ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ કરનાલ ખાતે રીજનલ સેન્ટરના વિદ્વાન વેજ્ઞાનિક ડૉ. વીરેન્દ્ર લાઠર મુજબ હરિયાણા ચણા નંબર5 (HC-5) ખેડૂતો માટે આશીર્વાદ રૂપ બની શકે છે. તેને ઘઉં ની જેમ જ નવેમ્બરમાં વાવવામાં આવે છે અને એપ્રિલના પહેલા અઠવાડિયા માં તેની સાથે જ કાપણી કરી શકો છો. કેમ કે ચણાનો પાકની લંબાઈ ઘઉંના પાકની જેમ જ હોય છે.
તેવામાં સાથે જ કાપણીમાં કોઈ પણ રીતે તકલીફ પડતી નથી. વેજ્ઞાનિકો મુજબ નવેમ્બરમાં વાવણી દરમિયાન પ્રતિ એકર ૨૦ કિલોગ્રામ બીજ ની જરૂર રહે છે. ઉત્પાદન ૯ થી ૧૦ ક્વિન્ટલ સુધી થાય છે. સરકાર અને વેપારીયો ની દાનત સારી હોય તો ચણા ૪૫૦૦ થી ૫૦૦૦ રૂપિયા ક્વિન્ટલ દીઠ બજારમાં સરળતાથી વેચાઈ જાય છે. ૧૦૦ ચણાનું વજન ૧૬ ગ્રામ હોય છે. લંબાઈ ઘઉં ના પાકની જેમ ૮૫ સે.મી. સુધી હોય છે.
પરંપરાગત ખેતી કરવાવાળા ખેડૂતોને થોડું અલગ કરવાની જરૂર છે, નહી તો ખેતી નુકશાનીનો સોદો બનીને રહી જશે. કરનાલ જીલ્લાના રંબા ગામમાં ખેડૂતે ૧૫ એકરમાં ચણાનો પાક વાવ્યો છે. તે બીજાની સાથે જ કાપણી કરાવશે. ચણાનો પાક લઈને તે સમર મગ ઉગાડશે. પંજાબના કપૂરથલાના ખેડૂતોનું કહેવું છે કે તે ચણાની વાવણી થી ખેતરમાં ખાતર નાખવાની જરૂર નથી પડતી. એટલું જ નહી જમીનની ઉત્પાદન શક્તિ પણ જળવાય રહે છે.
ઉત્પાદન પણ ખુબ જ મળે છે અને બજારની માંગ મુજબ જ તેઓ ચણા વાવી રહ્યા છે. ઘણા ગ્રાહક તો એવા છે જે ખેતરમાંથી જ ચણા ખરીદીને લઇ જાય છે. ખેડૂતોનું કહેવું છે કે પરંપરાગત ખેતી કરતા રહેશે તો એક દિવસ ખેતી છોડવા માટે મજબુર થવું પડશે. એટલા માટે દરેક ખેડૂતે થોડું અલગ કરવાની જરૂર છે. જો તે પણ થાય તો ઓછામાં ઓછું કઠોળ ની ખેતી કરીને પણ નફો મેળવી શકાય છે.
રંબા ગામના પ્રગતિશીલ ખેડૂત રઘબિંદ્ર સિહ મુજબ તેમણે પહેલી વાર ૧૫ એકરમાં ચણા વાવ્યા છે. પાક ખુબ સારો છે. ઘણાં વેપારી તેને કાચા જ ખરીદવા આવ્યા હતા, પરંતુ તેમણે ન આપ્યા. ચણામાં એક ખાસ વાત એ છે કે તેની બ્રાંચ નીચેની બાજુ નથી થતી. ઘઉંના પાકની જેમ સાથે જ તેને કાપી શકે છે. કમ્બાઇન પદ્ધતિમાં ફેરફાર ની જરૂર નથી.