શું તમે જાણો છો કે એક કિલો સારી જાતના પપિયાના બીજ ની શું કિંમત હોય છે? હિસાબ લગાડો. પાંચસો રૂપિયા? હજાર રૂપિયા? બે હજાર રૂપિયા કિલો? નહી, તમે સાંભળશો તો હોશ ઉડી જશે. શહેરમાં જે પપૈયા ના શોખીન લોકો છે અને ફિગર બરોબર રાખવા માટે જેની પાછળ છોકરા છોકરીઓ પાગલ રહે છે, તે પપૈયા ના એક કિલો બીજ ની કિંમત એક કિલો ચાંદી થી પણ વધુ છે.
ચાંદીનો ભાવ 39 હજાર રૂપિયા કિલોની આસપાસ છે જયારે સારી જાતના પપૈયા ના બીજ ની કિંમત 40 હજાર રૂપિયા કિલો લેખે છે. પૂર્ણિમા (બિહાર) ની પાસે ચિન્મયા નંદ સિહે જયારે બિહારમાંથી પ્રસિદ્ધ પૂસા કૃષિ વિશ્વવિદ્યાલયના વેચાણ કાઉન્ટર ઉપર તેના વિષે જાણ્યું તો તેમને જણાવ્યું કે સારી ગુણવત્તા વાળા પપૈયા ના બીજ 40 હજાર રૂપિયે કિલોના ભાવે મળે છે. મજાની વાત તો એ છે કે ઘણી બધી વેબસાઈટ જે આ વેપારમાં જોડાયેલી છે તે સાચી કિંમત નથી જણાવતી, તેની ઉપર તમારો મોબાઈલ નંબર અને મેલ આઈ ડી આપવાનું કહેવામાં આવે છે. પણ અમુક વેબસાઈટ ઉપર તે ખબર જરૂર છે કે 25 બીજ ની કિંમત 250 રૂપિયા છે.
કેવી રીતે ખાવા પપિયાના બીજ
આજકાલ લોકો પપૈયા ના બીજ ને સ્વાસ્થ્ય માટે સારા, કે એક હેલ્થ ફૂડ માનવા લાગ્યા છે. તમે પપૈયા ના બીજ ને સપ્લીમેન્ટ કે સંપુરક જેમ ખાઈ શકો છો, અથવા બીજ ને વાટીને કાળા મરી ની જગ્યાએ ઉપયોગ કરી શકો છો કેમ કે બન્નેના સ્વાદમાં ઘણા મળતા આવે છે.
એક નાનું પપૈયુ પસંદ કરો : ખાસ કરીને નાના પપૈયા ના બીજ નો સ્વાદ વધુ સારો હોય છે અને મોટા પપૈયા ના બીજ કડવા હોય છે. જયારે તમે પપૈયા ના બી નો સ્વાદ વિશે જાણકાર થઇ જાવ, તમારે નાના પપિયાને શોધવાની જરૂર નહી રહે અને તમે મોટા પપૈયા લઇ શકો છો. નાના પપૈયા થી શરુ કરવા માટે તમને સ્વાદની ટેવ પડી જશે.
થોડા બીજ ને એમ જ ચાવો, પપૈયા ના બી ને સાથે ખાઈ શકો છો, પણ પહેલા અઠવાડીએ, એક દિવસમાં ફક્ત એક કે બે બી ચાવો. જો તમે એકદમથી ખુબ વધુ ખાશો , તો તમારી સ્વાદનળી કે ટેસ્ટબડસ અને પાચનતંત્ર કે ડાયજેસ્ટીક સીસ્ટમ ઉપર વધુ જોર પડશે.
શરૂઆતમાં પપિયાના બીજ ને કાળા મરી જેવા કટુ સ્વાદ વધુ તેજ લાગી શકે છે. માટે જો તમે જલ્દી, એક વારમાં વધુ પ્રમાણમાં ખાશો તો તમે નિરાશ થઇ જશો અને તમને એ ખાવામાં રસ નહી રહે.
પપૈયા ના બી ને ખાવું સેફ અને નીરોગી છે પણ જે વસ્તુની તમારા પેટને આદત નથી, તેને વધુ પ્રમાણમાં ખાવાથી પાચન ખરાબ થઇ શકે છે. ધીમેથી શરુ કરીને તમે તેનાથી બચી શકો છો.
પ્રમાણ ધીમે ધીમે વધારો, બીજા અઠવાડિયામાં, ધીમે ધીમે રોજ ચોથા ભાગની ચમચી, પછી અડધી ચમચી, પછી એક ચમચી ખાવાનું શરુ કરો.
પપિયાના બી ને વધુ પ્રોટીન વાળા ભોજન સાથે ખાવ જેથી તમારા પાચનતંત્ર સરળતાથી કામ કરી શકે. આમ કરવાથી તમને બી ના પ્રોટીયોલેટીક એન્જાઈમ્સ (Proteolytic enzymes) નો વધુ પ્રમાણમાં લાભ થશે અને તમને પાચન સ્વાસ્થ્ય કે ડાયજેસ્ટીવ હેલ્થ માં સુધારો થશે.
બીજ ને મધ સાથે ખાઈને જુઓ, જો તમને પપૈયા ના બીજ નો વધુ કટુ સ્વાદ તેજ છે તો તમે બી ને એક ચમચી મધ સાથે ખાવ જેથી તે વધુ કટુ ન લાગે.
