દહીં ના ફાયદા ફક્ત મોં થી બોલવાથી જ નથી પણ દહીં ખરેખર આપણા માટે ખુબ જ કામની વસ્તુ છે. તે કુદરતી સોંદર્ય સાધન છે જે માત્ર સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી પણ આપણા સોંદર્યને પણ જાળવી રાખે છે. આજકાલ લોકો તેમના ફીટનેશને લઈને ખુબ ઉત્સાહિત રહે છે. જેને લઈને તેમને કલાકો જીમમાં પસાર કરવા પડે છે. પણ દહીં એક એવો ઉપાય છે જે ચરબીને ઘટાડવામાં ખુબ મદદ કરે છે. એટલું જ નહિ જે લોકો ખુબ જ દુબળા હોય છે દહીં ખાવાથી તેનું વજન સામાન્ય થઇ જાય છે. જો તમે તે વિચારી રહ્યા છો કે આ કોઈ જાદુ છે શું? તો એવું કાઈ જ નથી. દહીં માત્ર આપણા શરીરના વજનને સામાન્ય કરી દે છે. આજે અમે તમને દહીના થોડા આશ્ચર્યજનક ફાયદા જણાવવા જઈએ છીએ.
ચરબીને કરે છે સાફ
ભાગદોડ વાળુ જીવન અને અનિયમિત ખાવા પીવાનું ને લઈને આજકાલ લોકોમાં કારણ વગરની ચરબી ઘર કરી ગઈ છે. તે બિલકુલ સાચું છે કે ચરબી એકલી જ નથી આવતી પણ સાથે ઘણી જાતની બીમારીઓ સાથે લાવે છે. દહીના સેવનથી શરીરની વધારાની ચરબી ઘટાડી શકાય છે. વધુ પ્રમાણમાં લોકોને પેટની ચરબીની તકલીફ હોય છે. તેના માટે તમે નિયમિત દહીં, છાશ કે લસ્સીનું સેવન કરશો તો તમારી તકલીફ થોડા જ દિવસોમાં હલ થઇ જશે. જે લોકો ખુબ પાતળા છે અને થોડું વજન વધારવા માંગે છે તેમણે દહીં સાથે સુકી દ્રાક્ષ , બદામ અને ખજૂર લેવા જોઈએ. તે સ્વાદિષ્ઠ હોવા સાથે જ ખુબ પોષ્ટિક પણ છે.
ત્વચાને નિખારે
દહીં આપણને આંતરિકની સાથે સાથે બહારથી પણ ફાયદો કરે છે. દહીના સેવનથી સોંદર્યને ઘણે અંશે નીખારી શકાય છે. જો તમે વજન ઘટાડવા માગો છો તો તમે સવારે ખાલી પેટ દહીનું સેવન કરો. તેનાથી તમારી પાચનક્રિયા સારી રહેવા ની સાથે જ ચહેરા ઉપર ચમક પણ આવશે. અને જો તમે થોડું વજન વધારવા માગો છો તો સવારે ખાલી પેટ દહીંની સાથે કેળા નું સેવન કરો. થોડા દિવસો સુધી આવું કરવાથી તમારો ચહેરો ગુલાબની જેમ ચમકવા લાગશે. તેની સાથે જ તમે તમારા ફેશપેક સાથે પણ દહીં ભેળવીને પેસ્ટ લગાવી શકો છો.
વાળને બનાવે છે મજબુત
વાળનું તૂટવું અને ખરાબ થઇ જવા આજકાલ ન ફક્ત મહિલાઓમાં પણ પુરુષોમાં પણ આવી તકલીફો થઇ ગઈ છે. દહીંનું સેવન વાળોને તૂટવાની તકલીફને તરત રોકે છે. દહીના સેવન સિવાય દહીને વાળ ઉપર લગાવી પણ શકાય છે. દહીથી વાળ લાંબા, ઘાંટા અને મુલાયમ થાય છે. નહાતા પહેલા વાળમાં દહીથી માલીશ કરો જેનાથી વાળોના મૂળ સુધી દહીં પહોચી જાય. થોડા સમય પછી વાળને ધોઈ લો. દહીના આવા પ્રયોગથી ડેંડ્રફ પણ દુર થઇ જાય છે.
પરસેવાની દુર્ગંધ પણ દુર થશે
ઘણા લોકોમાં પરસેવામાં ખુબ દુર્ગંધ આવે છે. આવા લોકોને જો કોઈ ન ટોકે તો પણ પોતાને જ શરમ લાગે છે. દહીના સેવન થી પરસેવાની દુર્ગંધને હમેશા માટે દુર કરી શકો છો. તે સિવાય નહતા પહેલા દહીં અને બેસનનો લેપથી શરીર ઉપર માલીશ કરવાથી દુર્ગંધથી છુટકારો મળે છે.