આમ તો ભારતમાં ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ આપણે હિંદુઓની અંતિમ વિધિ છાણા થી જ કરીએ છીએ પરંતુ આપણે શહેરના લોકોએ કંઈક વધારે જ ભણી લીધું છે અને કંઈક વધારે જ સમજદાર થઇ ગયા. શહેરના લગભગ બધાજ સ્મશાનઘાટ પર લાકડાથી જ અંતિમવિધિ કરાય છે તથા કેટલીક જગ્યાએ તો આધુનિકતા અને પર્યાવરણ સંરક્ષણ ના નામે ગેસ અથવા વીજળીથી પણ અંતિમવિધિ થવા લાગી છે જે સંપૂર્ણ રીતે ખોટું છે.(જેટલા કોલસા બાળી ને વીજળી બને છે એનાથી ઘણા ઓછા લાકડા થી અંતિમ સંસ્કાર થઇ જાય છે એટલે ગણિત અને વિજ્ઞાન થી જોઈએ તો પણ વીજળી થી અંતિમ સંસ્કાર નુકશાન કારક છે)
આપણા હિંદુઓનો સોળમો સંસ્કાર એક યજ્ઞ જ છે અને તે યજ્ઞ ગૌમાતા ના છાણથી જ થવો જોઈએ. પર્યાવરણ રક્ષક આપણા પૂર્વજોએ જે અંતિમ સંસ્કારની વિધિ બનાવી હતી તેમાં છાણ અનિવાર્ય અંગ હતું પરંતુ આજે આપણે આપણા અંતિમ સંસ્કાર માટે દર વર્ષે પાંચ થી છ કરોડ ઝાડ કાપીને સ્મશાનઘાટોમાં સળગાવી દઈએ છીએ તથા આપણી અજ્ઞાનતા ના લીધે છાણ ગૌશાળાઓ માં સડી રહ્યું છે અને ગૌશાળાઓ દાન પર ચાલી રહી છે. છાણનો વ્યાવસાયિક ઉપયોગ જ્યાં સુધી નહી થાય ત્યાં સુધી ગૌશાળાઓનું સ્વાવલંબી થવું અશક્ય છે.
જો છાણનો સાચી રીતે પ્રબંધન કરીને આપણે તે છાણને સ્મશાનઘાટ પહોચાડવા લાગીએ તો સોનામાં સુગંધ ભળે અને ગૌશાળા આર્થિક રીતે સ્વાવલંબી થશે. કાલે અમે રોહતક(હરિયાણા) ના શીલા બાયપાસ માં આવેલા રામબાગમાં આ પ્રયોગ કરી જોયો. એક અંતિમ સંસ્કાર માટે આશરે ત્રણસો કિલો લાકડાં એટલે કે એક પંદર વર્ષ જુનું ઝાડ જોઈએ છે. અમે જયારે ગૌકાષ્ઠ થી અંતિમ સંસ્કાર કર્યો ત્યારે માત્ર ૨૦૦ કિલો જ ગૌકાષ્ઠ વપરાયું. કાલે અમે એક ઝાડ અને ૨૫૦૦/- રૂપિયા બચાવ્યા અને એક વિલુપ્ત થઇ રહેલી પરંપરા ને પુનઃજીવિત કરવાનું સફળ પ્રયાસ કર્યો.
૧. છાણ સળગવાથી વાતાવરણ પવિત્ર થશે.
૨. ઝાડ નહી કપાય.
૩. આમાં તુલસીના થોડા લાકડા મેળવવાથી મૃત વ્યક્તિની સદગતિ થશે.
૪. ગૌમાતાને રોજગાર મળશે.
આ અવસરના બાબા કર્ણ પુરીજી મહારાજ, ભારત ભૂષણ ખુરાના, ગુલશન ડંગ, સુરેન્દ્ર બત્રા, ગુલશન ખુરાના, કૃષ્ણ લાલ શર્મા, નરેન્દ્ર વાસન, સમશેર દહિયા, ડૉ. સંદીપ કુમાર તથા મીડિયા ના સાથી અને પરાહવર ગૌશાળાના સભ્ય સાક્ષી બન્યા.
આ રોજગાર સર્જનની, પર્યાવરણ સંરક્ષણની, ગૌ સંવર્ધનની એક મૂળ રીત છે. જો દરેક ગૌશાળા આ ગૌકાષ્ઠ બનાવવાનું શરુ કરી દે તથા તેને દરેક સ્મશાન ઘાટ પર અનિવાર્ય કરી દેવાય તો ગૌશાળા ગૌધામ બની જશે.
કરવાનું આપણે અને તમારે જ છે કારણકે આ આપણા અને તમારા ધર્મ સાથે જોડાયેલું છે. વિદેશી કંપનીઓ તો ઈચ્છશે કે તેમની વીજળી અને ગેસ વેચાય. કાલના ગૌકાષ્ઠ થી અંતિમ સંસ્કારના કેટલાક ચિત્ર તમારા બધા માટે નીચે નાખી રહ્યો છુ.
હવે ધીરે- ધીરે એ પણ સમજવાના પ્રયત્નમાં લાગ્યો છું કે તમે છાણથી સાલ, દીવાલ અને ચૂલો વગેરે કેમ લીપણ કરતા હતા. હું છાણથી લીપેલાં મારા કાર્યાલય વૈદિક ભવન માં દરેક દિવસે દરેક પળ તેવું અનુભવું છું કે સિમેન્ટ કરતા માટી અને છાણનું પ્લાસ્ટર સો નહી હજાર ગણું સારું છે. મિત્રો તમે પણ તમારા ઘર અથવા કાર્યાલયમાં વૈદિક પ્લાસ્ટર કરાવી જુઓ અને તફાવત જાતે જ અનુભવો. વધુ જાણકારી માટે http://www.vedicplaster.com જુઓ. શું જ્ઞાન હતું આપણું શું વિજ્ઞાન હતું.
ડૉ.શિવદર્શક મલિક, વૈદિક ભવન, શીલા બાયપાસ, રોહતક (હરિયાણા)- ૯૮૧૨૦૫૪૯૮૨
નોંધ: ભારતીય જ્ઞાનને વધારેમાં વધારે પ્રચારિત કરવાના હેતુથી તમે આ પોસ્ટ શેર કરી જન જાગરણ માં સહયોગ કરી શકો છો.
લક્ષ્ય: શિવદર્શક મલિકજી ઈચ્છે છે કે આ મશીન દરેક ગૌશાળા માં અપાય જેથી તે ગાયન છાણમાંથી લાકડા બનાવી શકે અને ગૌશાળાનો ખર્ચ તેમાંથી નીકળી શકે, આમાં એક પડકાર આ લાકડાઓને સ્મશાનઘાટ સુધી પહોચાડવાનો છે, જેનો સામનો કરવા માટે પણ ડોક્ટર સાહેબ પાસેથી પ્લાન તૈયાર કરાવેલ છે. હવે આ મશીનને ગૌશાળામાં લગાવાશે અને તેમને પરીક્ષણ દેવાશે.
વૈદિક પ્લાસ્ટર- શિવદર્શક મલીકજીએ ગૌમાતાના છાણમાંથી વૈદિક પ્લાસ્ટર પણ તૈયાર કર્યું છે.
મિત્રો રાજીવ ભાઈ દ્વારા કીધેલું એક વાક્ય કાયમ યાદ રાખજો “ આ પ્રાણી નહિ જીવ છે, ગાય બચશે તો ભારત બચશે.”