સામાન્ય રીતે આ સમસ્યા નાના બાળકોમાં વધુ જોવા મળે છે. આ સમસ્યાઓ માં બાળકો રાત્રે સુતા સમયે પથારી ભીની કરી દે છે. બાળકોમાં જોવા મળતી આ ખુબ સામાન્ય સમસ્યા છે. સામાન્ય રીતે આ સમસ્યા ૪ થી ૫ વર્ષથી નાની ઉંમર વાળા બાળકોમાં જોવા મળે છે. કેમ કે ૫ થી ૬ વર્ષની ઉંમર સુધી બાળકો પોતાના મૂત્રાશય ઉપર નિયંત્રણ રાખતા શીખી જાય છે. જો બાળક ૬ વર્ષની ઉંમર પછી પથારીમાં પેશાબ કરે છે તો તેને એક ગંભીર સમસ્યા માનવામાં આવે છે.
જે માતા પિતા ને આ ફરિયાદ છે કે તેમનું બાળક રાત્રે પથારી ભીની કરી દે છે, તેની સૌથી સારી દવા છે ખજુર. ખજુર તો તમે જોઈ જ હશે. આ સમસ્યાના ઉપચાર માટે રાત્રે સુતા પહેલા ખજુર ને દુધમાં નાખો. એક ગ્લાસ દુધમાં ૩-૪ ખજુર નાખો અને તેને સારી રીતે ઉકાળો પછી બાળકને આપી કહેજો કે ખજુર ને બરોબર ચાવીને ખાઈ લે અને દૂધ પી જાય.
જો આ ઉપાય તમે ૧૫ દિવસ કરી લીધો તો તમારા બાળક ની આ પથારી ભીની કરવાની સમસ્યા દુર થઇ જશે. (દુર નાં પણ થાય તો ક્યારેય પણ બાળક પર આ વાત નો ગુસ્સો નાં કરતા એનાથી સમસ્યા વધી જ જશે)
આમાં પણ તમારી પાસે એક વિકલ્પ બીજો પણ છે જો તમને ખજુર ક્યાય ન મળે તો તમે ખારેક પણ લઇ શકે છો.