Thursday, 21 September 2017

Blog No Baap

જાણો આપણા પૂર્વજો ની શોધ ખાટલા નું વિજ્ઞાન, ખાટલા માં સુવા નાં સ્વાસ્થ્ય લાભ જરૂર વાંચજો


આધુનકતા ના વિકાસ ની ભેટ ફક્ત જીવ જંતુઓ, કેટલાય પ્રકાર મી વનસ્પતિયોં, ને પર્યાવરણ જ નથી ચડ્યું પણ આપણ ને નિરોગી રાખતો કેટલોય સામાન પણ ભેટ ચડી ગયો છે. અને એમાં એક છે મહાન ભારતીય ખોજ ખાટલો.

ખાટલા સાથે જોડાયેલ કેટલાય કિસ્સા,વર્તા,લોકગીતો હશે જે અંગ્રેજી ભણેલા લોકો ની કલ્પના માં પણ નહિ આવે.
ખાટલો સુવા માટે સર્વોત્તમ શોધ છે જે આપડા પૂર્વજો ની શોધેલી હતી. પરાજિત દેશો ની સભ્યતા પણ વિજેતા દેશો ની દરેક સારી ખરાબ વસ્તુઓ ની નકલ કરે છે.

આ લેખ મા વાત કરીશુ ખાટલા ના અદભુત વિજ્ઞાન ની એના સ્વાસ્થ્ય અને રોજગાર થી સંબન્ધ ની

આપણા પૂર્વજો ને લાકડું કાપતા ચીરતાં નહોતું આવડતું શું? ડબલ બેડ શું છે? ડબલ બેડ બનાવવો કોઈ રોકેટ સાયન્સ છે? લાકડા ના ચાર પાટિયા પાર ચાર ખીલી જ લગાવવા ની છે. પણ ખાટલો બનાવવા અને એને ભરવો એક વિજ્ઞાન છે. એમાં મગજ વાપરવું પડે. ખાટલો ભરવો એ ખુબ જ માઈન્ડ અને શારીરિક મુશ્કેલ કામ છે.

ખાટલા ને આપણે સૌ જાણીયે છીએ બસ હવે એને બહુ ઓછા ઘર માં રાખે છે. જ્યારે આપણે સુઈયે ત્યારે લોહી નો પ્રવાહ માથા કે પગ ના બદલે લોહી પેટ તરફ વધુ જવું જોઈએ કારણ કે પેટ માં પાચન ક્રિયા ત્યારે પણ ચાલુ હોય છે. એટલે કે સૂતી વખતે પણ આપણ ને સ્વાસ્થ્ય લાભ પહોંચાડે તો એ એકમાત્ર ખાટલો જ છે.

દુનિયામાં જેટલી પણ મન ગમતી આરામ ખુરશીઓ જોઈ લો તેમાં પણ ખાટલા ની જેમ જ માથું અને પગ બન્ને ને ઉપર ને પેટ ને નીચે રાખતા જોવા મળશે. ખાટલા ઉર સુવા વાળા ને કમરનો દુઃખાવો કે સાંધાનો દુઃખાવો પણ નથી થતો.. ખાટલા ના પાયા તે મુજબ બનાવવામાં આવે છે કે તેની ઉપર કીડીઓ કે સાંપ, વીંછી કે અન્ય ઝેરીલા પ્રાણીઓ ચડી ન શકે.

આજે દરેક ઘરમાં ડબલ બેડ ઘુસી ગયા છે ને તે પણ ઘણી બીમારીઓનું ઘર છે. ડબલ બેડની નીચે દિવસે પણ અંધારું રહે છે. તેમ જ ત્યાં સાફ સફાઈ પણ સારી રીતે નથી થઇ શકતી.હવે પહેલા કરતા ઘણી વધુ બીમારીઓ થાય છે કેમ કે આજકાલ તાપમાન કે હવામાં ભેજની માત્રા કોઈ પણ જીવ જંતુ માટે જીવવા સારી સ્થિતિ ઉભી કરી દે છે અને ડબલ બેડ ની નીચેના અંધારું તેને વધુ સારી સુવિધા આપે છે..

