Wednesday, 4 October 2017

Blog No Baap

આજકાલ નાની ઉમરમાં પણ ચશ્મા આવવા માંડ્યા છે ત્યારે ચશ્માં ઉતારવા ની ટીપ્સ


આજકાલ નાની ઉમરમાં પણ ચશ્મા આવવા એક સામાન્ય બાબત બનતી જાય છે. ઉંમર ભલે ગમે તે હોય પણ શરૂઆત માં ચશ્માં પહેરવા સારા લાગે પણ પછી ચશ્માથી બધા છૂટકારો મેળવવા ઈચ્છતા હોય છે. જેનો મુખ્ય કારણ આંખોની યોગ્ય દેખભાળ ન કરવી અને ભોજનમાં પોષક તત્વોની કમી.

આ સિવાય પણ કેટલાક એવા કારણો હોય છે જેમાં નાની ઉંમરમાં જ આંખ પર ચશ્મા આવી જતાં હોય છે. જો તમે પણ આ સમસ્યાથી કંટાળી ગયો હોય તો આજે અમે તમને કેટલાક એવા આયુર્વેદિક નુસખા બતાવાના છે જે અજમાવી તમને આંખોના નંબરમાંથી કાયમ માટે છુટકારો મળી જશે.

( નોધ: અહી આપવામાં આવેલા ઉપાયો માંથી એક કે એનાથી વધુ ઉપાયો કરી શકો છો. સારા રિજલ્ટ માટે આમાંથી જેટલા બને એટલા વધુ ઉપાયો રેગ્યુલર ભૂલ્યા વિના અજમાવવા)

1.બદામ

રોજ રાત્રે 9-10 બદામને પાણીમાં પલાળી દો. સવારે ઉઠતાની સાથે તેની છાલ ઉતારીને ખાવો. તેનાથી આંખોની રોશની તેજ થશે.

2. ત્રિફલા

રાત્રે સુતા પહેલા જો ત્રિફલાને પાણીમાં પલાળી દો. સવારે આ પાણીથી આંખો ધોઇ લો. તેનાથી આંખો સ્વસ્થ રહેશે અને આંખો પરના ચશ્મા પણ દૂર થશે

3. ગાજર

ગાજરમાંથી વિટામિન ઇ,બી,સી ભરપૂર માત્રામાં પ્રાપ્ત થાય છે. દરરોજ ગાજર ખાવાથી અથવા તો જ્યુસ પીવાને કારણે આંખોની રોશની તેજ થશે.

4. સરસિયાનું તેલ

દરરોજ રાત્રે સુતા પહેલી સરસિયાના તેલની માલિશ કરો. આ ઉપાય કરવાથી આંખોની રોશની તેજ થશે.

5. વરિયાળી

1 ચમચી વરિયાળી, 2 બદામ,અડધી ચમચી સાકરને મિક્સ કરીને પાવડર રેડી કરીને દરરોજ રાત્રે સુતા પહેલા દૂધની સાથે લેવાથી આંખો માટે ફાયદાકારક બનશે.

6. ગ્રીન ટી

દિવસમાં 2 અને 3 કપ ગ્રીન ટી પીવો. તેમા રહેલા એન્ટીઑક્સીડેન્ટ્સ આંખો માટે ફાયદાકારક હોય છે.

7. આંબળા

સુકાઈ ગયેલા આંબળા રાત્રે પાણી માં ભરી ને મૂકી દો સવારે એ પાણી ને ગાળી ને એનાથી આંખો ધોઈ દો

8. જીરું

જુરું અને સાકાર બરાબર માત્રા માં લઇ ને દળી લો પછી રોજ એક ચમચી ઘી સાથે લો.

9. ઈલાયચી

ત્રણ કે ચાર લીલા કલર ની ઈલાયચી એક ચમચી વરિયાળી સાથે બારીક પીસી દો. પછી રેગ્યુલર એક ગ્લાસ દૂધ સાથે પીવો

૧૦. દેસી ઘી

કાનપટ્ટી પર દેસી ઘી લગાવી ને નરમ હાથે રોજ ૫ થી ૧૦ મિનીટ મસાજ કરો આનાથી આંખો નો પ્રકાશ વધશે

Blog No Baap

About Blog No Baap -

Since 2016 BlogNoBaap has been bringing you the very best in all types of web resources. Posted daily, and delivered straight to your inbox each morning.

Subscribe to this Blog via Email :