પાવર ટીલર ખેતીવાડી નું એક એવું મશીન છે, જેનાં ઉપયોગ થી ખેતરની ખેડાણ થી લઈને પાકની કાપણી સુધી કરી શકાય છે, તેના ઉપયોગ થી ખેતીવાડી ના ઘણા કામો સરળતા થી કરી શકાય છે.
આ મશીનના ઉપયોગથી થતા કામ,સિચાઈ,પાકની કાપણી,મડાઈ,અને ઢુલાઈ નું કામ પણ લઇ શકાય છે. આ સિવાય આ મશીનનું રોપણી અને ત્યાર પછી ના કામોમાં પણ ખુબ ઉપયોગ થાય છે.
આ રીતના કામો માટે પહેલા કેટલાય મજૂરો કામ માં લગાડવા પડતા હતા,પરંતુ પાવર ટીલર ના પ્રયોગ થી ઓછી મહેનત અને ઓછા સમય માં બધા કામો સરળતાથી પુરા થઇ જાય છે.
આજે ખેડૂત પાવર ટીલર સાથે બીજા યંત્રો જોડીને ખેતીના ઘણા કામો સરળતા થી કરી શકે છે. આ એક ખાસ મશીન છે, જેની સાથે બીજા યંત્રોને જોડીને ખેતીના બધા જ કામ કરી શકાય છે.
ખાસ કરીને પહાડી વિસ્તારોમાં ખેતીના કામ માટે આ મશીન ખુબ જ કારગર છે. આજે અનેક કંપનીઓ પાવર ટીલર બનાવી રહી છે.તેમાંથી એક ઈટાલીયન પાવર ટીલર વિષે જાણકારી આપવામાં આવી રહી છે.
આ બીસીએસ ઇન્ડિયા પ્રા.લિ. દ્વારા બનાવવામાં આવેલ પાવર ટીલર છે. તેનાથી ખેતર ,બગીચા અને લાઈનોમાં કરવામાં આવતા પાક ની ગુડાઈ વગેરે કરવામાં આવે છે. આ પહાડી વિસ્તારોમાં ખેતરોની જુતાઈ કરવા માટે ખાસ યંત્ર છે.
વિશેષતા : આ ખુબ જ હલકું અને ચેન વગરનું હોય છે. આ ચાલવામાં ખુબ જ સરળ છે.તે ૪ મોડલ (એમસી ૭૨૦,એમસી ૭૩૦ ,એમસી ૭૫૦) માં ઉપલબ્ધ છે,તેનાથી ૨ મોડલ પેટ્રોલ અને ડીઝલ બન્ને થી ચાલે છે.
૭૩૦ મોડલ ની કિંમત ૧૬૫૦૦ ની આસ પાસ છે તેના બીજા મોડલની કિંમત મોડલના હિસાબથી વધુ ઓછી હોય છે.આ સિવાય જો તમે કોઈ પણ ઇન્ડીયન કંપની નું બનેલું મોડલ લેશો તો તેની કિંમત હજી પણ ઓછી હશે.