યુવાનો માં આજકાલ અવનવા લિક્વિડ નાઈટ્રોજન થી લઈ જાતજાત ના પીણા પીવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. આવા ખૂબ જ ખતરનાક ગેસ શરીર માટે કેટલા નુકશાનકારક હોય છે તે આંખ ખોલતા કિસ્સા સામે આવતા રહેતા હોય છે. એવો જ એક કિસ્સો હમણાં દિલ્હી ની એક વ્યક્તિએ જોશજોશમાં લિક્વિડ નાઈટ્રોજન પી લીધું, ત્યારબાદ ગુરુગ્રામની હોસ્પિટલમાં ભરતી કરાયો છે. આ પીણું પીધા બાદ વ્યક્તિના પેટમાં મોટું કાણું પડી ગયું.
30 વર્ષના યુવકે ડ્રિંકની સાથે લિક્વિડ નાઈટ્રોજન પી લીધું. જેના બાદ તેને બીમાર થયો હોય તેવું લાગ્યું પરંતુ તેમ છતાં જોશ માં ને જોશ માં આખી ડ્રિંક ગટગટવી હતી. આ બાદ તેને શ્વાસ લેવામાં ઘણી તકલીફ પડી રહી હતી અને તેને પેટમાં સૂઝન જેવું લાગવા માંડ્યું. હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર લેતા માલૂમ પડ્યું કે તેના પેટમાં કાણું પડી ગયું છે.
આ વ્યક્તિએ પોતાના અનુભવ વિશે જણાવ્યું કે, પહેલો શોટ પીધા પછી મને અસહજ ને અકળામણ જેવું લાગવા લાગ્યું. જાણે પેટમાંથી એસિડ નીકળી રહ્યું હોય. આ વચ્ચે જ બાર ટેન્ડરે વધુ એક ડ્રિન્ક આગળ કર્યું અને એ પણ પી લીધું બાદમાં દર્દ બહુ જ વધવા લાગ્યું. શ્વાસ લેવામાં પણ તકલીફ પડવા લાગી.
ફૂડમાં નાઈટ્રોજનનો ઉપયોગ
લિક્વિડ નાઈટ્રોજનનો ઉપયોગ ફૂડ અને ડ્રિંક્સને તરત ફ્રીજ કરવા માટે કરાય છે. તેની સાથે જ ક્રાયોજેનિક મેડિકલ પ્રક્રિયાઓનો પણ તેમાં પ્રયોગ કરાય છે. એક લિટર નાઈટ્રોજન ગેસ 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર 694 લીટરનો વિસ્તાર લઈ શકે છે. જો કોઈ વ્યક્તિના શરારીમાં આ માત્રાનું પ્રમાણ વધી જાય તો, તે વ્યક્તિને પેટમાં ઓક્સિજન ઘટી જાય છે અને વેન્ટીલેટર પર રાખવું પડે છે.
દિલ્હીવાળી ઘટનામાં ડોક્ટરે તપાસ્યું કે, યુવકના પેટમાં મોટું કાણું પડી ગયું હતું. આ વિશે ડોક્ટર મૃગાંક શર્માએ જણાવ્યું કે, સામાન્યી રીતે ક્ષરણથી પેટમાં કાણા પડતા હોય છે, તો તેને સીવી શકાય છે. આ કેસમાં ડોક્ટરે જોયું કે વ્યક્તિના પેટની વચ્ચે અને નીચેનો ભાગ પુસ્તકની જેમ ખુલી ગયો હતો.ને સાવ બેકાર બની ગયો હતો. તેના સ્ટીચ લેવા સંભવ ન હતું. પેટના આ ભાગના ટિશ્યુ પણ ખરાબ થઈ ગયા હતા. અમે પેટના ખરાબ હિસ્સાને હટાવી દીધું અને નાના આંતરડા અને બાકીના હિસ્સાને સીવી નાખ્યું.
એક બે ડ્રિન્ક માજ આ ભાઈ ના પેટ ની આ હાલત થઇ છે હવે એ કોઈ પણ જાતના ડ્રિન્ક પીવા ને કાબેલ નથી રહ્યો।