Wednesday, 20 September 2017

Blog No Baap

તમારા રસોઈઘર માં આ હોય તો તેને ઉઠાવી ને બાર ફેંકી દો નહિ તો આ તમને હોસ્પિટલ પહોચાડશે

દોસ્તો શું તમે ક્યારેય વિચાર્યું નથી ? કે જે રિફાઇન કરેલ તેલ થી તમે અને તમારા બાળકોનું માલિશ નથી કરી શકતા, જે રિફાઇન કરેલ તેલ તમે વાળ માં પણ નથી લગાવતા, તો પછી એ નુકશાનકારક રિફાઇન તેલ તમે ખાવામાં ઉપયોગ કેવી રીતે કરો છો?

આજથી 50 વર્ષ પહેલા તો કોઈ રિફાઇન તેલ વિષે જાણતા પણ ન હતા. આ છેલ્લા 20-25 વર્ષ થી આપણા દેશમાં આવ્યું છે.

અમુક વિદેશી કંપનીઓ અને ભારતીય કંપનીઓ આ ધંધામાં જોડાઈલી છે. તેમણે બુદ્ધિપૂર્વક ટેલિવિઝન ના માધ્યમ દ્વારા ખુબજ બહોળા પ્રમાણમાં પ્રચાર કર્યો પરંતુ લોકોએ તેમની વાત માની નહિ.

તે સમયે તેમણે ડોકટરોના માધ્યમથી જાહેરાત કરાવવાનું શરુ કર્યું। ડોક્ટરોએ તેમના પ્રેસ્ક્રિપ્શનમાં રિફાઇન તેલ લખવાનું શરૂ કર્યું કે તેલ ખાવું તો સફોલાનું ખાવું કે સૂર્યમુખીનું ખાવું, એમ નથી કહેતા કે તેલ, સરસો નું ખાવ કે મગફળીનું ખાવું, હવે કેમ, તમે સમજદાર છો તો સમજી શકો છો.

આ રિફાઇન તેલ બને છે કેવી રીતે ? મેં જોયું છે અને તમે પણ ક્યારેક જોઈ લો તો સમજી જશો. કોઈ પણ તેલને રિફાઇન કરવા માટે 6 થી 7 કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે અને ડબલ રિફાઇન કરવા માટે આ સંખ્યા 12 થી 13 થઇ જાય છે. આ બધા કેમિકલ મનુષ્ય દ્વારા બનાવેલ પ્રયોગશાળામાં બનાવવામાં આવેલ છે. ભગવાન દ્વારા બનાવેલ એક પણ કેમિકલનો ઉપયોગ નથી કરવામાં આવતો. ભગવાનનું બનાવેલ એટલે કે કુદરતે આપેલ છે જેને આપણે ઓર્ગેનિક કહીએ છીએ.

તેલને શુદ્ધ કરવા માટે જેટલા કેમિકલ નો ઉપયોગ કરવામાં આવે છે તે બધા INORGANIC છે અને INORGANIC કેમિકલ જ દુનિયામાં ઝેર ફેલાવે છે અને તેનું COMBINATION ઝેર તરફ જ લઇ જાય છે. એટલા માટે રિફાઇન તેલ, ડબલ રિફાઇન તેલ ભૂલથી પણ ન ખાવું.


પછી તમે કહેશો કે, શું ખાઈએ ? તો તમે શુદ્ધ તેલ ખાઓ, ,સરસોનું, મગફળીનું , ટીસીનું, કે નારિયેળનું તો તમે કહેશો કે શુદ્ધ તેલમાં વાસ ખુબ આવે છે અને બીજું કે શુદ્ધ તેલ ખુબજ ચીકણું હોય છે. અમે શુદ્ધ તેલ ઉપર કામ કર્યું અથવા બીજી રીતે કહીએ તો સંશોધન કર્યું ત્યારે અમને ખબર પડી કે તેલનું ચીકણાપણું તેનો ખૂબ જ મહત્વપૂર્ણં ધટક છે.

તેલમાંથી જેવું ચીકણાપણું દૂર થઇ ત્યારે ખબર પડી કે આ તેલ તેલ જ ન રહ્યું, પછી અમને ખબર પડી કે તેલમાં જે વાસ આવે છે તે તેલ ની પ્રોટીન ની સામગ્રી છે , શુદ્ધ તેલમાં પ્રોટીન વધુ પ્રમાણમાં હોય છે, દાળ માં ભગવાને આપેલ પ્રોટીન ખુબજ પ્રમાણમાં હોય છે,દાળ પછી વધારે પ્રમાણમાં પ્રોટીન હોય તો તે તેલમાંજ છે, તો તેલમાં તમને જે વાસ આવે છે તે તેનું organic content છે પ્રોટીન માટે.

4/5 જાતના પ્રોટીન હોય છે બધા તેલમાં , તમારા જેવા જ તેલની વાસ દૂર કરી દેશો તો પ્રોટીનનું ઘટક જતું રહેશે અને ચીકણાપણું દૂર કરી દેશો તો fatty acid ગાયબ. હવે જો બંને વસ્તુ દૂર થઇ ગઈ તો તેલ નહીં પાણી જ છે. ઝેર ભેળવેલું પાણી.

