Wednesday, 27 September 2017

Blog No Baap

સોના ના વિમાન નાં માલિક સુલતાને એક ની એક દીકરી ને કરિયાવર માં આપ્યા ૩૦૦ રૂપિયા


મલેશિયાની જોહોર રાજ્યના સુલતાન ઇબ્રાહિમ ઇસ્માઇલ ઇબની અલમરહમ સુલતાન ઇસ્કાન્દર અલ હજની એક માત્ર પુત્રીએ એક સામાન્ય માણસ સાથે લગન કરી લીધા છે.

હા જી, સોનાના વિમાનમાં સફર કરવા વાળા અરબો રૂપિયાની ધનદૌલતના મલિક સુલતાન ઈબ્રાહીમની પુત્રી તુંકૂ તુન અમીનાહ મૈમુનાહ ઇસ્ક્નદરિયાહ એ 14 ઓગસ્ટે મલેશિયાની એક પ્રોપર્ટી ડેવલપમેન્ટ ફર્મ નાં માટે કામ કરવાવાળા ડચ મૂળના ડેનિસ મુહમ્મદ અબ્દુલ્લાહ સાથે લગ્ન કરી લીધા. જોવાની વાત એ છે કે અરબો રૂપિયાની દૌલત હોવા છતાં આ લગ્નમાં કરિયાવર ની રકમ માત્ર 300 રૂપિયા રાખેલી હતી.


જાહોરના 25 માં સુલતાન ઇબ્રાહિમ મલેશિયાના સૌથી હિંમતવાન સુલતાનોમાંથી છે અને મલેશિયાની આર્મીના કર્નલ ઈન ચીફ છે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર સુલતાન લગભગ 102 અરબ રૂપિયાની દૌલતના માલિક છે. આ પરિવારની પોતાની આર્મી છે, જેના કારણ જાહોર માલેસીયાનું એકમાત્ર એવું રાજ્ય છે, જેની પાસે અંગત મિલિટ્રી છે.
સુલતાનનું મૂળ નિવાસસ્થાન, જ્યાં થયા લગ્ન … સોનાના વિમાનમાં કરે છે સફર.

સુલતાન ઇબ્રાહિમ એક સોનાથી મઢેલા વિમાનના પણ મલિક છે, જેની કિંમત 641 કરોડ રૂપિયાથી પણ વધારે છે. તેઓ એક ટેલીકોમ્યુનીકેશન કંપનીના પણ માલિક છે. તેઓ એક ભવ્ય ત્રણ માળનાં મકાનના પણ માલિક છે જેને તેમણે 4,170 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.


લગ્નમાં બધી રસમો નિભાવવામાં આવી હતી. જાહોરમાં મુસ્લિમોની સદીઓ જૂના લગ્નની રસમોને ચાલુ રાખતા સુલતાને પોતાની પુત્રીના માટે 22.5 રીંગીટ એટલે લગભગ 300 રૂપિયાની કરિયાવરની નક્કી કરેલી રકમ આપી. તુંકૂ તુન સુલતાનની 6 સંતાનોમાં એકમાત્ર પુત્રી છે.

બંનેની ત્રણ વર્ષ પહેલા મલેશિયાના એક કેફેમાં મુલાકાત થઇ હતી. તે સમયે ડેનિસ સિંગાપુરમાં ટેમ્પાઈન્સ રોવર્સ ફૂટબોલ ક્લબના માર્કેટિંગ મેનેજર તરીકે કામ કરતા હતા. ડેનિસે 2015માં ઇસ્લામ સ્વીકાર કરી લીધું અને તે ડેનિસ વર્બાસથી ડેનિસ મુહમ્મદ અબ્દુલ્લાહ બની ગયા.


ડેનિસ નેધરલેન્ડના એક નાના શહેર માં રહે છે. તેની પહેલા તે મોડલ અને સેમી-પ્રોફેશનલ ફૂટબોલર પણ રહી ગયા છે. તેમના પિતાની ફૂલો ની દુકાનછે તે તેમાં કામ કરતો. અને માતા કપડાંની દુકાનમાં કામ કરે છે.

Blog No Baap

About Blog No Baap -

Since 2016 BlogNoBaap has been bringing you the very best in all types of web resources. Posted daily, and delivered straight to your inbox each morning.

Subscribe to this Blog via Email :