પપૈયા ના બીજ ને મધ સાથે ખાતી વખતે પણ, બીજ ને ગળતા પહેલા થોડી વાર ચાવો.
લોકો માને છે કે મધ અને પપૈયા ના બીજ નો સમન્વય પરજીવો કે પેરાસાઈટસ નો નાશ કરે છે. માટે પપિયાના બીજ ને મધ સાથે લેવું સવાસ્થ્ય માટે લાભદાયક છે.
બીજ ને વાટો : એક ખલ થી, એક વાર માટે એક નાની ચમચી પપૈયા ના બીજ ને વાટીને ઝીણો કે મોટો પાવડર બનાવો.
તમે ધારો તો ખલ અને મુસલ નો ઉપયોગ કરવાને બદલે ચોખ્ખો, સૂકા બીજ ને પેપર ગ્રાઈન્ડર માં વાટી શકો છો.
સારા પરિણામ માટે , થોડા સમય પહેલા વાટેલા બીજ ની જગ્યાએ તાજા વાટેલા પપૈયા ના બીજ લો.
જયારે તમે વાટેલ કાળા મરીનો ઉપયોગ કરવાનો હોય તો પપૈયા ના વાટેલા બીજ નો ઉપયોગ કરો. વાટેલા પપૈયા ના બીજ કાળા મરી ને બદલે સારું કામ કરે છે. તમે તેને તેના પ્રમાણમાં જ લઇ શકો છો.
ધ્યાન રાખો પપિયાના બી નો સ્વાદ એકદમ કાળા મરી જેવો નથી હોતો. ઘણા લોકો તેને કાળા મરી અને રાઈના સ્વાદની વચ્ચેનો બ્લેન્ડ માને છે. પણ જયારે તેને થોડા પ્રમાણમાં કાળા મરી ને બદલે ખાવામાં નાખીએ તો સ્વાદમાં કોઈ ખરાબ અસર થતી નથી.
પપૈયા ના બીજ નો સલાડ બનાવો : પપૈયા ના બીજ ને વિનગ્રેટ ડ્રેસિંગમાં ભેળવો જેમ તમે પેપ્પર વિનગ્રેટ બનાવવા માટે કરો છો. આ પપિયાના બી નો ઉપયોગ કરવાની આ એક લોકપ્રિય રીત છે.
એક પ્રકારના પપૈયા ના બીજ ની ડ્રેસિંગ બનાવવા માટે એક ચમચી પપૈયા ના બીજ , ચોથાભાગનો ગ્લાસ પપૈયા, ચોથાભાગનો ગ્લાસ લાલ ડુંગળી, ચોથાભાગનો ગ્લાસ તાજી કોથમીર, લસણની કળી એક, 5 નાની ચમચી આદુ, 2 મોટી ચમચી સફરજન સાઈડર વિનેગર, એક લીંબુનો રસ, એક નાની ચમચી મધ, ચોથાભાગનો ગ્લાસ ઓલીવ ઓઈલ, અડધી મોટી ચમચી સી સોલ્ટ, અને જો તમે ઈચ્છો તો એક ચપટી લાલ મરચું ઉપયોગ કરો.
ફક્ત એક ને છોડીને બધા સંઘટકોને બ્લેન્ડર કરો જ્યાં સુધી તે પ્રવાહી કે લીક્વિડ બની જાય. જયારે બ્લેન્ડર કે ફૂડ પ્રોસેસર ચાલી રહ્યું હોય, તમે ધીમે ધીમે ઓલીવ ઓઈલ નાખો જેથી તે સારી રીતે ભળી જાય.
આ બનાવટમાંથી એક ગ્લાસ પપૈયા ના બીજ ની ડ્રેસિંગ (Papaya seed dressing) બનશે. તમે તેને પેક અને બંધ કરીને એક અઠવાડિયા સુધી રાખી શકો છો.
વધારાના બીજ ને ફ્રીજરમાં રાખો : જો તમે બધા પપૈયા ના બીજ ને શરૂઆતના થોડા દિવસોમાં ઉપયોગ કરવાનું નથી વિચારતા તો તેને એક ફ્રીજરમાં સેફ એયરટાઈટ કન્ટેનર માં રાખીને, ફ્રીજરમાં રાખો.
જો તમે પપૈયા ના બી રોજ નિયમિત રીતે ખાવ છો તો તમે તેને ફ્રીજરમાં રાખવાને બદલે ફ્રીજમાં રાખી શકો છો. માની લો કે તમને લાગે છે કે તમે એક અઠવાડીયની અંદર બધા જ પપૈયા ના બીજ ને ન ખાઈ શકો તો થોડા બી ને ફ્રીજમાં રાખો.
ફ્રીજમાં રાખવાથી પપૈયા ના બીજ ના પોષ્ટિક તત્વ 6 થી 12 મહિના સુધી જળવાય રહે છે.
બી નો ઉપયોગ કરતા પહેલા રાત્રે ફ્રીજમાં ડીફ્રોસ્ટ કરો. નહી તો તમે ફ્રીજ કરેલા બીજ ને થોડી વાર માટે ગરમ પાણીમાં પલાળી શકો છો જ્યાં સુધી તે ગરમ ન થઇ જાય.