Saturday, 30 September 2017

Blog No Baap

ભારત ના ચમત્કારિક ધાર્મિક સ્થાનો નો પ્રભાવ મગરમચ્છ વેજીટેરીયન બની ગયો ખાય છે પ્રસાદ


ભારતમાં એવા ઘણા સ્થાનો છે જેના રહસ્યો આજે પણ અકબંધ છે. એવું એક રહસ્ય છે કેરલ ના અનંતપુરમ મંદિર, જેની રક્ષા કરે છે મગરમચ્છ. આ મગરમચ્છ ની ખાસ વાત એ છે કે તે સંપુર્ણ શાકાહારી છે અને ફક્ત પ્રસાદ જ ખાય છે. આ મંદિર ભગવાન વિષ્ણુ નું છે.


‘બબિઆ’ નામથી પ્રખ્યાત છે

કેરલ નું અનંતપુરમ મંદિર દુનિયાભરમાં મંદિરની રખેવાળી કરવાવાળા એક મગરમચ્છ ના કારણે ચર્ચામાં છે. ‘બબિઆ’ નામના મગરમચ્છ થી પ્રખ્યાત આ મંદિર માં તે માન્યતા છે કે જયારે આ ઝીલ માં એક મગરમચ્છ નું મૃત્યુ થાય છે તો રહસ્યમયી રીતે બીજો મગરમચ્છ પ્રગટ થઇ જાય છે,


પુજારીઓના હાથથી ખાય છે પ્રસાદ

‘બબિઆ’ મગરમચ્છ અનંતપુર મંદિર નું ઝીલ માં લગભગ ૬૦ વર્ષ થી રહ્યો છે ભગવાનની પૂજા પછી ભક્તો દ્વારા ચડાવેલ પ્રસાદ બાબિઆને ખવરાવવામાં આવે છે. પ્રસાદ ખવરાવવાની અનુમતિ ફક્ત મંદિરના સંચાલક ના લોકોને છે. માન્યતા છે કે આ મગરમચ્છ સંપૂર્ણ શાકાહારી છે અને પ્રસાદ તેના મોઢામાં નાખીને ખવરાવવામાં આવે છે.


મરવાના બીજે દિવસે જીવતો મળ્યો

માનવામાં આવે છે કે ૧૯૪૫ માં એક અંગ્રેજ સિપાઈ એ તળાવમાં મગરમચ્છ ને ગોળીથી મારી નાખ્યો અને અવિશ્વસનીય રીતે બીજા જ દિવસે તે મગરમચ્છ ઝીલમાં તરતો જોવા મળ્યો. થોડા દિવસો પછી અંગ્રેજ સિપાઈ નું સાપ કરડવાથી મૃત્યુ થઇ ગયું. લોકો તેને સાપના દેવતા અનંતનો બદલો માને છે. માનવામાં આવે છે કે જો તમે નશીબદાર છો તો આજે પણ આ મગરમચ્છ ના દર્શન થઇ જાય છે.

૭૦ થી વધુ ઔષધિઓ થી બની છે આ મંદિર ની ભગવાન વિષ્ણુ ની મૂર્તિ

આ મંદિર ની મૂર્તિઓ ધાતુ કે પત્થરની નથી પરંતુ ૭૦ થી વધુ ઔષધિઓ ની સામગ્રી માંથી બનેલી છે, આ પ્રકારની મૂર્તિઓને ‘કાદુ શર્કરા યોગમ’ ના નામથી ઓળખવામાં આવે છે.

આમ તો ૧૯૭૨ માં આ મૂર્તિઓ ને પંચલોહ ધાતુની મૂર્તિઓ થી બદલી નાખવામાં આવી હતી, પરંતુ હવે તેને બીજી વખત ‘કાદુ શર્કરા યોગ’ ના રૂપમાં બનાવવામાં માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

આ મંદિર તિરુઅનંતપુરમ ના અનંત પદ્મનાભ સ્વામી નું મૂળ સ્થાન છે. સ્થાનિક લોકો ને વિશ્વાસ છે કે ભગવાન નો અહિયાં આવીને જ સ્થાપિત થયા છે.

Blog No Baap

About Blog No Baap -

Since 2016 BlogNoBaap has been bringing you the very best in all types of web resources. Posted daily, and delivered straight to your inbox each morning.

Subscribe to this Blog via Email :