અમે આજે જે વાત તમને જણાવી રહ્યા છીએ તે છે વૈદિક પ્લાસ્ટર ની જેમ અત્યારે આપણે ઘર માં અંદર ની દીવાલો માં પ્લાસ્ટર, બિરલા પુટ્ટી, કલર વગેરે કરાવીએ છીએ તેનાથી હાજર ગણો સારો વિકલ્પ છે આ વૈદિક પ્લાસ્ટર જે બિરલા પુટ્ટી ની જેમ જ આસાની થી થઇ શકે છે ને અંદર નો લુક પણ ખુબ સારો આવે છે પણ આ પ્લાસ્ટર ની ખાસ વાત એ છે કે કર્યા પછી ગરમી માં રૂમ ની અંદર AC જેવી ઠંડક રહે છે જયારે ઠંડી માં ગરમાહટ આપે છે સાથે સાથે આ દીવાલો નેગેટિવ ઉર્જા શોષી ને અંદર નું વાતાવરણ પોઝિટિવ બનાવે છે આ વસ્તુ તો અનુભવ થી જ સમજી શકો કોઈ પણ સ્માર્ટ ઘર માં રહેતા વ્યક્તિ કરતા વૈદિક પ્લાસ્ટર વાળા ઘર ની વ્યકતિ વધુ આનંદિત અને ખુશનુમા રહે છે જે તમે જાતે ફીલ કરી શકશો આવો દરેક જાણકારી મેળવો શિવ દર્શન મલિક પાસે થી
ગૌમૂત્ર યુક્ત (cow dung) વૈદિક પ્લાસ્ટર કે સિમેન્ટ કોન્ક્રીટ વગર બનેલા ઘર ની સફર
ડો. શિવ દર્શન મલિક
ખુશ રહેવાનો દેસી ફોર્મ્યુલા કાચા ઘર કે પછી પાકા ઘર ઓફિસો માં લગાવો વૈદિક પ્લાસ્ટર
રામ રામ,નમસ્તે, દોસ્તો શિવ દર્શન માલિકે ૧૭ જુન ૨૦૧૫ માં ઇંગ્લેન્ડ થી આવતા જ આ ને ઘર બનાવવાનું શરુ કર્યું, મનમાં બસ તે ચિંતા હતી કે જો આપણા વડીલો કાચા ઘરમાં કેમ રહેતા હતા, તે દીવાલો, નીચે કે રસોડું બધી જગ્યાએ ગાયના છાણ થી કેમ લિપતા હતા? શું તે પણ શક્ય છે? લાઈટનું ફીટીંગ કેમ કરી શકાય? તે કેટલા વર્ષ કે દિવસ ચાલશે અને સૌથી મોટો સવાલ મજબુતી અને વરસાદમાં બહારની દીવાલો ઉપર શું અસર થશે વગેરે.
આજે બે વર્ષ પછી આ બધા સવાલોના જવાબ મારી પાસે છે. સૌથી ચોકાવનારા ત્રણ પરિણામ રહ્યા જેના વિષે મેં વિચાર્યું પણ ન હતું. સૌથી પહેલું વેદિક ભવન ની અંદરની હવા ની શુદ્ધતા અને બીજું નુંણી (શોરા, રેહી, સલાબ વગેરે) થી લડવાની તેની ક્ષમતા અને ત્રીજી બીડી ,સિગરેટ, દુર્ગંધ ને પાચ મીનીટમાં દુર કરવી.
આ ભવન બનાવીને મેં તેમાં પહેલી પત્રકાર પરિષદ ૧૨ ઓગસ્ટ ૨૦૧૫ ના રોજ કરી હતી.ત્યારે મેં પત્રકાર મિત્રોને જણાવ્યું હતું કે તેને બનાવવામાં મેં સમય, સંસાધન અને પાણી વગેરે ની બચત થઈ અને આવનારા સમયમાં આ ભવનમાં ચોમાસા અને ઉનાળાનો પ્રભાવ ઓછો થશે કેમ કે આ કુદરતી વસ્તુથી બનેલ છે. તે પત્રકાર પરિષદ પછી પાછલા બે વર્ષોમાં વૈદિક ભવન જોવા સેકડો લોકો આવ્યા, બધાના મો માંથી એક જ વાત નીકળી કે અહિયાં સંતોષ છે, શંતિ છે.
