અહીં તસવીરમાં દર્શાવેલા છે રસિયા ની કરોડોપતિ છોકરી ને પ્રેમ થયો દસમી ફેલ છોકરા સાથે. તે પોતાની કરોડોની સંપત્તિ છોડીને ગામડામાં યુવક સાથે રહેવા માટે તૈયાર થઈ ગઈ. સાચું સુખ મોટા શહેરોમાં નથી મિત્રો. સાચું સુખ માત્રને માત્ર પરિવારમાં અને સંબંધો સાચવવામાં છે.(ક્રોસ ચેક નથી કર્યું આ ફોટા સાથે આ માહિતી સોસીયલ મીડયા પર મળેલી)
આજકાલની છોકરીઓને ખબર નઇ શું થઈ ગયુ છે. સૌ કોઈને મોટા શહેરોની માયા લાગી ગઈ છે. ગામડામાં તો કોઈને રહેવું જ નથી. છોકરીઓ તો ઠીક પણ છોકરીઓના વાલીઓ પણ મોટા શહેરનો છોકરો જ તેની માટે શોધે છે. વાલીઓ જ્યારે છોકરીઓ માટે મુરતિયો શોધવા નીકળે છે ત્યારે તે મુરતિયાને નહીં પરંતુ તેની પાસે પ્રોપર્ટી કેટલી છે, ઘર કેવડું મોટું છે, જમીન કેટલી છે એ બધું જાણીને જ નક્કી કરે છે.
કેટલાક તો અમુક વિચિત્ર માગણીઓ પણ કરે છે જેમ કે મારી છોકરીને દર શનિ-રવિ બહાર ફરવા જોઈએ, હોટલનું ખાવા જોઈએ, કિટી પાર્ટી કરવા જોઈએ. જાણે કે તેઓ છોકરીઓ માટે ઘર શોધવા નહીં પરંતુ દીકરીના મોજ શોખ શોધવા નીકળ્યા છે. પોતાના ઘરમાં એક ઓરડીમાં સાત-સાત લોકો રહેતા હશે પરંતુ મુરતિયાને મોટો બંગલો છે કે નહિ એ ખૂબ જ જરૂરી છે.
આ સમસ્યાને દર્શાવવા માટે શ્રી શૈલેષભાઇ સાગપરીયાએ એક મહત્ત્વનો લેખ લખ્યો હતો. જે આ મુજબ છે.
*” મને ગઈકાલે એક ઓળખીતા ભાઈનો ફોન આવ્યો. મને કહે ‘સાહેબ મારી દીકરીની સગાઇ કરવી છે જો કોઈ અમદાવાદ, વડોદરા, સુરત કે રાજકોટનો સારો છોકરો હોય તો ધ્યાનમાં રાખજો.” મેં પૂછ્યું, “પણ આ મોટા શહેરો જ કેમ ? નાના શહેરમાં કે ગામડામાં રહેતો હોય એવો સારો છોકરો ના ચાલે ?” મને કહે, “શૈલેશભાઈ દીકરી કહે છે કે એને નાના શહેર કે ગામડામાં નથી જવું ત્યાં ના ફાવે”
આ દીકરીનો જન્મ ગામડામાં જ થયો છે અને એણે 21 વર્ષ ગામડામાં જ કાઢ્યા છે. અત્યારે પણ ગામડામાં જ રહે છે અને જ્યાં ચોરી કરીને પાસ થવાય એવી કોલેજમાંથી એણે ગ્રેજ્યુએશન કર્યું છે. નાનપણથી ગામડામાં જ ઉછરેલી આ દીકરીને હવે મેગાસીટીમાં જ જવું છે બોલો !
આ ખાલી એક દીકરીની નહિ અપવાદોને બાદ કરતા મોટા ભાગની દીકરીઓની ઈચ્છા છે. કોઈને ગામડું ગમતું જ નથી તો ગામડાને શું ગોળીએ દેવા ? શહેરમાં ભલે 50 વારની નાની ઘોલકીમાં રહેવું પડે તે મંજૂર છે પણ ગામડાના 500 વારના ફળિયાવાળા મકાનમાં તો નથી જ રહેવું.
