પ્રિન્ટર નિર્માણ થી જોડાયેલ દિગ્ગજ કંપની એચપી એ એક ખાસ પ્રિન્ટર લઈને આવી છે. આ એટલું નાનું છે કે તમે આને પોતાના ખિસ્સામાં પણ રાખી શકો છો. તેની કિંમત ૮૯૯૯ રૂપિયા છે. આ વસ્તુ એવી જરૂરિયાત વાળા લોકો માટેજ છે જેને હજુ પણ ફોટા ની હાર્ડ કોપી કઢાવવા ની જરૂર છે કે શોખ છે.
આજે લગભગ દરેક લોકોના ફોનમાં કેમેરા છે. આપણે જયારે ઈચ્છીએ ત્યારે પોતાની મરજીથી ફોટો પાડી શકીએ છીએ. પરંતુ સમસ્યા ત્યારે આવે છે જયારે આપણે તેને પ્રિન્ટ કરાવવા માંગીએ છીએ. માર્કેટમાં કલર લેબ શોધવું મુશ્કેલ કામ છે, ત્યાં જ હોમ પ્રિન્ટર સારો વિકલ્પ તો છે, પરંતુ આપણે તેને બધી જગ્યાએ લઇ જઈ શકતા નથી. આ સમસ્યાને હલ કરવા માટે પ્રિન્ટર નિર્માણ સાથે જોડાયેલ દિગ્ગજ કંપની એચપી એક ખાસ પ્રિન્ટર લઈને આવી છે.
આ એટલું નાનું છે કે તમે આને પોતાના ખિસ્સામાં પણ રાખી શકો છો. કંપનીએ આ પ્રિન્ટરને HP સ્પ્રોકેટ નામથી બજારમાં બહાર પાડ્યું છે. આ બ્લુટૂથ પર કામ કરે છે, એવામાં આને કનેક્ટ કરવા માટે વાયરની જરૂર પણ પડતી નથી. કમ્પનીએ આ ફોટો પ્રિન્ટર ને ૮,૯૯૯ રૂપિયામાં ભારતીય બજારમાં ઉતાર્યું છે. ઓન લાઈન બજાર માંથી અથવા પછી HP ની ઓફિસિયલ વેબસાઈટ પરથી ખરીદી શકો છો.
આ પ્રિન્ટર ખાસ કરીને પાસપોર્ટ સાઈઝ ફોટોની જરૂરીયાતને પૂરી કરવા માટે બહાર પાડવામાં આવ્યું છે. આની મદદથી ૨ × ૩ ઇંચ ની ફોટો પ્રિન્ટ કરી શકો છો. આના માટે કંપનીએ ખાસ એપ તૈયાર કરી છે. આ એપની મદદથી યુઝર બ્લુટૂથ ની મદદથી પ્રિન્ટરને સ્માર્ટ ફોન સાથે જોડી શકે છે. HP સ્પ્રોકેટ નામની આ એપ ગુગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પર ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. આ પ્રિન્ટરની મદદથી યુઝર માત્ર પોતાના ફોનમાં સેવ કરેલા ફોટોની જ નહિ, પરંતુ ફેસબુક અથવા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રહેલા ફોટો ની પ્રિન્ટ લઇ શકે છે.
એચપી અનુસાર આ પ્રિન્ટર ઝિંગ ટેકનીક પર કામ કરે છે. ઝીંક ફોટો પેપર થી ફોટા પેપર પર એકદમ કલરફૂલ અને સ્મજડેશપ્રૂફ પ્રિન્ટ થાય છે. તેની સાથે જ પ્રિન્ટ થયેલા ફોટો વોટર રેસીસ્ટન્ટ પણ છે. ગ્રાહક આ ઝીંક ફોટો પેપર નું ૨૦ નું પેક ૫૩૯ રૂપિયા અને ૫૦ પેપર્સ નું પેક ૧૨૪૯ રૂપિયામાં ખરીદી શકે છે. ત્યાં જ પ્રિન્ટર ખરીદવા પર તેમાં પહેલેથી જ ૧૦ પેપર્સ નું એક પેક ફ્રી માં આપવામાં આવે છે.