મિત્રો કાચા ઘરોમાં એક વિલક્ષણ વસ્તુ હોય છે અને તે છે Negative ion. આ ઓયન ખુબ કામની વસ્તુ છે. તે માનવીને કુદરત નું આપેલું એક અનમોલ ઉપહાર છે. તે બીજું કઈ નહી બસ અતિરિક્ત ઇલ્કટ્રોન માટે ઓક્સીજન છે જે આપણા શરીરમાં સેરા ટોનીન હાર્મોન નો પ્રવાહ વધારી દે છે. આ હાર્મોન જ મનુષ્યના ડીપ્રેશન ને દુર કરીને આનંદ થી ભરી દે છે. આ Negative ion. પાણી,માટી અને હવાનાં એક સાથે ભળવાથી ઉત્પન થાય છે.
વૈદિક ભવન કે કાચા ઘરોમાં કુદરતે આપેલ આ ત્રણ વસ્તુ હોય જ છે એટલે કે કાચા ઘરમાં Negative ion. આપમેળે ઉત્પન થતી રહે છે. જો ક્યારેય તમને તાજગીની ઉણપ જણાય તો બસ પાણી છાંટવા નું હોય છે જેનાથી તે નેગેટીવ ઓયન ફરી વખત બનવાનું શરુ કરી દે છે. કહેવાનો અર્થ છે કે કાચા ઘરોમાં અલગ થી આયનાઈજર લગાડવાની કોઈ જરૂરિયાત નથી. જે વૈદિક ભવન કે કોઈ પણ કાચા ઘરમાં સંતોષ કે શંતિ મળવાનું કારણ છે.
વાત જયારે નુંણી ની આવે છે તો તેની પાછળ પણ વિજ્ઞાન છે. નુંણી એક ક્ષાર છે તથા છાણ અને જીપ્સમ અને લીંબુના સત્વ અમ્લીય પ્રવૃત્તિ નું છે છેલ્લે આ બધું મળીને નુંણી નો કાયમી ઉકેલ લાવે છે.
વૈદિક ભવન ની દીવાલો અને તળિયું શ્વાસ લે છે એટલે કે નેગેટિવ ઉર્જા જેવી કે ગટર ની દુર્ગંધ, બીડી અને સિગરેટ ની દુર્ગંધ ને શોષી લે છે. જેનાથી તેની દુર્ગંઘ વધુ સમય સુધી વૈદિક ભવન ની અંદર ના વાતાવરણમાં રહેતી નથી.
રહી વાત વરસાદથી ખરાબ થવાની, બે ચોમાસા તેની ઉપરથી પસાર થઇ ગયા ત્રીજું ચાલી રહ્યું છે,અત્યાર સુધી તો કોઈ ખાસ ફર્ક પડ્યો નથી. મેં તો વિચાર્યું થતું કે જો વરસાદમાં ખરાબ થઇ ગયું તો? તો શું ફરી વખત લીપી લેશું પણ તેવું કઈ થયું નહી.
તમારા માંથી જે મિત્ર ઈચ્છે છે કે તેમના પાકા ઘરમાં પણ આ થઇ જાય તો તે પોત પોતાના ઘરો કે ઓફિસોમાં વૈદિક પ્લાસ્ટર કરવી શકે છે તેમ જ આ અનુભવ અને સંતોષ લઇ શકો છો. જે જે મિત્રો વૈદિક ભવન જોવા કે પોત પોતાના ઘરોમાં વૈદિક પ્લાસ્ટર કરાવવા માગો છો તેનું સ્વાગત છે.
1 comments:
Write comments9723916363
Reply