દાડમનું ફળ સ્વાદિષ્ઠ અને પોષ્ટિક હોય છે. આ ફળ વિટામિન્સ અને ખનીજોથી ભરપુર હોય છે, તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ,લોઢું, સોડીયમ, વિટામીન સી વગરે ખુબ જ પ્રમાણ માં હોય છે. તે ત્રિદોષનાશક, દીપક, હ્રદય માટે ગુણકારી, સંગ્રહીની, અતિસાર, વમન અને ત્રીશાનાશક, પોષ્ટિક, બળ વીર્યવર્ધક, હ્રદય રોગ જેવા ઉચું લોહીનું દબાણ બધામાં ફાયદાકારક થાય છે. (સૌથી નીચે જોરદાર ગીત સાભળવા નું નાં ચુકતા ગુલાબી ગાલ વાળી રે દાડમિયા દાંત વાળી રે….)
આવો જાણીએ દાડમ ના સ્વાસ્થ્ય લાભો વિષે.
પેટની તકલીફોમાં અસરકારક
દાડમના રસમાં બેક્ટેરિયા ને મારવાની શક્તિ હોય છે તેથી દાડમ નો રસ પીવાથી પેટના રોગો, અપચો, ગેસ, કબજિયાત કે અન્ય ઘણી તકલીફો માં તરત આરામ મળે છે. સાથે જ નિયમિત સેવનથી ધમનીઓ માં સારું રહે છે.
વધતા વજનને ઓછું કરે
દાડમ માં ઘણા પ્રકારના સ્વાસ્થ્યવર્ધક ગુણો મળી આવે છે. વજન ઘટાડવાનો એક મુખ્ય ગુણ છે. જો તમે તમારા વધતા વજન થી પરેશાન છો તો દાડમ ના રસ નું સેવન કરો. દાડમ માં કેલેરી ભરપુર માત્ર માં હોય છે. તેમાં ફેટ નથી હોતું પંતુ ફાઈબર, વિટામીન સી, પોટેશિયમ, મિનરલ ફોસ્ફરસ તથા મેગ્નેશિયમ ખુબ જ પ્રમાણ માં મલે છે. જો તમને ભૂખ વધુ લાગવાની તકલીફ છે તો દાડમ તમારા માટે ખુબ ફાયદાકારક સાબિત થશે. દાડમ માં પાણી નું પ્રમાણ ખુબ વધુ પ્રમાણ માં હોય છે જે શરીરને હાઈટ્રેક કરે છે. જેનાથી ભૂખ નો અહેસાસ ઓછો થાય છે. અને તમે કારણ વગરનું ખાતા નથી. જેનાથી તમને વજન ઓછું કરવામાં ખુબ જ મદદ મળે છે.
યાદ શક્તિને વધારે
એક શોધના રીપોર્ટ ના આધારે, નિયમિત રીતે દાડમ માં રસનો એક ગ્લાસ જ્યુસ પીવાથી ૩૦ થી ૪૦ વર્ષ ના લોકો આઘેડ વય ના લોકો અને ઘરડાઓ પોતાની યાદશક્તિને જાળવી રાખે છે. દાડમ નું જ્યુસ યાદ શક્તિને સુધારવા માટે ખુબ જ કારગર છે. દાડમ ના જ્યુસથી યાદ શક્તિ તો સારી થશે જ તે ઉપરાંત દાડમ ને એક ઉત્તમ બ્રેન ટોનિક પણ માનવામાં આવે છે.
શક્તિનો સંચાર છે દાડમ
દાડમ માં એન્ટી-ઓક્સીડેટ ભરપુર પ્રમાણમાં હોય છે. તે શરીરમાં શક્તિના સ્તરને વધારે છે. જેનાથી વ્યક્તિ થાકનો અહેસાસ ન કરે અને વધુ એક્ટીવ થઇ જાય છે આવી રીતે તે વધુ કામ કરી શકે છે.
