ખેતી બાબતમા ઇઝરાયલ દુનિયાનો સૌથી મોટો દેશ માનવામાં આવે છે. ત્યાં રણપ્રદેશ માં ઝાકળ નાં બુંદ થી સિચાઈ થાય છે, દીવાલો ઉપર ઘઉં, ચોખા ઉગાડવામાં આવે છે, ભારતના લાખો લોકો માટે આ એક સપનું છે. ઇઝરાયલની વિચારધારા ઉપર રાજસ્થાનના એક ખેડૂતે ખેતી શરુ કરી અને તેનું વર્ષનું ટર્નઓવર સંભાળીને તમે પણ તેના વખાણ કર્યા વગર નહી રહી શકો.
દિલ્હી થી લગભગ ૩૦૦ કી.મી. દુર રાજસ્થાનના જયપુર જીલ્લામાં એક ગામ છે ગુદા કુમાવતાન. તે ખેડૂત ખેમાંરાવ ચોધરી (45 વર્ષ) નું ગામ છે. ખેમારાવે ટેકનીક અને પોતાનીં બુદ્ધિનો એવો તાલમેલ કર્યો કે તે લાખો ખેડૂતો માટે નમુનારૂપ બની ગયો છે. આજનો તેનો નફો લાખો રૂપિયામાં છે. ખેમારામ ચોધરીએ ઇઝરાયલની વિચારધારા ઉપર થોડા વર્ષ પહેલા સંરક્ષિત ખેતી (પોલી હાઉસ) કરવાની શરૂઆત કરી હતી. આજે તેને જોઇને આજુ બાજુના લગભગ 200 પોલી હાઉસ બની ગયા છે, લોકો હવે આ વિસ્તારને મીની ઇઝરાયલના નામથી ઓળખે છે. ખેમારામ પોતાની ખેતીથી વર્ષના એક કરોડનું ટર્નઓવર લઈ રહ્યા છે.
સરકાર તરફથી ઇઝરાયલ જવાનો લાભ મળ્યો
રાજસ્થાનના જયપુર જીલ્લા મુખ્ય કચેરીથી લગભગ 35 કી.મી. દુર ગુડા કુમાવતાન ગામ છે. આ ગામના ખેડૂત ખેમારામ ચોધરી (45 વર્ષ) ને સરકાર તરફથી ઇઝરાયલ જવાનો લાભ મળ્યો હતો . ઇઝરાયલથી પાછા ફર્યા પછી તેમની પાસે કોઈ જમા મૂડી ન હતી પણ ત્યાંની ખેતીની ટેક્નીક જોઇને તેણે નક્કી કરી લીધું કે તે ટેકનીકને પોતાના ખેતરમાં પણ શરુ કરશે.
સરકારની સબસીડીથી શરુ કર્યું હતું પહેલું પોલી હાઉસ
ચાર હજાર ચોરસ મીટરમાં તેમણે પહેલો પોલી હાઉસ સરકારની સબસીડી દ્વારા શરુ કર્યું. ખેમારામ ચોધરી એ જણાવ્યું “એક પોલી હાઉસ શરુ કરવામાં ૩૩ લાખનો ખર્ચો થાય, જેમાંથી નવ લાખ મારે આપવા પડશે જે મેં બેન્કમાંથી લોન લીધી હતી, બાકી સબસીડી મળી ગઈ છે. પહેલી વાર કાકડી વાવીને લગભગ દોઢ લાખ રૂપિયા તેમાં ખર્ચ થયો.
ચાર મહિનામાં જ 12 લાખ રૂપિયાની કાકડી વેચી, આ ખેતીને લઈને મારો પહેલો અનુભવ હતો.” તેઓ આગળ જણાવે છે કે “આટલી ઝડપથી હું બેન્કનું દેવું ચૂકવી શકીશ તેવું મેં વિચાર્યું પણ ન હતું પણ જેથી ચાર મહિનામાં જ સારો નફો મળ્યો, મેં તરત જ બેન્કનું દેવું ચૂકવી દીધું. ચાર હજાર ચોરસ ફૂટમાં પોલી હાઉસ બનાવ્યું છે.”
