આજે દરેક માણસમાં કોઈ ને કોઈ કળા હોય જ છે બસ જોવા વાળાની કમી છે. દુનિયાભરમાં ઘણી એવી વ્યક્તિ અને કલાકારો છે જે ભણવાથી તો ખુબ દુર રહ્યા છે છતાં પણ દુનિયામાં એક અલગ ઓળખાણ ઉભી કરી છે. એવો જ એક છોકરો જે મુંબઈ માં રહે છે અને ભંગારમાંથી કોમ્પ્યુટર બનાવ્યું છે. જી હા આ કોઈ મજાક નથી તે છોકરાએ ભંગારમાંથી કોમ્પ્યુટર બનાવીને આખા શહેરમાં શું આખા દેશમાં ધમાલ મચાવી દીધી છે.
દુનિયામાં એવા ઘણા લોકો હોય છે જે પોતાની ઓળખાણ પોતાના કામથી બનાવે છે જયારે ઘણા લોકો ભણીને પોતાની ઓળખાણ બનાવે છે. આ છોકરાનું નામ જયંત છે અને મુંબઈના ઘાટકોપરમાં રહે છે. જયંતના પિતા ભંગારનું કામ કરે છે.
જયંતે નાની ઉંમરમાં કામ્પ્યુટર બનાવીને દુનિયાને હેરાન કરી દીધા. જયંતને અભ્યાસમાં ખાસ રસ ન હતો અને તેથી તે નવમું ધોરણ નાપાસ થયો હતો. ભંગારમાંથી કોમ્પ્યુટર બનાવીને દુનિયાને અચંબામાં મૂકી દીધી છે. જયંતના પિતા રવીન્દ્ર સ્કુલ અને કોલેજમાંથી ભંગાર ભેગો કરતા. ભંગારમાંથી થોડી વસ્તુ રવીન્દ્ર બીજાને વેચી દેતા અને થોડાને ફરીથી ઉપયોગમાં લેતા.
રવીન્દ્રે જણાવ્યું કે તેના છોકરાએ પહેલા પણ એક લેપટોપ ઠીક કર્યું હતું ત્યાર પછી તે કોમ્પ્યુટર તરફ આકર્ષાયો અને રાત દિવસ કામ કરતો હતો. આ કોમ્પ્યુટર ને જોતા એવું લાગે કે તે એક દવાખાનાનું મોનીટર જેવું લાગતું હતું તેની સ્ક્રીન પણ તેવી જ છે. જયંત કહે છે કે તેના પિતા જે ભંગાર લાવતા હતા તે ભંગારમાં ઘણા બધા હાર્ડવેર હતા જેમાં અમુક કોમ્પ્યુટર ના પણ હતા તે પાર્ટ થી મેં આ કોમ્પ્યુટર બનાવ્યું છે.