શેરડીનો રસ ખુબ જ આરોગ્યવર્ધક અને ગુણકારી પીણું છે, તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, આયરન, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા જરૂરી પોષક તત્વો મળી આવે છે. તેનાથી હાડકા મજબુત બને છે અને દાંતોની સમસ્યા પણ ઓછી થાય છે. શેરડીના રસના તે પોષક તત્વો લોહીના પ્રવાહને પણ બરોબર રાખે છે. અને તે રસમાં કેન્સર અને મધુમેહ જેવા ગંભીર બીમારીઓ સામે લડવાની શક્તિ પણ હોય છે.
હ્રદય રોગો થી બચાવ
આ રસ હ્રદય ની બીમારીઓ જેવા હાર્ટ એટેક માટે પણ બચાવનાર છે. શેરડીના રસના કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લીસરાઈડનું સ્તર નીચું રાખે છે. આ રીતે ધમનીઓમાં ફેટ જામવા અને હ્રદય અને શરીરના અંગોની વચ્ચે લોહી નો પ્રવાહ સારો રહે છે.
વજન ઓછું કરવામાં ઉપયોગી
શેરડીનો રસ કુદરતી સાકર પહોચાડી ને ખરાબ કોલેસ્ટ્રોલ ને ઓછું કરીને તમારું વજન ઓછું કરવામાં ઉપયોગી થાયછે. આ રસમાં ભળી જાય તેવા ફાઈબર હોવાને કારણે વજન સંતુલિત રહે છે. શેરડીના એન્ટી ઓક્સીડેટ્સ સંક્રમણ નો સામનો કરવામાં મદદ કરે છે, સાથે જ શરીરની પ્રતિરક્ષા ની કામગીરીને વધારવામાં ફાયદાકારક છે. તે પેટના સંક્રમણ ને રોકવામાં અને કબજિયાતના ઉપચારમાં સહાયક બને છે. તેમાં રહેલ પોટેશિયમને કારણે પાચન સારું થાય છે.
કેન્સરથી બચાવ
શેરડીના રસમાં કેલ્શિયમ, પોટેશિયમ, આયરન અને મેગ્નેશિયમ નું પ્રમાણ તેના સ્વાદને ક્ષારવાળી બનાવે છે, આ રસમાં રહેલા તત્વો આપણેને કેન્સરથી બચાવે છે. શેરડીના રસમાં ઘણી જાતના કેન્સરનો સામનો કરવામાં સહાયક છે. બ્રેસ્ટ કેન્સરનો સામનો કરવામાં પણ તેને કારગર માનવામાં આવે છે.
પાચનને બરોબર રાખે છે
શેરડીના રસમાં પોટેશિયમ વધુ પ્રમાણમાં હોવાથી તે શરીરના પાચનતંત્ર માટે ખુબ જ ફાયદાકારક છે. આ રસ પાચન યોગ્ય રાખવાની સાથે સાથે પેટને સંક્રમણ થવાથી બચાવે છે. શેરડીનો રસ કબજિયાતની સમસ્યાને પણ દુર કરે છે.
ત્વચામાં નીખાર લાવે છે
શેરડીના રસમાં અલફા હાઈડ્રોકસી એસીડ (AHAs) પદાર્થ હોય છે, જે ચામડી ને લગતી તકલીફોને દુર કરે છે અને તેમાં કસાવ લઈને આવે છે. AHA ફોડકાઓ થી પણ રાહત આપે છે, ત્વચાના ડાઘ ઓછા કરે છે, ત્વચાની નમી આપીને જગ્યા ઓછી કરે છે. શેરડીના રસને ત્વચા ઉપર લગાવો અને સુકાયા પછી પાણીથી ધોઈ લો. બસ આટલો પ્રયાસ કરવાથી તમારી ત્વચા ખીલેલી ચોખ્ખી જોવા મળશે.
તો હવે ક્યારેય બહાર સાંજે બપોરે નીકળો તો સોડા જેવા હાનિકારક પીણા ને બદલે શેરડી નો રસ જરૂર પીજો ટેસ્ટી હેલ્ધી પીણું છે જે ખેડૂતો થી લઇ ને કેટલાય લોકો ને રોજગાર પણ આપશે