મીની ઇઝરાયલના નામથી જાણીતો છે આ વિસ્તાર
ખેમારામ ચોધરી રાજસ્થાનના પહેલા ખેડૂત છે જેમણે ઇઝરાયલના આ મોડલની શરૂઆત કરી હતી. આજે તેમની પાસે પોતાના સાત પોલી હાઉસ છે, બે તળાવ છે, ચાર હજાર ચોરસ મીટરમાં ફેન પૈડ છે, 40 કિલોવોટનું સોલર પેનલ છે. તેને જોઈને આજે આજુબાજુના પાંચ કી.મી.ના વિસ્તારમાં લગભગ 200 પોલી હાઉસ બની ગયા છે.
આ જીલ્લાના ખેડૂતો સંરક્ષિત ખેતી કરીને હવે સારો નફો મેળવી રહ્યા છે. પોલી હાઉસ લગાવેલ આ આખા વિસ્તારના લોકો હવે મીની ઇઝરાયલના નામથી ઓળખાય છે. ખેમારામનું કહેવું છે, ” જો ખેડૂતોને ખેતી વિશે નવી ટેકનીકની ખબર હોય અને ખેડૂત મહેનત કરે અને સરકારે આપેલા વાયદા પ્રમાણે ૫૦% થી વધુ નફો આપે તો તેમની આવક 2019 માં બમણી નહી પણ દસ ગણી વધી જશે.”
નફાનો સોદો છે ખેતી પોતાની વધતી ઉંમરનો અનુભવ રજુ કરતા જણાવે છે, “આજ થી પાચ સાત પહેલા વર્ષ પહેલા અમારી પાસે એક રૂપિયાની પણ જમામૂડી ન હતી, ખેતીથી કુટુંબનો વર્ષનો ખર્ચો કાઢવો પણ તકલીફ પડતી હતી. દરેક સમયે ખેતી નુકશાનીમાં જ ચાલતી હતી, પણ જ્યારથી ઇઝરાયલથી પાછો ફર્યો અને પોતાના ખેતરમાં નવી ટેકનીક અને રીતો અપનાવી, ત્યારથી મને લાગે છે ખેતી નફાનો ધધો છે, આજે ત્રણ હેક્ટર જમીનમાંથી જ વર્ષનો એક કરોડનું ટર્નઓવર નીકળી જાય છે.”
ખેમારામે પોતાની ખેતીમાં 2006-07 થી ડ્રીપ ઈરીગેશન 18 વિધા ખેતીમાં લગાવ્યું હતું. તે પાકને જરૂર મુજબનું પાણી મળે છે અને ખર્ચો પણ ઓછો આવે છે. ડ્રીપ ઇરીગેશનથી ખેતી કરવાના કારણે જ જયપુર જીલ્લામાંથી તેમણે સરકારી ખર્ચે ઇઝરાયલ જવાનો લાભ મળ્યો હતો જ્યાંથી તે ખતી અને ટેકનીક શીખી આવ્યા છે.
ઇઝરાયલ મોડલ દ્વારા જ ખેતી કરવાથી દસ ગણો નફો
જયપુર જીલ્લામાં સાથી મોટી અને ગુઢા કુમાવતાન ગામમાં ખેડૂતોએ ઇઝરાયલમાં ઉપયોગમાં લેનારા પોલી હાઉસ આધારિત ખેતીને અહિયાં સાકાર કર્યું છે. નવમું ધોરણ પાસ ખેમારામની સ્થિતિ આજથી પાચ વર્ષ પહેલા બીજા સામાન્ય ખેડૂતો જેવી હતી. આજથી 15 વર્ષ પહેલા તેમના પિતા દેવામાં ડૂબેલા હતા. વધુ અભ્યાસ ન કરવાથી કુટુંબનું ભરણ પોષણ માટે ખેતી કરવી જ આવકનું મુખ્ય સાધન હતું. તે ખેતીમાં સુધારો લાવવા માંગતો હતો, શરૂઆત તેમણે ડ્રીપ ઈરીગેશન થી કરી હતી. ઇઝરાયલ ગયા પછી તે ત્યાના મોડલ અપનાવવા માંગતા હતા.
