ધાતુઓની વસ્તુઓનું જીવનમાં ખુબ મહત્વ છે. તે ઘણા પ્રકારના દોષો દુર કરવા માટે પણ ઉપયોગી છે. એટલા માટે મહિલાઓ અને પુરુષોને પણ ઘણા પ્રકારની ધાતુઓની વીંટી પહેરાવવામાં આવે છે. મહિલાઓને લગ્ન પછી વિચ્છીયા, નાકની ચૂંક અને બીજા ઘરેણા પહેરવાનું કહેવામાં આવે છે. જો તમારા શરીરના કોઈ ખાસ અંગો ઉપર ધાતુ હોય, તો તમે અચાનકથી તમારું શરીર નથી છોડી શકતા.
તાંબા, પિત્તળ, સોનું અને ચાંદી જેવી ઘણી ધાતુ છે જેમનું પોતાનું એક જુદું જ મહત્વ જણાવવામાં આવેલ છે. આ ધાતુઓમાં કોપર એટલે તાંબુ એક એવી જૂની ધાતુ છે જેનો ઉપયોગ ઘણા વર્ષોથી થતો આવી રહ્યો છે.
તાંબામાં પાણીના જંતુઓ નો નાશ કરવાનો એક ખાસ ગુણ હોય છે એટલા માટે તાંબાના વાસણ માં રાખેલું પાણી પીવા માટેની સલાહ આપવામાં આવે છે. પણ તમે શું જાણો છો કે તાંબામાંથી બનેલી દરેક વસ્તુ માનવ જીવન માટે ઉપયોગી અને ફાયદાકારક છે. વધુ જાણકારી માટે ક્લિક કરો >> ત્રાંબાના વાસણમાં પાણી પીવાથી મળે છે આટલા બધા ફાયદા જાણો આયુર્વેદ કેટલું ઉપયોગી છે.
એટલા માટે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તાંબામાંથી બનેલી વીંટીને આંગળીઓમાં પહેરવાથી થનારા 10 ફાયદા વિષે.
તાંબાની વીંટી પહેરવાથી 10 આરોગ્ય વર્ધક ફાયદા :
(૧) પેટની તકલીફમાં ફાયદાકારક : તાંબાની વીંટી પેટને લગતી દરેક તકલીફોમાં ખુબ ફાયદાકારક છે. તે પેટનો દુઃખાવો, પાચનમાં ગડબડ અને એસીડીટી ની તકલીફમાં ફાયદો આપે છે. તે સિવાય જો તમે પેચીશની તકલીફ છે તો તાંબાની વીંટી આ સમસ્યા માં તમારી ઘણી મદદ કરી શકે છે.
(૨) નખ અને ચામડીની તકલીફમાં ફાયદો થાય છે : તાંબાની વીંટીને ફક્ત સ્વાસ્થ્યની દ્રષ્ટી એ જ ફાયદાકારક બતાવવામાં આવેલ નથી પરંતુ નખ અને ચામડીને લગતી તકલીફોમાં પણ ફાયદાકારક છે.
(૩) લોહીના સર્ક્યુલેશનમાં આવે છે સુધારો : આંગળીઓમાં તાંબાની વીંટી પહેરવાથી શરીરનું લોહીનું સર્ક્યુલેશન સુધરે છે, તે સિવાય લોહી સર્ક્યુલેશનની ઉણપથી થનારી સ્વાસ્થ્ય સબંધી તકલીફોમાંથી રાહત મળે છે.
(૪) ઈમ્યુનીટી થાય છે મજબુત : ઘણા પ્રકારની ધાતુઓમાં તાંબુ એક માત્ર જે સૌથી જૂની માનવામાં આવે છે. તાંબાની વીંટી પહેરવાથી લોહીની અશુદ્ધિઓ દુર થાય છે અને શરીરનું ઈમ્યુન સીસ્ટમ મજબુત બને છે.
(૫) તન અને મનને રાખે છે શાંત : તાંબાની વીંટી શરીરની ગરમી ઓછી કરવામાં મદદ કરે છે. તેને પહેરવાથી શારીરિક અને માનસિક તણાવ ઓછો થાય છે. તેની સાથે જ ગુસ્સા ઉપર કન્ટ્રોલ થાય છે વીંટી તન અને મનને શાંત રાખવામાં મદદ કરે છે.
(૬) બ્લડ પ્રેશર ને કરે છે નિયંત્રિત : તાંબાની વીંટી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે, તે હાઈ બ્લડ પ્રેશર કે લો બ્લડ પ્રેશર થી પીડિત લોકો માટે ખુબ ફાયદાકારક હોય છે. તે સિવાય આ વીંટી પહેરવાથી તમે શરીરના સોજાઓ પણ ઓછા કરી શકો છો.
(૭) સૂર્ય સાથે જોડાયેલા રોગોમાં ઉપયોગી : સૂર્ય ને લગતી તકલીફો માટે તાંબાને ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. જ્યીતીષશાસ્ત્ર મુજબ એક તાંબાની વીંટી પહેરીને તમે સૂર્ય સાથે જોડાયેલ બધા રોગોમાંથી ઘણે અંશે છુટકારો મળી શકે છે.
(૮) આધ્યાત્મિક સાધના : તાંબાની વીંટીનું પણ સાધના ની દિશામાં મહત્વ છે. જયારે લોકો ગ્રહ સાધનાના રસ્તાએ જાય છે, તો આપણે તેને તાંબાની વીંટી આપીએ છીએ. ખાસ કરીને આધ્યાત્મિક સાધનનો હેતુ જીવનના સૂરને સર્વોચ્ચ બિંદુ સુધી જવું હોય છે.
(૯) તીવ્ર સાધના : જયારે લોકો તીવ્ર સાધના કરે છે. તો તે વાતની શક્યતા રહે છે કે તે અચાનક શરીરમાંથી મુક્ત થઇ શકે. પરંતુ શરીર ઉપર ધાતુ હોય તો કઈ પણ નથી થતું. તાંબુ ધાતુ હમેશા તે પ્રક્રિયાને બાધિત કરી દે છે કેમ કે તે શરીર સાથે તમારો સંપર્ક મજબુત કરે છે. થોડે અંશે સોનું પણ આવું કરે છે. સોનું પહેરવું સારું માનવામાં આવે છે.
(૧૦) આરોગ્ય લાભ : તાંબાની વીંટીના આ બધા આરોગ્યના લાભ તમને ત્યારે મળશે જયારે તમે આ વીંટી શુદ્ધ તાંબાની બનેલી હોય. જરા વિચારો જો એક નાની એવી વીંટી તમને આટલા બધા ફાયદા કરી શકે છે તો પછી તો પછી તેને પહેરવામાં મોડું કેમ કરી રહ્યા છો.