કોઈને લોહી ની કમી હોય છે તો કોઈ રક્તદાન કરે છે. જ્યાં સુધી જીવન ચાલશે ત્યાં સુધી લોહી સાથે સબંધ રહેવાનો જ છે. લગભગ દરેકે પોતાની નજરે અને પોતાના શરીરમાંથી નીકળતું લોહી જોયું છે પણ તેના વિષે જાણકારી ખુબ ઓછાને છે. આજે અમે તમને લોહી વિષે થોડી જોરદાર રોચક તથ્ય અને થોડી વાતો જણાવશું જે કદાચ તમને બીજે ક્યાય થી ન મળી શકે.
૧. લોહી નું પહેલું ટ્રાન્સફર ૧૬૬૭ માં બે કુતરા ની વચ્ચે કરવામાં આવ્યું હતું.
૨. દુનિયાનું પહેલી બ્લડ બેંક,૧૯૩૭ માં બનાવવામાં આવી હતી.
૩. એક ટીપું લોહી માં ૧૦૦૦૦ વ્હાઈટ બ્લડ સેલ અને ૨૫૦૦૦૦ પ્લેટલેસ્ટ હોય છે.
૪. આપના શરીરમાં લોહીનો ૭૦ ટકા ભાગ રેડ બ્લડ સેલ ની અંદર રહેલા હિમોગ્લોબીન માં, ૪ % ભાગ માસપેશીઓ ના પ્રોટીન માયોગ્લોબીન માં,૨૫ % ભાગ લીવર, અસ્થીમજ્જા,પ્લીહા અને ગુર્દા માં થાય છે અને બાકી રહેલ ૧ % લોહી પ્લાઝમા નાં તૈલી ભાગ અને કોશિકાઓ ના એન્ઝાઈમ્સ માં હોય છે.
૫. દર ત્રણ સેકન્ડે ભારતમાં કોઈ ને કોઈ ને લોહીની જરૂર પડે છે. રોજ દુનિયામાં ૪૦૦૦૦ યુનિટ લોહી ની જરૂર પડે છે. ૩ માંથી ૧ વ્યક્તિ ને જીવનમાં ન ક્યારેક તો લોહીની જરૂર પડે જ છે.
૬. આપણી નસોમાં લોહો ૪૦૦ કિલોમીટર/કલાક ની સ્પીડે દોડે છે અને આખા દિવસમાં લગભગ ૯૬૦૦ કિલોમીટર જટલું અંતર કાપે છે.
૭. જો આપણું હ્રદય શરીરની બહાર લોહી ને ફેંકે તો ૩૦ મીટર ઊંચું ઉડાડી શકે છે.
૮. મજબુરીમાં નારીયેલ પાણી ને બ્લડ પ્લાઝમા ની જગ્યાએ ચડાવવા માં આવે છે.
૯. માણસનું લોહી માત્ર ૪ રીતે (O,A,B,AB) નું હોય છે પરંતુ ગાયોમાં લગભગ ૮૦૦, કુતરા માં ૧૩ અને બિલાડીઓમાં ૧૧ જાતના લોહીં જોવા મળે છે.
૧૦. ફક્ત માદા મચ્છર જ લોહી ચૂસે છે નર મચ્છર શાકાહારી હોય છે તે ફક્ત મીઠા તૈલી પદાર્થ પીવે છે. માદા મચ્છર પોતાના વજનથી ૩ ગણું વધુ લોહી પી શકે છે.
૧૧. તમને લાગશે કે મચ્છર થોડું લોહી પીવે છે પરંતુ તમને ખબર છે કે ૧૨ લાખ મચ્છર તમારા આખા શરીરનું લોહી ચૂસી જઈ શકે છે.
૧૨. નાના બાળકમાં ફક્ત ૧ કપ (૨૫૦ મિલી) લોહી હોય છે અને એક જુવાન માણસ માં લગભગ ૫ લીટર લોહી હોઈ શકે છે. એટલે કે શરીરના વજનના ૭ %,
૧૩. મૃત્યુ પછી શરીરનું જે અંગ જમીન ની સૌથી નજીક હોય છે લોહીનો પ્રવાહ પણ તે તરફ થઇ જાય છેઅને લોહી જામી પણ જાય છે એવું કદાચ ગુરુત્વાકર્ષણ ના લીધે થતું હશે.