મસ્તિક માટે ફાયદાકારક
દાડમ ના જ્યુસ માં ન્યુરો-પ્રોટેકટીવ ગુણ મળી આવે છે. બ્રેન ની સલામતી માટે ખુબ જ સારું રહે છે. તેનો સતત ઉપયોગ કરવાથી બ્રેન હેમરેજ જેવી ઘાતક સમસ્યા થવાની સમભાવના ઓછી થાય છે. માનવામાં આવે છે કે બ્રેન સાથે સંકળાયેલ સમસ્યા ઓ થી ઘેરાયેલ રોગીઓને દાડમ નું જ્યુસ પિતા રહેવું જોઈએ. આ સિવાય તે એલજાઈમર રોગમાં પણ તે ફાયદો કરે છે.
ઉંમર ની અસર ને કરે બેઅસર
સ્પેન ની પ્રોબેલ્ટબાયો લેબોરેટરીના અભ્યાસ કરતા ઓ અનુસાર દાડમ ઘરડા થવા ની પ્રક્રિયા ને ધીમી કરે છે. અભ્યાસ માં તે પણ સાબિત થયું છે કે દાડમ ના નિયમિત સેવન થી ડીએનએ ઓક્સીડેશન ની પ્રક્રિયા ધીમી પડી શકે છે. જેનાથી ઉંમરની અસર વહેલા જોવામાં નથી આવતી.
આયરન ની ઉણપ ને દુર કરે
દાડમ લોહી માં આયરન ની ઉણપ ને દુર કરે છે અને એનીમિયા જેવી બીમારી થી છુટકારો અપાવે છે. આ સિવાય કાયમ દાડમ નું જ્યુસ પીવાથી શરીર માં લોહીનું સંચાલન સારી રીતે થાય છે.
દાંતો ને મજબુત બનાવે
દાડમ ખાવા થી દાંત સબંધી તકલીફો થી પણ છુટકારો મળી શકે છે. સાથે જ દાડમ નો ઉપયોગ મંજન ની જગ્યાએ પણ કરવો જોઈએ. તેના માટે દાડમના ફૂલ છાયામાં સુકવી ને ઝીણા વાટી લેવાય છે. તેને મંજન ની જેમ દિવસ માં ૨ કે ૩ વખત દાંતો માં ઘસવાથી દાંતો માં લોહી આવવાનું બંધ થઈને દાંત મજબુત થઇ જાય છે. (ખુબ સારા દાંત ને દાડમ જેવા દાંત કહેવાય છે ને ગુજરાતી ગીત પણ ખુબ સરસ કોમેડી ટાઈપ નું છે નીચે જરૂર સભળજો મોજ નાં આવે તો કેજો)
ચામડીમાં નિખાર લાવે
દાડમ રક્તવર્ધક હોવાને કારણે લોહી નો સંચાર વધે છે. લોહીનો સંચાર વધવા થી ચામડી માં નીખાર આવે છે અને ચામડી સુવાળી બને છે. માટે સ્વસ્થ ત્વચા મેળવવા માટે દાડમ નું સેવન નિમિત રીતે કરો..
લોહી દસ્ત માં
દાડમદાણા, વરીયાળી, ધાણા ત્રણે સરખા પ્રમાણ માં લઈને ચૂર્ણ બનાવો. ૨ ગ્રામ આ ચૂર્ણ માં ૧ ગ્રામ મિશ્રી ભેળવીને દિવસ માં ચાર વખત લેવા થી લોહી દસ્ત અને લોહી આંવ માં આરામ મળે છે.
મરડા નાં રોગ માં
દાડમ ના પાંદડા ૫ ગ્રામ તથા કાળું જીરું ૩ ગ્રામ લઈને તેને વાટીને દિવસ માં ત્રણ વખત આપવાથી મરડો, આંવ વગેરે રોગનો નાશ થાય છે. આ જે લખ્યું છે તે એક વખત નું માપ છે.