કૃષિ વિભાગની મદદથી અને બેંકની લોન લીધા પછી તેમણે શરૂઆત કરી. ચાર મહિનામાં 12 લાખની કાકડી વેચી, તેનાથી તેમનો આત્મવિસ્વાસ વધ્યો. જોતજોતામાં ખેમારામે સાત પોલી હાઉસ લગાવીને વર્ષનું ટર્નઓવર એક કરોડ નું લેવા લાગ્યા છે. ખેમારામે જણાવ્યું, “મેં સાત મારા પોલી હાઉસ લગાવ્યા અને મારા ભાઈઓ એ પણ પોલી હાઉસ લગાવ્યા, પહેલા અમે સરકારની સબસીડીથી પોલી હાઉસ લગાવ્યા પણ હવે સીધા જ લગાવી લઈએ છીએ, તેટલી જ એવરેજ આવે છે, પહેલા પોલી હાઉસ લગાવવાથી ભાગતા હતા હવે બે હજાર ફાઈલો સબસીડી માટે પડી છે.”
તેના ખેતરમાં રાજસ્થાનનું પહેલું ફેન પેડ
ફેન પેડ (વાતાનુકુલિત) નો અર્થ આખુ વર્ષ જયારે ઈચ્છો ત્યારે તે પાક લઇ શકો છો. તેનો ખર્ચ ખુબ વધુ છે એટલે તે ઉગાડવાની એક સામાન્ય માણસની ગજા ની વાત નથી. 80 લાખનો ખર્ચમાં 10 હજાર ચોરસ મીટરમાં ફેન પેડ લગાવનાર ખેમારામે જણાવ્યું, “આખું વર્ષ તેના ઓક્સીજનમાં જેટલા તાપમાન ઉપર જે પાક લેવા માગો તે લઇ શકો છો,, હું શક્કર ટેટી અને કાકડી જ લઉં છું, તેની ઉપર ખર્ચ વધુ આવે છે પણ નફો ચાર ગણો થાય છે.
દોઢ મહિના પછી આ ખેતીમાંથી કાકડી નીકળવા લાગશે, જયારે શક્કર ટેટી કોઈ જગ્યાએ નથી ઉગતી તે સમયે ફેન પેડમાં તેની સારી ઉપજ અને સારો ભાવ લઇએ છીએ.” તેઓ આગળ જણાવે છે, ” કાકડી અને શક્કર ટેટી નો ખુબ સારો નફો મળે છે, તેમાં એક બાજુ 23 પંખા લાગેલા છે બીજી તરફ ફુવારાથી પાણી ફેંકાય છે, ગરમીમાં જયારે તાપમાન વધુ રહે છે તો સોલરથી આ પંખા ચલાવીએ છીએ, પાકને જરૂર મુજબ વાતાવરણ મળે છે, જેની ઉપજ સારી થય છે.”
ડ્રીપ ઈરીગેશન અને મલ્ય પદ્ધતિ છે ઉપયોગી
ડ્રીપથી સિચાઈમાં ખુબ પૈસા બચી જાય છે અને મલ્ય પદ્ધતિથી પાક સીઝનનો માર, ઉપયોગથી બચી જાય છે જેથી સારી ઉપજ થાય છે. તરબૂચ, કાકડી, ટીંડોરા અને ફૂલોની ખેતીમાં સારો નફો છે. સરકાર તેમાં સારી સબસીડી આપે છે, એક વખત રોકાણ કર્યા પછી તેમાં સારી ઉપજ લઇ શકાય છે.