દીકરીઓની સાથે સાથે એના માં-બાપને પણ ગામડામાં દીકરી દેવાની બિલકુલ ઈચ્છા નથી. આમાં ગામડા પડી ના ભાંગે તો બીજું શું થાય ? શહેરમાં જે સુવિધાઓ ઉપલબ્ધ છે એ બધી જ સુવિધાઓ આજે ગામડામાં પણ મળે છે આમ છતાં ગામડા પ્રત્યે સુગ કેમ છે એ જ નથી સમજાતું ? હું અગાઉ લખી ચૂક્યો છું કે હું ગુજરાત સરકારનો અધિકારી હોવા છતાં શરૂઆતના વર્ષોમાં ગામડે રહીને અપડાઉન કરતો અને પોસ્ટગ્રેજ્યુએટ થયેલી મારી ધર્મપત્ની પણ ગામડે જ રહેતી.
બીજી એક બાબત એ પણ જોવા મળે છે કે દીકરી માટે મુરતિયો પસંદ કરતી વખતે છોકરાના સંસ્કાર જોવાના બદલે સંપત્તિ જોવામાં આવે છે. છોકરા પાસે બંગલો, ગાડી અને વાડી હોય એટલે પછી એ દારૂ પીતો હોય તો પણ વાંધો નથી અને જો સંપત્તિ વગરનો સારામાં સારો સંસ્કારી છોકરો હોય તો એની સામે વાંધો છે. સંપત્તિ જોવે એની સામે ના નથી પણ આપણા એવા તે કેવા માપદંડ જે સંપત્તિના આધારે જ દીકરીના સાસરિયાનું સુખ નક્કી કરે ?
મેં એવા ઘણા પરિવારો જોયા છે જ્યાં સંપત્તિ જોઈને દીકરી દીધી હોય અને પછી પાછળથી છોકરીની હાલત સોનાના પાંજરામાં પુરાયેલી મેના જેવી થઇ ગઈ હોય.
માં-બાપ અને દીકરી બંનેએ સમજવાની જરૂર છે કે સુખ માત્ર શહેરમાં નહિ ગામડામાં પણ છે અને સંપત્તિને બદલે સંપત્તિ પેદા કરવાની ક્ષમતાવાળો છોકરો તમારી દીકરીને વધુ સુખી કરી શકશે.
Shailesh Sagpariya
આ સમસ્યાને મહદંશે દૂર કરવા માટે અમુક યુવકો અને યુવતીઓ પરિવારની જાણ બહાર લવ મેરેજ પણ કરી લે છે. શરૂઆતમાં માતાપિતા સ્વીકાર્ય નથી કરતા પરંતુ લગ્નના બે ત્રણ વર્ષમાં તો સ્વીકાર કરી જ લે છે. મિત્રો આમાં વાલીઓની જ ભૂલ છે. કે તેઓ દીકરી માટે હંમેશા સંપત્તિ વાળો જ મુર્તિઓ શોધવા નિકળે છે અને પાછળથી પસ્તાય છે.
નિયતીની પણ આવી જ કહાની છે. તેના લગ્ન તેના વાલીઓએ છોકરાની સંપત્તિ જોઈને નક્કી કર્યા. વર પક્ષ તરફથી જણાવવામાં આવ્યું કે છોકરો સારી એવી નોકરી કરે છે અને મહિને પચાસ હજાર કમાય છે. લગ્ન બાદ નિયતી રોજ સવારે ઉઠી જતી, પોતાના પતિનું ટિફિન બનાવતી. સાંજે પતિના ઘરે આવ્યા બાદ પતિ તેને બહાર ફરવા લઈ જતો. બહાર ફરવા તો લઈ જતો પરંતુ નિયતીને પતિના મિત્રો સાથે મૂકીને પતિ પોતે બીજી યુવતી સાથે ફરવા જતો. છ મહિના સુધી આવું સતત ચાલ્યા કરતું હતું અને નિયતિ શાંતિપૂર્વક બધું સહન કર્યા કરી રહી હતી. અચાનક સાસરીયા પક્ષ તરફથી નિયતિને ત્રાસ આપવાનું શરૂ કરવામાં આવ્યું.