બવાસીર રોગમાં
૫૦ ગ્રામ દાડમદાણા માં ૧૦૦ ગ્રામ ગોળ ભેળવીને ચૂર્ણ કરી લો,આ ચૂર્ણ ને એક એક ચમચી દિવસ માં ત્રણ વખત લેવાથી બબાસીર, અજીર્ણ,અતિસાર વગેરે નો નાશ થાય છે. ચૂર્ણ બનાવતા પહેલા બન્નેની થોડા વધુ પ્રમાણ માં પહેલેથી જ લઈને પછી જ સૂકવો. ખૂની બબાસીર માં દાડમના ફળના છોતરા નું ચૂર્ણ ૧ ચમચી દિવસ માં ત્રણ વખત લેવાથી ખૂની બબાસીર માં લાભ થાય છે.
મસા વાળું બબાસીર
દાડમ ના પાંદડા ને વાટી ને ટીકડી બનાવો. તેને ઘી માં શેકીને અર્શ ના મસા ઉપર બાંધવા થી બબાસીર ના મસા નો નાશ થાય છે. દાડમ ના ફોતરા ની રાખ પાણીમાં હલાવીને ગુદા ધોવાથી પણ તે કામ થઇ શકે છે.
બહુમુત્ર અને પ્રમેહ રોગમાં
દાડમ ની કળી , કાથો, મિશ્રી બરોબર ભેળવી ને દિવસ માં બે વખત લેવા થી આરામ થઇ જાય છે. આ માટે દાડમ ની કળી ઓ ને સુકવીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ નું એક ગ્રામ પ્રમાણે એક એક ગ્રામ કાથો અને મિશ્રી નું ચૂર્ણ મેળવીને લો.
જીવ ગભરાવો અને વધુ તરસ લાગવા ઉપર
વધુ તરસ લાગવી કે જીવ ગભરાવો તે સમયે દાડમ ના રસ માંઅડધું લીંબુ નીચોવી ને પી જવું. આ કામમાં એક ગ્લાસ દાડમ ના રસમાં અડધું લીંબુ નીચોવીને પીવું,
સ્વપ્નદોષ નિવારણ માટે
કંધારી દાડમ ના છાલ નું ચૂર્ણ ત્રણ ત્રણ ગ્રામ સવાર સાંજ પાણી સાથે પીવો. બે ત્રણ દિવસ માં જ સ્વપ્નદોષ ની તકલીફ દુર થઇ જશે.
જુકામ નું નિવારણ
દાડમ ના પાંદડા ને ગોળ માં વાટીને ગોળીઓ બનાવી લો એક એક ગોળી દિવસમાં ત્રણ વખત ચૂસવાથી આરામ મળે છે.
સોંદર્ય વધારવા માટે.
ખીલ ફોડકી વગેરે માં દાડમ ના ફળ ના છોતરા, હળદર અને લોધ (લોદર) ને વાટીને લેપ બનાવીને રાખો.ચહેરા ઉપર વરાળ આપીને આ લેપ કરો. તેના ૨૦ મિનીટ પછી હુફાળા પાણી થી ધોઈ નાખો.
ઘા ભરવા માટે
ફળના છોતરા ને ઉકાળીને તે પાણીથી ઘા ને ધોવાથી જલ્દી રૂઝ આવે છે, અથવા દાડમ ના ફોતરા નું ચૂર્ણ ઘા ઉપરભભરાવી દેવાથી પણ જલ્દી ભરાય જાય છે.
જો વાળ માથામાં વચ્ચે વચ્ચે નીકળી થઇ ગયા હોય તો
માથામાં જે જગ્યાએથી વાળ નીકળી જાય છે, ત્યાં દાડમ ના પાંદડા ને વાટીને દિવસ માં બે વખત લેપ કરો. નિયમિત લગાવવાથી આશાતીત લાભ થાય છે.
ધાધર
જૂની ધાધર ઉપર દાડમ ના પાંદડા ને વાટીને લેપ કરો. નિયમિત લગાવવાથી આરામ મળે છે.
મધમાખી, ના કરડવા ઉપર
મધમાખી વગેરે કરડે તો દાડમ ના પાંદડા ને વાટીને તરત લેપ બનાવી દો. તેનું ઝેર ઉતરી જાય છે.