પ્લેટો બનાવવા વાળા ને પણ રોજગાર મળશે.
૧૦. સૌથી મુખ્ય લાભ, તમે નદીઓને દુષિત થવાથી ખુબ જ મોટા પાયે બચાવી શકો છો, જેમ કે તમે જાણો જ છો કે જે પાણી તમે વાસણ ધોવામાં ઉપયોગ કરી રહ્યા છો તે કેમિકલવાળું પાણી, પહેલા ગટરમાં જશે, પછી આગળ જઈને નદીઓમાં જ છોડી દેવામાં આવેછે. જે જળ પ્રદુષણ રોકવા માં તમને સહભાગી બનાવે છે.
આજકાલ દરેક જગ્યાએ ભંડારો, લગ્ન, બર્થડે પાર્ટીઓમાં ડીસ્પોઝલ ની જગ્યાએ આ પાંદડાની પ્લેટોનો ઉપયોગ વધી રહ્યો છે અને ખાસ પ્લાસ્ટિક ની જગ્યાએ આવી ડીશો નો જ ઉપયોગ કરો એવી તમને વિનંતી છે. પહેલા ના લગ્નો માં પતરાવડા માં જ જમાડતા આ પ્લેટો તમારા ઓર્ડર બાદ તમારા સુધી પહોચી જશે.