દરેક છોકરીઓ પોતાની ત્વચા સાફ-સુથરી ઈચ્છે છે. તે ઈચ્છે છે કે તેની સ્કીન ડાઘ ધબ્બા વિનાની અને એક સરખી સાફ સુથરી હોય. ઘણી છોકરીઓ તો આ બાબતમાં ખુબ જ ભાગ્યશાળી પણ હોય છે.
અને ઘણા તો ઘરેલું ઉપાય,પોર ક્લેસેર અને સ્કીન લાઈટનીંગ ટ્રીટમેન્ટ લેવાની પણ જરૂર પડતી હોય છે. આવું કરવાથી તેમની ત્વચા એક કે બે સેડ સાફ જોવા મળે છે, બોલીવુડની ઘણી અભિનેત્રીઓ એ પણ સ્કીન વાઈટનીંગ ટ્રીટમેન્ટ કરાવી છે.
એવી ખુબ ઓછી પ્રોડક્ટ હોય છે જે એવો દાવો કરે તેવું જ કામ કરીને દેખાડે છે જેની ઘણી સાઈડ ઈફેક્ટ થાય છે.
પણ આજે તો અમે આપને જણાવા જઈ રહ્યા છીએ તેનાથી ન તો સાફ ત્વચા મળશે પરંતુ તેના પરિણામ ઘણા દિવસો સુધી નજરે પડશે. સ્કીન વાઈટનીંગ ટ્રીટમેન્ટ ની આ પદ્ધતિને નેચરલ બ્લીચ ના નામથી ઓળખવામાં આવે છે, તો આવો જાણીએ કેવી રીતે બનાવે છે નેચરલ બ્લીચ.
સૌથી પહેલા તો તમે કોઈ પણ મેડીકલ સ્ટોરે થી વિટામીન સી ની કેપ્સ્યુલ લઇ આવો.આ કેપ્સ્યુલને વાટીને તેનો પાવડર બનાવી લો. તમે બે વિટામીન સી ની કેપ્સ્યુલનો ઉપયોગ કરી શકો છે. તે મેલીનનું પ્રમાણ ઓછુ કરે છે. અને કોમ્પ્લેક્ષન ફેયર બનાવે છે.
ત્યાર પછી તેમાં બે ચમચી ચંદન નો પાવડર ભેળવો. ચંદન થી કાળા અને રફ કોમ્પ્લેક્ષન સાફ થાય છે.
પછી આ મિશ્રણમાં બે ચમચી ચોખાનો લોટ ભેળવો, ચોખાના લોટમાં એમીનો એસીડ હોય છે, જે સ્કીનને અંદરથી સાફ કરી દે છે.
હવે તેમાં બે ચમચી મુલતાની માટી ભેળવી દો. મુલતાની માટી આપણી સ્કીનના પીએચ લેવલને બેલેન્સ કેરે છે. તે તૈલી ત્વચા અને કચરા થી રાહત આપવામાં ઉપયોગી છે.
છેલ્લે આ મિશ્રણમાં બે ચમચી બેસન ભેળવી દો, બેસનના ઉપયોગથી સ્કીન વાઈટનીંગ માટે કરવામાં આવે છે.
ફેસ પેક લગાડવાની રીત
૧. તમારા ગ્રોથના હિસાબે બનાવેલ પેકને લઇ લો.
૨. તેમાં હવે દહીં ભેળવીને એક સારી એવી પેસ્ટ બનાઓ.દહીં કુદરતી બ્લીચીંગ નું કામ કરે છે.
૩. આ પેસ્ટને પોતાના ચહેરા અને ગળા ઉપર લગાડીને હલકા હાથથી મસાજ કરો.
૪. દહીં સિવાય તમે તેમાં ગુલાબ જળ,કાચું દૂધ,બટેટાનો રસ,કાકડી નો રસ,લીબું નો રસ કે મધ પણ ભેળવીને ઉપયોગ કરી શકો છો.
૫. ફેસ પેક ને થોડા સમય સુધી લાગેલો રહેવા દો સુકાય ત્યાં સુધી રહેવા દો.
૬. સુકાયા પછી ઠંડા પાણી થી ધોઈ દો
આ પેક ખુબ જ ઈફેક્ટીવ હોય છે. તનો ઉપયોગ તમે દરરોજ કરી શકો છો, પરિણામ જોઇને તમે નવાઈ પામી જશો. તો રાહ કોની જુયો છો? બનાવો તમારો ફેસ પેક અને મેળવો સાફ-સુથરી અને દમકતી ત્વચા.