તળાવના પાણીથી કરી શકો છો ૬ મહિનામાં સિચાઈ
ખેમારામે પોતાની અડધા હેકટર જમીનમાં બે તળાવ બનાવ્યા છે, જેમાં વરસાદનું પાણી જમા થઇ જાય છે. તે પાણી થી છ મહિના સુધી સિચાઈ કરી શકાય છે. ડ્રીપ ઈરીગેશન અને તળાવના પાણીથી જ આખી સિંચાઈ થઇ જાય છે. ફક્ત ખેમારામની નહિ પણ અહિયાંના મોટાભાગના ખેડૂતો પાણી આવી રીતે જ સંગ્રહ કરે છે, પોલી હાઉસની છત ઉપર લાગેલા નાના સ્પીંકલર અંદર તાપમાન ઓછું રાખે છે. દસ ફૂટ ઉપર લાગેલા ફુવારા પાકમાં નમી જાળવી રાખે છે.
સોર્ય શક્તિથી વીજળીનો કાપ ને આપી રહ્યા છે હાર
દરેક સમયે વીજળી રહેતી નથી, માટે ખેતારામે પોતાના ખેતરમાં સરકારી સબસીડીની મદદથી 1`5 વોટનું સોલર પેનલ લગાવ્યું અને પોતે 25 વોટનું લગાવ્યું. તેની પાસે 40 વોટનું સોલર પેનલ લાગેલ છે. તે પોતાનો અનુભવ જણાવે છે, “જો એક ખેડૂતે પોતાની આવક વધારવી છે તો થોડું જાગૃત થવું પડશે
ખેતી સાથે જોડાયેલી સરકારી યોજનાઓની જાણકારી રાખવી પડશે, થોડું જોખમ લેવું પડશે, ત્યારે ખેડૂત પોતાની ઘણી બધી આવક વધારી શકે છે,” તે લોકો જણાવે છે, “સોલર પેનલ લગાવવાથી પાકને સમયસર પાણી મળી શકે છે, ફેન પેડ પણ તેની મદદથી ચાલે છે, તેના લગાવવાથી પૈસા તો એક વખત ખર્ચ થયો જ છે પણ ઉપજ પણ ઘણી બધી વધી છે જેનાથી સારો નફો પણ મળી રહે છે, સોલર પેનલથી આપણે વીજળી કાપથી બચી શકીએ છીએ.”
રોજ આ મીની ઇજરાયલને જોવા આવે છે ખેડૂતો
રાજસ્થાન સાથે અન્ય પ્રદેશો પણ ઘણા ભાગમાંથી આવે છે લોકો ખેતીના આ ઉત્તમ મોડલને જોવા ખેડૂતો રોજ આવતા રહે છે. ખેતારામે જણાવ્યું, ” આજ એ વાતથી મને ખુબ આનંદ છે કે અમારી દેખાદેખી જ ખરી રીતે ખેડૂતોની ખેતીની રીતમાં ફેરફાર લાવવાનું શરુ કર્યું છે. ઇજરાયલ મોડલની શરૂઆત રાજસ્થાનમાં અમે કરી હતી આજે તે સંખ્યા સેકડોમાં પહોચી ગઈ છે, ખેડૂતો સતત તે રીતે ખેતી કરવાનો પ્રયત્નમાં લાગી ગયા છે.”
ભારત નાં ખેડૂતો આ બધી ટેકનીક થી સારી ટેકનીક બનાવી શકે એમ છે બસ એક ભાવ મળવા ની ટેકનીક મળી જાય જ્યારથી ભાવ મળતા થશે તો એવી ખેતી ની ટેકનીક બનાવશે કે ઈઝરાઈલ વાળા ભારત નાં ખેડૂતો પાસે શીખી ને એમના દેશ માં મીની ભારત બનાવી ખેતી કરશે