એક સમય હતો કે લોકો ખેતર સિવાય બીજે ખેતી કરવી અશક્ય માનતા હતા પણ એક સંસ્થાએ દીવાલો ઉપર પાક ઉગાડીને તે કામને શક્ય કરી બતાવ્યું છે ઇજરાયલ કંપની ગ્રીનવોલના સંસ્થાપક ટકાઉ અને સ્વતંત્ર ખાદ્ય ઉત્પાદનની ખાસ પદ્ધતિ વર્ટીકલ ગાર્ડન જે માર્કેટમાં ઉતારવાની તૈયારીમાં છે. આ પદ્ધતિથી બહુમાળી ઈમારતોના લોકો દીવાલો ઉપર ચોખા, મક્કાઈ અને ઘઉં સહિત કોઈપણ પાકનું ઉત્પાદન કરી શકે છે. વર્ટીકલ કંપનીની સ્થાપના વર્ષ 2009 માં એન્જીનીયર અને ગાર્ડેનીંગ ના પાયોનિર ગઈ બારસેનએ કરી.
હવે આ કંપનીએ એક આધુનિક પ્રોધ્યોગિકી નો વિકાસ કર્યો છે, જેના ઉપયોગથી ઈમારતો ની અંદર અને બહાર બન્ને તરફ દીવાલો સાથે એક ઊંચા ગાર્ડનની પરિકલ્પના કરવામાં આવેલ છે, જો કે પારંપરિક ગાર્ડન ની તુલનામાં ઓછી જગ્યામાં તૈયાર કરી શકાય છે. ગ્રીનવોલ આ પદ્ધતિથી ખેતિ માટે ફળદ્રુપ માટી ઉપલબ્ધ કરે છે, જે કોઈપણ છોડના વિકાસ માટે યોગ્ય છે.
આ સીસ્ટમ કેવી રીતે કામ કરે છે?
વર્ટીકલ પ્લાન્ટિંગ સીસ્ટમની જેમ છોડના નાના મોડ્યુલર યુનિટમાં વધુ પ્રમાણમાં લગાવી શકાય છે. છોડ બહાર ન પડે, તેની વ્યવસ્થા કરવામાં આવે છે. આ પોતાના ગાર્ડનની ડીઝાઇનમાં ફેરફાર લાવવા કે તેને રીફ્રેશ કરવા માટે કાઢી કે બદલી શકાય છે. દરેક છોડને કોમ્પ્યુટર ની મદદથી વિશેષ પદ્ધતિ દ્વારા પાણી પહોચાડવામાં આવે છે. જયારે આ છોડ ઉપર અનાજ ઉગવા નો સમય થાય છે તો પોટમાં તૈયાર આ લીલી દીવાલોને થોડા સમય માટે નીચે ઉતારી લેવામાં આવે છે અને તેને જમીન ઉપર ક્ષિતિજ સ્વરૂપે રાખવામાં આવે છે.
દીવાલ ઉપર લગાવેલ પાકની સિંચાઈ માટે ગ્રીનવોલ ઇજરાયલી કંપની નેતાફીમ દ્વારા વિકસાવેલ ટીપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે. ગ્રીનવોલને દીવાલો ઉપર ખેતી માટે મોનીટર, સેંસર અને કન્ટ્રોલ સિસ્ટમની મદદથી વિકસાવવામાં આવે છે.