૧૪. ગર્ભવતી અને સ્તનપાન કરાવવા વાળી મહિલાઓ લોહીનું દાન નથી કરી શક્તિ.
૧૫. આપણા શરીરમાં લગભગ ૦.૨ મીલીગ્રામ સુધી સોનું હોય છે અને તેની સૌથી વધુ માત્રા લોહીમાં જોવા મળે છે. ૪૦૦૦ લોકોના લોહીમાં થી ૮ ગ્રામ સોનું કાઢી શકાય છે.
૧૬. જાપાન માં લોકો લોહી નાં ગ્રુપ દ્વારા માણસના વ્યક્તિત્વ નો અંદાઝ લગાવી લે છે.
૧૭. jemes Harrison, નામની વ્યક્તિ છેલ્લા ૬૦ વર્ષ માં ૧૦૦૦ વખત લોહીનું દાન કરી ચુક્યા છે અને ૨૦ લાખ લોકોની જિંદગી બચાવી ચુક્યા છે.
૧૮. બ્રાજીલ દેશમાં એક આદિવાસી સમૂહ છે બોરોરો, નવાઈની વાત તે છે કે આ સમૂહ ના બધા લોકો ના લોહીના એક જ ગ્રુપ “ઓ” છે.
૧૯. લગભગ બધા માં લાલ રંગ નું લોહી જોવા મળે છે પરંતુ મકોડા અને બીજા જીવમાં હલકું લીલા રંગ નું લોહી જોવા મળે છે.
૨૦. એચ.પી. પ્રિન્ટર ની કાળી શાહી લોહીથી વધુ મોંધી હોય છે.
૨૧. સ્વીડન માં જયારે કોઈ લોહીનું દાન કરે છે તો તેને “થેંક યુ” નો મેસેજ કરવામાં આવે છે અને આવો જ મેસેજ ત્યારે પણ કરવામાં આવે છે જયારે તેનું લોહી કોઈના કામમાં આવે છે.
૨૨. શારીરિક રીતે એક જ સમયે પેશાબ કરવો અને લોહી આપવું અશક્ય છે.
૨૩. ઘણી વખત જયારે આપણે આકાશ તફ જોઈએ છે તો આપણી આંખોની સામે થોડા સફેદ સફેદ જેવા ટપકા ધૂમવા લાગે છે.ખરેખર તે આપણા વાઈટ બ્લડ સેલ હોય છે.
૨૪. લોહીની કોશિકાઓ ને આખા શરીરનો આંટો પૂરો કરતા ૩૦ સેકન્ડ લાગે છે, આ ૩૦ સેકન્ડમાં ૧૧૨૦૦૦ કિલોમીટર જેટલું અંતર કાપે છે.
૨૫. કેકડા ના નીલમ જેવું લોહી ધરતી ઉપર એક માત્ર એવો પદાર્થ છે જેનો ઉપયોગ ડ્રગ્સ માંથી મળતા દુષિત પદાર્થનો ટેસ્ટ કરવા માટે કરી શકાય છે.
૨૬. જો રક્ત વાહિકાઓ ને એકબીજા સાથે જોઈન્ટ કરવા માં આવે તો ૨ વખત ધરતી ના ચક્કર મારી શકે એટલી લાંબી થાય.
૨૭. અત્યાર સુધી કૃત્રિમ લોહી નથી બનાવી શક્યા.તે ફક્ત ભગવાનની દેન છે.
૨૮. રેડ બ્લડ સેલ તે ફક્ત ઓક્સીજન ને લઈને ચાલે છે અને કાર્બન ડાયોક્સાઈડ ને ખતમ કરે છે.
29. વાઈટ બ્લડ સેલ તે શરીરમાં બેક્ટેરિયા અને વાયરસ થી બચાવે છે.
૩0. પ્લાઝમા તે શરીરમાં પ્રોટીન લઈને ચાલે છે તે લોહીને જામી જવાથી રોકે છે.
31. platelets તે લોહીને જામી જવામાં મદદ કરે છે, તેના લીધે ઘા લાગવાથી થોડી જ વારમાં લોહી નીકળવાનું બંધ થઇ જાય છે.