છતીસગઢમાં પાકને જીવાતથી બચાવવા માટે ‘પ્રકાશ પ્રપંચ’ એટલે કે લાઈટ ટ્રેપ ટેકનીકનો ઉપાય ઉપયોગી સાબિત થઇ રહ્યો છે. છતીસગઢના ઘણા વિસ્તારોમાં ખેડૂતો આ ટેકનીકનો ઉપયોગ કરી રહ્યા છે. કૃષિ વિજ્ઞાનીકોએ આ ટેકનીકનો ઉપયોગ કરીને પાક માટે નુકશાન કરતી જીવત ઉપર નિયંત્રણ માટે બધા ખેડૂતોને તેનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.
છતીસગઢના કૃષિ વેજ્ઞાનિકોએ વાદળ અને ધુમ્મસ વાળી આ સિઝનમાં પાકની સતત દેખરેખ રાખવાની સલાહ પણ ખેડૂતોને આપી છે. તેમણે કહ્યું કે આ સિઝનમાં જીવાણુઓનો ઉપદ્રવ ની શરૂઆતની અવસ્થામાં જ કાબુમાં લઇ લેવામાં આવે તો પાકને નુકશાન ઓછું થાય છે.
કૃષિ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે પાકમાં જીવાણુઓનો ઉપદ્રવ થાય ત્યારે ખેતરોમાં લાઈટ ટ્રેપનો ઉપયોગ સાંજે સાત વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી કરવો જોઈએ. લાઈટ ટ્રેપ માં સો કે બસો વોટમાં બલ્બ લાગેલા હોય છે. બલ્બમાં પ્રકાશથી પાકને નુકશાન પહોચાડનારી જીવત આકર્ષિત થઇને આવે છે. લાઈટ ટ્રેપમાં નીચેના ભાગમાં એક ડબ્બો લગાવેલ હોય છે. તે ડબ્બાની નીચે કપડું બાંધેલ હોય છે. જીવાત પડી પડીને તે કપડામાં એકઠી થઈને નાશ થઇ જાય છે.
તેમણે જણાવ્યું કે લાઈટ ટ્રેપ સાધન વીજળીથી ચાલે છે. આજકાલ સોલર લાઈટ ટ્રેપ સાધન પણ આવી ગયું છે. અધિકારીઓએ જણાવ્યું કે લાઈટ ટ્રેપ જીલ્લા મુખ્યાલયોમાં કૃષિ વિભાગના ઉપ સંચાલકો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેમાં રાજ્ય સરકાર તરફથી અનુદાન પણ મળે છે. આવા લાઈટ ટ્રેપ એકાદ લાવી ને શરૂઆત માં પ્રયોગ કરી ને રીઝલ્ટ જોઈ ને ફાયદો થતો હોય તો આગળ વધવું જોઈએ