ભારતમાં જન્મેલ અબજોપતિ ઉદ્યોગપતિ અને સમાજસેવક મનોજ ભાર્ગવે મગળવારે નવી દિલ્હીમાં એક ઇવેન્ટ દરમિયાન ડોક્યુમેન્ટ્રી ફિલ્મ-બીલીયંસ ઇન ચેંજ 2 માં બતાવવામાં આવેલ નવા સાધનોનો લાઇવ ડેમો બતાવ્યું. બીલીયંસ ઇન ચેંજ 2 આ રીતની આવેલ પહેલી ડોક્યુમેન્ટ્રીની આગળની કડી છે અને તેમાં સંપૂર્ણ રીતે નવા પાચ સાધનોની જાણકારી આપવામાં આવી છે જે પ્રાથમિક જરૂરિયાતોને સીધી જ પૂરી પાડે છે.
ઇવેન્ટ ડેમિયન ભાર્ગવે પોર્ટેબલ સોલર ડિવાઈસ હંસ ૩૦૦ પાવરપૈક અને હંસ સોલર ને ભારતીય બજારમાં ઉતારવાની જાણકારી આપી. હંસ પાવરપૈક ડિવાઈસ ન માત્ર ઈલેક્ટ્રીસીટી નું પ્રોડ્કશન કરે છે પણ તે ઈલેક્ટ્રીસીટી સ્ટોર પણ કરે છે. આવી રીતે હંસ સોલર બ્રિફકેસ એક જાતનું સોલર પાવર સ્ટેશન છે. ભાર્ગવ ના દાવા મુજબ તેનાથી ભારે પ્રમાણમાં જરૂર વાળા લોકોને વીજળી પહોચતી કરી શકાશે.
હંસ 300 પાવરપૈક એટલી વિજળી ઉત્પન કરે છે કે તેનાથી તેના ઘણા બલ્બ, ટીવી, પંખા જેવી મૂળભૂત જરૂરિયાતો વાળી વસ્તુ ચલાવી શકાય છે. તેને ઇવેન્ટ દરમિયાન 130 કલાક અને ૩૦૦ કલાક નો પાવર આપવાવાળી બે વેરીએન્ટમાં રજુ કર્યું છે. તેની કિંમત અનુક્રમે : 10000 રૂપિયા અને ૧૪૦૦૦ રૂપિયા રાખવામાં આવેલ છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે તેની ગેરંટી 12 વર્ષની છે. એટલે 12 વર્ષ સુધી વીજળીના બિલમાંથી મુકતી. તેને લગતી જાણકારીઓ BIC2.in થી મેળવી શકાય છે.
ભારતમાં આવતા વર્ષે મેં મહિનામાં લાવવાની યોજના છે. ભાર્ગવે કહ્યું કે, હંસ પાવરપૈક અને હંસ સોલર બ્રીફકેસ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીની જરૂરીયાત ને પૂરી કરી શકાય છે અને તેના માટે તેમણે બીલ પણ નહી ચુકવવું પડે. તેમણે આગળ કહ્યું કે, વીજળી એક મૂળભૂત જરૂરિયાત છે, જેનાથી શિક્ષણ, રોજગાર અને સંચાર જેવી સગવડતા ના દરવાજા ખુલી જાય છે. તે ઉપરાંત દુનિયાની અડધી વસ્તીને માત્ર રોજ 2-૩ કલાક જ વીજળી મળી શકે છે.
ઇવેન્ટ દરમિયાન ડેમિયન રેનમેકર ફિલટ્રેશન પણ બતાવવામાં આવ્યું છે, જેનાથી ખારા અને ગંદા પાણીને સાફ કરીને ખેતી લાયક અને પીવા લાયક બનાવી શકાય. ભાર્ગવે જણાવ્યું આજની તારીખમાં ઘણી જ ગંભીર બીમારીઓને કારણ ખરાબ પાણી છે, તેવામાં અમારો હેતુ લોકો સુધી શુંદ્ધ પીવાનું પાણી પહોચાડવાનું છે જેથી તે સારી જિંદગી જીવી શકે.
આ સિવાય ઇવેન્ટ માં ભાર્ગવે શિવાંગ ફર્ટીલાઈઝર મેથડની જાણકારી પણ આપી, જેનાથી વેસ્ટ મટીરીયલમાંથી ન્યુટીયંટથી ભરપુર ખાતર બનાવવામાં આવી શકે છે. તે પણ ફક્ત 18 કલાકમાં. ખેડૂત તેને ખેતરમાં યુરીયા ની જગ્યાએ ઉપયોગ કરી શકે છે.