“નાલાયક ડોલે ડોલે ડેમ ભર્યો? ”
નવા નવા નોકરીએ લાગેલા સીવીલ એન્જીનીયરે સડસઠ વર્સના સીનીયર એન્જીન્યર ને પુછ્યું…. તમે સડસઠ વર્સ સું કર્યું……?
એમણે એ છોકરા સામે જોઈ ને કહ્યું પેન અને ડાયરી હોય તો લખ…
ભાખરા નાંગલ ડેમ… હીમાચલ પ્રદેશમાં બનાવ્યો, ૭૪૦ ફુટનો…
બગલીહાર ડેમ … જમ્મુ કાશ્મીર માં ૪૭૨ ફુટ…
તીહરી ડેમ … ઉત્તરા ખંડમાં…૮૫૫ ફુટ…
નાગાર્જુન ડેમ ..તેલંગાણાં …૪૦૭ ફુટ.
બનસાગર … મધ્ય પ્રદેશ …220 ફુટ
હીરા કુંડ.. ઓરીસા… 200 ફુટ..
સરદાર સરોવર.. ગુજરાત ૫૩૫ ફુટ..( એમાં ૨૭૦ ફુટ બનાવ્યા પછી મારી બદલી થઈ ગય )
ઈન્દીરા સાગર મધ્યપ્રદેશ ૩૦૨ ફુટ
ભવાની સાગર તામીલનાડુ ૧૦૫ ફુટ
ઈન્ડુકી ડેમ કેરાલા ૫૫૪ ફુટ
મેટ્ટુર ડેમ કેરાલા ૧૨૦ ફુટ
શ્રિશાઈલમ ડેમ આંન્ધ્ર ૪૭૬ ફુટ
કોયાન્ના ડેમ મહારાષ્ટ્ર ૩૩૯ ફુટ
તુંગભદ્રા ડેમ કર્નાટકા 162 ફુટ
મુલ્લા પેરીયાર ડેમ તામીલનાડુ ૧૭૬ ફીટ
પોંગ ડેમ.. હીમાચલ ૩૪૬ ફીટ
નથ્થપ્પા ડેમ હીમાચલ ૨૦૫ ફીટ
રાણા પ્રતાપ સાગર રાજસ્થાન ૧૭૭ ફુટ…
ચામેરા ડેમ હીમાચલ ૭૪૧ ફુટ
રંગીત ડેમ સીક્કીમ ૧૪૮ ફીટ
આ ઉપરાંત બીજા ૧૪૦ ફુટ કે તેથી ઓછી ઉંચાઈના ૧૦૮૭ ડેમ બનાવ્યા…
પછી એમણે એ નવા આવેલા સીવીલ એન્જીન્યર ને પુછ્યું, આ પહેલાં તે જ્યાં બાવીસ વર્સ નોકરી કરી એ કંપનીમાં તે શું કર્યું….?
એણે નીચું મોઢું રાખીને કહ્યું સાહેબ તમે 1952 માં બનાવેલા આજી ડેમમાં બાવીસ વરસથી પાણી ભરતો હતો, હમણાં ભરી રહ્યો…..
અલ્યા ૧૦૨ ફુટના ડેમમાં પાંણી ભરતાં બાવીસ વર્સ લાગ્યાં… નાલાયક ડોલે ડોલે ડેમ ભરતો હતો ..?