અને આવા રિફાઇન તેલ ખાવાથી અનેક પ્રકારની બીમારીઓ થાય છે ઘૂંટણનો દુઃખાવો , કમરનો દુઃખાવો , હાડકાનો દુઃખાવો , આ તો નાની બીમારીઓ છે, બધાથી ભયંકર બીમારી છે તે હૃદયરોગનો હુમલો, પેરાલીસીસ, મગજ ને નુકશાન થવું, વગેરે વગેરે .

જે જે ઘરોમાં પુરા મનથી રિફાઇન તેલ ખાવામાં આવે છે તે જ ઘરોમાં આ સમસ્યા તમને જોવા મળશે. અત્યારે તો મેં જોયું છે કે જેને ત્યાં રિફાઇન તેલ નો ઉપયોગ કરવામાં આવે છે ત્યાં heart blockage અને heart attack ની તકલીફો વધી રહી છે.

જયારે અમે સફોલા ની તેલ પ્રયોગશાળામાં ટેસ્ટ કર્યું , સૂરજમુખીનું તેલ , જુદી જુદી કંપનીઓનું ટેસ્ટ કર્યું. તો allms ના પણ ઘણા ડોક્ટરોને તેમાં રસ પડ્યો અને તેમણે આના ઉપર કામ કર્યું અને આ ડોક્ટરોએ જે કઈ કહ્યું તેને હું એક લાઈન માં જણાવું છું કેમકે તે રિપોર્ટ ખુબજ મોટો છે અને બધી બાબતોની ચરચા કરવી મુશ્કેલ છે ,

તેમણે કહ્યું ”તેલમાંથી જેવું તમે ચીકણાપણું દૂર કરશો , વાસને દૂર કરશો તો તેલ જ નહીં રહે,તેલના તમામ જરૂરી તત્વો દૂર થઇ જાય છે અને ડબલ રિફાઇનમાં કાંઈજ રહેતું નથી , નામનું રહે છે, અને તેને આપણે ખાઈએ છીએ આ તેલને કારણે જે કાઈ પૌષ્ટિકતા આપણને મેળવી જોઈએ તે નથી મળી રહી.”

તમે કહેશો કે તેલ દ્વારા અમને શું મળે છે ? હું જણાવું કે આપણને શુદ્ધ તેલમાંથી મળે છે HDL (High Density Lipiprotein) આ તેલમાંથી જ આવે છે આપણા શરીરમાં , આમતો તે લીવરમાં બને છે પરંતુ શુદ્ધ તેલ ખાઈએ તો મળે, તો તમે શુદ્ધ તેલ ખાવ તો HDL સારું રહે છે અને જીવનભર હૃદયરોગ થવાની સંભાવનાથી દૂર રહેશો.

અત્યારે ભારતની બજારમાં ખુબ મોટા પ્રમાણમાં વિદેશી તેલનું વેચાણ થઇ રહ્યું છે, મલેશિયા નામનો એક નાનો દેશ છે આપણા પાડોશમાં, ત્યાંનું એક તેલ છે તેને પામોલીન તેલ કહેવામાં આવે છે, આપણે તેને પામ તેલના નામથી ઓળખીએ છીએ. તે હાલમાં ભારતની બજારમાં સહુથી વધારે પ્રમાણમાં વેચાઈ રહ્યું છે.

એક બે ટન નહીં , લાખો કરોડો ટન ભારતમાં આવી રહ્યું છે અને બીજા તેલમાં મિલાવટ કરીને ભારતની બજારમાં વેચાણ થઇ રહયું છે. 7-8 વર્ષ પહેલા ભારતમાં એવો કાયદો હતો કે પામ તેલ બીજા કોઈપણ તેલમાં ભેળવીને વેચી ન શકાય પરંતુ GATT ની સંધિ અને WTO ના દબાણથી હવે કાયદો એવો છે કે પામ તેલ કોઈપણ તેલમાં મિલાવીને વેચી શકાય છે.

ભારતની બજારમાંથી કોઈપણ કંપની નો બંધ તેલ નો ડબ્બો લઇ આવો, રિફાઇન તેલ કે ડબલ રિફાઇન તેલના નામથી જે કોઈ તેલ બજારમાં મળી રહ્યું છે તેમાં પામોલીન તેલ છે. અને જે કોઈ પામ તેલ ખાશે , હું સ્ટેમ્પ પેપર ઉપર લખી ને આપવા તૈયાર છું કે તે હૃદયને લગતી બીમારીઓથી મરશે.

કેમ કે પામ તેલની બાબતમાં આખી દુનિયાનું સંશોધન કે છે કે પામ તેલમાં બધા થી વધુ ટ્રાન્સ ફેટ હોય છે આ ટ્રાન્સ ફેટ એ એવો ફેટ છે જે શરીરમાં ક્યારેય ડીસોલ્વ નથી થતો, કોઈ પણ તાપમાનમાં ડીસોલ્વ થતો નથી અને ટ્રાન્સ ફેટ જયારે શરીરમાં ડીસોલ્વ ન થાય તો તે વધતું જાય છે અને ત્યારે હૃદયરોગનો હુમલો થાય છે. બ્રેઈન હેમરેઝ થાય છે અને લોકો પેરાલીસીસ નો શિકાર બને છે, ડાયાબિટીસ થાય છે, બ્લુડપ્રેશરની સમસ્યા રહે છે.

Blog No Baap

About Blog No Baap -

Since 2016 BlogNoBaap has been bringing you the very best in all types of web resources. Posted daily, and delivered straight to your inbox each morning.

Subscribe to this Blog via Email :