અને બીજી બાજુ ખબર પડી કે નિયતિનો પતિ કોઈ કામ ધંધો જ નથી કરતો તે છ મહિના સુધી જૂઠું બોલીને જોબ પર જવાનું નાટક કરીને દરરોજ સવારે ટિફિન લઈને નીકળી જતો અને બહાર આંટા મારતો. નિયતિની સહન ન થતાં તેણે બધી વાત પોતાના માતા પિતાને જણાવી છથી આઠ મહિના સુધી કોર્ટમાં કેસ ચાલ્યા બાદ છૂટાછેડા થયા અને અંતે સંબંધનો ખૂબ દુઃખમય અંત આવ્યો. છૂટાછેડાના પાંચ વર્ષ બાદ પણ નિયતિ હજુ સુધી એકલી છે અને પોતાના મા બાપ સાથે રહે છે. બીજી બાજુ નિયતિની નાની બહેન પણ લગ્નની ઉંમર લાયક થઈ ગઈ છે. મોટી બહેન સાથે આવી ઘટના બની છે એ જોઈને નાની બહેન પણ લગ્ન માટે તૈયાર નથી.
બીજી બાજુ નીરજ સાથે પણ એજ ઘટના બની. નીરજના તો લગ્નના ૪ મહિના બાદ જ છુટાછેડા થઇ ગયા. લગ્નનો પ્રસ્તાવ આવ્યો ત્યારે છોકરીના વાલીઓ તરફથી જે માંગ હતી કે તેમની છોકરીને દર શનિ રવિ પાર્ટીઓ કરવી અને બહાર ફરવાનુ જોઈએ છે. નીરજ એ પ્રમાણે તેમની છોકરીને દર શનિ રવિ બહાર લઈ જતો. પરંતુ વહુ પણ થોડી કંટ્રોલથી બહાર હતી તેમજ લગ્નેતર સંબંધો હતા. ઘરમાં વડીલો સમક્ષ આડેધડ કપડાંમા ફરવું , ધુમ્રપાન કરવું , દારુ પીવું વગેરે એક આદર્શ વહુના લક્ષણો નહોતા. જેને લીધે સંબંધનો અંત આવ્યો. મોટા ભાઈના સંબંધનો આવો અંત જોઈને નાના ભાઈ પર પણ ખરાબ અસર પડી અને તેણે પણ લગ્ન ન કરવાનો નિર્ણય લીધો.
મિત્રો હવે વાત કરીએ સિદ્ધાર્થની. સિદ્ધાર્થનાં માતા પિતા મધ્યમ વર્ગના હતા. સિદ્ધાર્થ માટે લગ્ન માટેના પ્રસ્તાવો તો ઘણાં આવી રહ્યા હતા. પરંતુ પ્રોપર્ટી ન હોવાના કારણે કોઇ પણ પોતાની દીકરી આપવા તૈયાર નહોતું. દર બીજે ત્રીજે દિવસે બધી બાજુથી ના આવતી હતી. બીજી બાજુ સિદ્ધાર્થે કંટાળી જઈને લગ્ન ન કરવાનો નિર્ણય લીધો. સિદ્ધાર્થ એક સુશીલ અને સંસ્કારી છોકરો હતો. કુદરતે પણ તેની સાથે સારું જ કર્યુ.
સિદ્ધાર્થે પોતાની ખાસ મિત્ર સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો. અને તે મિત્રને તે છેલ્લા પાંચ વરસથી જાણતો હતો. સિદ્ધાર્થના ઘરની દશા તેને ખૂબ જ સારી રીતે ખબર હતી. અને તે ઘણી સમજુ હતી. સિદ્ધાર્થનાં માતા પિતા આ લગ્ન માટે રાજી નહોતા. માટે સિદ્ધાર્થે પરિવાર વિરુદ્ધ જઈને તે છોકરી સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો. લગ્નના બે મહિના બાદ જ સિદ્ધાર્થના મા બાપે બંનેના સંબંધનો સ્વીકાર કરી લીધો. આજે બેવના લગ્નને સાત વર્ષ થયાં છે અને બંને પોતાના પરિવાર સાથે સુખીથી રહે છે.