Tuesday, 10 October 2017

Blog No Baap

આજથી લગભગ 30 વર્ષ પહેલાની આ વાત છે


મેરી એન્ડરસન નામની એક મહિલા નોર્વેમાં નોકરી કરતા એના પતિને મળવા માટે જઇ રહી હતી. અમેરીકાના મીયામી એરપોર્ટ પર ચેક-ઇન માટેની લાઇનમાં ઉભેલી મેરી જાત-જાતના સપનાઓ જોઇ રહી હતી કારણકે હજુ હમણા જ એના લગ્ન થયા હતા અને પતિ સાથે વધુ સમય પણ વિતાવી શકી નહોતી. હવે પતિ સાથે જ બધો સમય વિતાવવા મળશે એ વિચાર મેરીને આનંદીત કરી રહ્યો હતો.

મેરીનો વારો આવ્યો એટલે પોતાની ટીકીટ બતાવી અને બોર્ડીંગ માટેનો સામાન આપ્યો. સામાનનો વજન કર્યા બાદ ફરજ પરના કર્મચારીએ કહ્યુ, “મેડમ, આપના સામાનનું વજન મર્યાદા કરતા વધુ છે. કાં તો આપને સામાન ઓછો કરવો પડશે કાં તો વધારાના 103 ડોલર ચુકવવા પડશે.” હજુ હમણા 1 મીનીટ પહેલા જે ચહેરા પર અનોખો આનંદ હતો તે ચહેરા પર ચિંતાની રેખાઓ દેખાવા લાગી. મેરી મુંઝાઇ ગઇ કારણકે એની પાસે ચૂકવણી કરવા માટે કોઇ રકમ નહોતી. આ અજાણ્યા એરપોર્ટ પર હવે શું કરવું એની મેરીને સમજ પડતી નહોતી.


અચાનક પાછળથી અવાજ આવ્યો “બહેન ચિંતા ના કરો તમારા પૈસા હું ચુકવી આપુ છું.” મેરીએ પાછળ જોયુ તો એક અજાણ્યો પુરુષ હતો જે 103 ડોલર ચુકવી રહ્યો હતો. કોઇ ઓળખાણ નહોતી અને છતા પણ મેરીને એ ભાઇ મદદ કરી રહ્યા હતા. આજુબાજુમાં બીજા ઘણા મુસાફરો હતા પણ બીજા કોઇને મદદ કરવાનો વિચાર ના આવ્યો. મેરી આભારવશ એ અજાણ્યા ભાઇ સામે જોઇ રહી. એનાથી એટલુ જ બોલી શકાયુ ‘હું તમારો આભાર જીંદગીભર નહી ભુલુ આપ મને એક કાગળમાં આપનું નામ અને સરનામું લખી આપો હું આપની રકમ આપને પહોંચતી કરીશ.’

પેલા પુરુષે એક ચબરખીમાં એનું નામ સરનામું લખીને ચબરખી મેરીના હાથમાં આપી. મેરી પુન: આભાર માનીને આગળ નીકળી ગઇ. પ્લેનમાં બેસી ગયા પછી પર્સમાંથી પેલી ચીઠ્ઠી કાઢીને મદદ કરનારનું નામ વાંચ્યું.

નામ લખ્યુ હતુ “બરાક ઓબામા”

મિત્રો, મોટા માણસો એમ જ મોટા નથી બની જતા હોતા.આપણે અજાણ્યાને તો ઠીક જાણીતાને પણ મદદ કરતા નથી અને મોટા માણસ બનવાના સપનાઓ જોઇએ છીએ. યાદ રાખીએ કે નિસ્વાર્થભાવે કોઇને કરેલી મદદ ભગવાન અનંતગણી કરીને કોઇ બીજા સ્વરુપે પરત આપતા હોય છે.

Blog No Baap

About Blog No Baap -

Since 2016 BlogNoBaap has been bringing you the very best in all types of web resources. Posted daily, and delivered straight to your inbox each morning.

Subscribe to this Blog via Email :