આપણે સવારે ઉઠ્યા પછી આપણો ખાટલો ઉભો કરી દેતા હોઈએ છીએ. અને બિસ્તરો પણ વાળીને મૂકી દઈએ છીએ ખાટલાની જગ્યાએ સૂર્ય પ્રકાશ કે કુદરતી પ્રકાશ પડ્યા કરે છે જે કે વિશ્વ નો સર્વોત્તમ અને સૌથી સસ્તો વિષાણું નાશક છે, સાથે ત્યાં બુહારી પણ સારી રીતે નીકળી જાય છે.


ખાટલાનો દીકરો ખાટલી ની વાત કરવી પણ જરૂરી છે કેમકે બાળકો કે ઘરડા ની તો આ હળવી ફૂલ જેવી ખાટલી હોય છે. જ્યાં મરજી ત્યાં ઉપાડી અને જ્યાં મરજી ત્યાં ઢાળી દીધી.

ખાટલો, ખાટલી, પીઢ ,ડરી કે બિસ્તરો થી જોડાયેલ એક ખુબ જ મોટું સ્વાસ્થ્ય વર્ધક સ્વદેશી ધંધો હતો, સુદ્ધ ઇકો ફ્રેન્ડલી જો કે તે પોતાની અંતિમ શ્વાસ લઇ રહ્યા છે, પાયા,બાહી,વાણ વટી નો ખાટલો ભરવા અલગ અલગ પ્રકાર ની દોરી બનાવવા થી કેટલા બધાને રોજગાર મળતો હતો?

જયારે ભરેલો ખાટલા ની દોરી ઢીલી થઇ જાય છે તો તેને ખેચતી વખતે કસરત થાય છે તે ઘણા બધા યોગાસન કરવાથી થાય છે. એટલે કે યોગાસન કરવો પણ આપણી જરૂરિયાત સાથે જોડી દીધો છે તેથી આપણે બીમાર થઈએ જ નહિ. બહિ ઉપર પગ રાખીને એકદમથી જોર લગાડવું પડે છે જેનાથી આપણું પેટ અને હાથ પગ ની માસપેશીયો ની પુરેપૂરી કસરત થઇ જાય છે.


શું આ સ્વાસ્થ્ય વર્ધક, ઇકો ફ્રેન્ડલી ધંધો આપણા પાઠ્યપુસ્તકનો ભાગ ન બની શકે?? શું તેને ચલાવવા માટે ઠેક ઠેકાણે સ્પર્ધાઓ સરકાર અને સમાજ દ્વારા ન કરાવવી જોઈએ?? કોઈ ચાલુ કરો??

છેલ્લે એટલું જ કહેવા માગું છું કે સ્વસ્થ રહેવા માટે આપણે ઘરમાં ખાટલો અને દોરી ફરી વખત લઇ આવો કેમ કે પહેલું સુખ તે જાતે નર્યા… હજાર બે હજાર નો ખટલો ખરીદી ને તમે હજારો રૂપિયાની દવાનો ખર્ચ અને સેકડો રૂપિયા ડોક્ટરોની ફી થી બચી શકો છો.


જે જે ભારતીય વેજ્ઞાનિક ભાઈ ખાટલા બનાવવા, ભરાવવો હોય તે મને મળવા આવો રવિવાર વેદિક ભવન રોહતક માં સંપર્ક કરો જેથી આપને આપના સ્તર ઉપર આ દુનિયાને સર્વશ્રેષ્ટ વિજ્ઞાન ને પ્રચારિત પ્રસારિત કરીને, તેનો વેપાર કરીને દુનિયાને સુવા નું સૌથી સારું સાધન ઉપલબદ્ધ કરાવી શકીએ

Blog No Baap

About Blog No Baap -

Since 2016 BlogNoBaap has been bringing you the very best in all types of web resources. Posted daily, and delivered straight to your inbox each morning.

Subscribe to this Blog via Email :