જયારે સુતી વખતે મોઢામાંથી સ્વતઃ અવાજ આવે છે તો તે અવાજને ખરાટે કે નસકોરા બોલતા કહે છે. આ અવાજ ગળાના પાછળના ભાગમાંથી કે ટીશુ ની ધ્રુજારી ને કારણે થાય છે. કેમ કે સુતી વખતે તે ભાગ વાંકો થઇ જાય છે અને શ્વાસ દ્વારા લાવામાં આવતા ઓક્સીજનની અંદર જવામાં તકલીફ પડે છે.
આ અવાજથી પાસે સુનારી વ્યક્તિ પણ પરેશાન થઇ જાય છે. એલર્જી, જીભ જાડી હોવી, નાકમાં સોજો, ધ્રુમપાન કરવું વગેરે તેના બીજા ઘણા કારણો હોઈ શકે છે. આવો જાણીએ થોડા આ ઘરેલું નુસ્ખાઓ વિષે જેને અપનાવીને તમે આ ખર્રાટા થી તમારા ઘરના બીજા સભ્યો ને છુટકારો અપાવી શકો છો.
પાણી પીવો –
તમને જણાવી દઈએ કે શરીરમાં પાણીની ઉણપ હોવાથી પણ ખર્રાટો નું આવવાનું કારણ હોય છે. એટલે તમે પાણીનું સેવન દિવસ દરમિયાન વધુમાં વધુ કરો.
મન શાંત રાખો –
ખર્રાટો ને દુર કરવા માટે સુતા સમયે મગજમાં કોઈ વિચાર ન રાખો અને મનને શાંત રાખો. તેનાથી ખર્રાટા લેવાની ટેવ ઓછી થઇ જશે.
પડખા ફરો –
રાત્રે સુતી વખતે પડખા બદલતા રહો. તમને જણાવી દઈએ કે પીઠ ઉપર વધુ સમય સીધા સુવાથી નસકોરાં બોલવાના શરુ થઇ જાય છે.
નસકોરાં બોલવા થી છુટકારો મેળવવાના થોડા ઘરેલું નુસખા –
(૧) લસણ –
ખર્રાટો ની તકલીફ થી છુટકારો મેળવવા માટે લસણ ની બે ચાર કળીઓ લઇ અને તેમાં સરસોનું તેલ નાખીને પછી તેને ગરમ કરો. હવે તે તેલને સુતા પહેલા પોતાની છાતી ઉપર માલીશ કરો.
(૨) ગરમ પાણી –
ખર્રાટો ની તકલીફને દુર કરવા માટે રાત્રે સુતા પહેલા ગરમ પાણી જરૂર પીવો. તેનાથી નસકોરાં બોલવાની સમસ્યા દુર થઇ જશે.
(૩) મધ –
રોજ સુતા પહેલા એક ચમચી મધનું સેવન કરો. તેનાથી તમને નસકોરાં બોલવાની તકલીફ માંથી છુટકારો મળશે.
(૪) કોગળા કરો –
નસકોરાં બોલવા ની સમસ્યા ને દુર કરવા માટે રાતના સમયે મીઠાવાળા હળવા ગરમ પાણીથી કોગળા કરો. તેનાથી નસકોરાં બોલવા ની તકલીફ દુર થશે.
૫) ગાય નું ઘી
ગાય નું ઘી. થોડુંક ગરમ કરો અને ડ્રોપર ની મદદ થી એક એક ટીપું નાક માં નાખો. તેનાથી નસકોરાં બોલવા ની તકલીફ દુર થશે.