રાવતભાટામાં બનાવવામાં આવેલ પરમાણુ રિએક્ટરને મિસાઈલ હુમલાથી બચાવવાને માટે વિશાળ ડોમથી ઢાંકવાની તૈયારી કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે આ ડોમ આપાત સ્થિતિમાં ઉપયોગી થશે.આનું વજન 570 ટન છે. જણાવી દઈએ કે ડોમને બનાવવા માટે 370 ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવશે.
અત્યારે સ્ટ્રક્ચર તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે. રાજસ્થાન પરમાણુ વિદ્યુત પરિયોજનાની 7 મી અને 8 મી ઈકાઈ ના સંકુલ માં આ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યું છે.
એટલું જ નહિ આની અંદર 200 ટન સળીયાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ લગભગ 2020 ક્યુબિક મીટર કોંક્રેટ પાથરવામાં આવશે. 6 મહિના માં ડોમનું કામ પૂર્ણ થઇ જશે.
રાજસ્થાન પરમાણુ વિદ્યુત પરિયોજના નાં નિર્દેશક વિવેક જૈને જણાવે છે કે આ પહેલો ડોમ હશે, તેની ઉપર આવો જ
બીજો ડોમ પણ બનાવવામાં આવશે.ડોમને ઉપાડવા માટે જર્મનીથી ક્રેન મંગાવવામાં આવશે.
પરમાણુ રીએક્ટર એટલે કે પરમાણુ ઉર્જા એ ઉર્જા છે જેને નિયંત્રિત (એટલે કે વિસ્ફોટ વગર) પરમાણુ અભિક્રિયા થી ઉત્પન્ન કરવામાં આવે છે. વાણિજ્યિક સંયંત્ર વર્તમાનમાં વીજળી ઉત્પન્ન કરવા માટે પરમાણુ વિખંડ અભિક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. નાભિકીય રીએક્ટર થી મેળવેલ ગરમી પાણીને ગરમ કરીને વરાળ બનાવવાના કામમાં આવે છે, જેને ફરી વખત વીજળી ઉત્પન્ન કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
2009 માં, વિશ્વમાં વીજળીની 15 % વીજળી પરમાણુ ઉર્જા થી પ્રાપ્ત થઈ. આ ઉપરાંત, પરમાણુ ઉર્જા થી ચાલતા વાહનો નો ઉપયોગ કરવાવાળા 150 થી વધુ નૌસેના જહાજ નું નિર્માણ કરવામાં આવ્યું છે.