મધ્યપ્રદેશ સહીત દેશ માં દરેક જગ્યાએ નીલ ગાય, જંગલી જાનવર ખેતરોમાં ઉભા પાકને નષ્ટ કરી દે છે. ખેડૂતો માટે જંગલી જાનવર હંમેશા ચિંતાનો વિષય બનતો હોય છે. એવામાં પ્રદેશ સરકાર એ સોલાર પાવર ફેસીંગ મશીન યોજના લાવી છે,
પરંતુ પ્રદેશના કેટલાક ખેડૂતો પાસે સોલાર પાવર ફેસીંગ લગાવવા માટે પૂરતા રૂપિયા રહેતા નથી, આ કારણ થી તે આ મશીન લગાવવા સમર્થ નથી, પરંતુ ધાર જિલ્લાના ખીલેડી ગામના ખેડૂત વિનોદ ખોખરે એક નવું સંશોધન કર્યું છે. તેમણે એક એવું યંત્ર બનાવ્યું છે, જેના અવાજ થી જંગલી જાનવરો ભાગી જાય છે.
હવાથી ચાલતો પંખો લગાવ્યા બાદ ખેતરની આજુબાજુ હવે કોઈ જાનવર આવતું નથી
ખેડૂત વિનોદ ખોખરે ખેતરમાં મકાઈ વાવી છે. તેમાં હવે ભુટ્ટા પણ આવી ગયા છે. એવામાં જંગલી જાનવરો રાત અને દિવસ પાકને નુકશાન પહોંચાડવા ખેતરોમાં ઘુસી જાય છે, આ હવા થી ચાલતો પંખો લગાવ્યા બાદ ખેતરની આસપાસ કોઈ આવતું નથી.
ખેડૂત ખોખરે ભંગાર માંથી આ જુગાડ બનાવ્યો છે, જેનાથી તે ઉપયોગી યંત્ર બની શકે. તેમણે ભંગારમાં પડેલ સાયકલનું પૈડું અને એક્સલ લીધું.
જુના કુલરના પંખા ની બરોબર પાછળ એક ડબ્બો લગાવીને તેને નટ થી પેક કરી દીધું. જેનાથી તે હવાથી ચાલતો પંખો તૈયાર કરી તેને ખેતરમાં લગાવ્યો. જેટલી ઝડપથી હવે ચાલે છે તેમ પંખો ચાલે છે તો નટ ડબ્બાથી અથડાય છે અને જોર જોરથી અવાજ આવે છે.
અવાજ આવવાથી ખેતરોમાં પાક ને નુકશાન પહોંચાડવા વાળા પક્ષી અને કેવાય છે ખાસ કરીને રોઝડા ભાગી જાય છે. એટલે કે ભંગારના સામાનથી તૈયાર કરેલ આ પંખા ખેતરમાં કાંગ ભગોડા નું કામ કરે છે.