Wednesday, 1 November 2017

Blog No Baap

જે લોકો નાની નાની વાત માં મેડીકલ સ્ટોર અને ડોકટર પાસે દોડી જાય છે તે જરૂર વાંચો

સમુદ્રમંથન થી ઘણી દુર્લભ અને કિમંતી ચીજ વસ્તુયો મળી જેમાંથી એક આ પણ કહેવાય છે એના ગુણકારી લાભ નો પુરેપુરો ફાયદો બાબા રામદેવે લોકો સુધી પહોચાડ્યો છે જેનો ફાયદો તમે પણ લઇ શકો છો જાણો.

આ એક પાંદડા તમને ૮૦ વર્ષ સુધી બીમાર નહી થવા દે. સ્વસ્થ રહેવું છે તો એક વખત જરૂર વાંચો. આ તમને કોઈને કોઈ ઝાડ પર લટકેલી જરૂર જોવા મળશે અને લીંબડા પર થી લો તો તે વધુ ગુણકારી રહેશે

શું તમે એક એવી જ્ડ્ડીબુટ્ટી ની શોધ કરી રહ્યા છો જે તમારી મોટા ભાગની સ્વાસ્થ્યની તકલીફો નો ઈલાજ કરે? તો તમારા માટે ગળો જેને હિન્દી માં ગિલોય કહે છે તેનાથી વધુ સારો બીજો કોઈ વિકલ્પ નહી હોય શકે. તે તમને ખુબ મોટા પ્રમાણમાં ફાયદો કરે છે અને તેના થોડા લાભોને ખાસ કરીને તમારા જીવન શૈલી માં અપનાવવો જોઈએ.

ગળો ની ઓળખ

ગીલોય(ગળો) આયુર્વેદમાં રહેલા સૌથી મહત્વની જ્ડ્ડી બુટ્ટી ઓમાં ની એક છે. તે ભારતીય તીનોસ્પોરા કે ગુદુચી તરીકે ઓળખવામાં આવે છે. ગળો ને હમેશા અમૃતા કહેવામાં આવે છે, આ અમૃતા મૂળ ભારતીય નામ છે. આ અન્ય પ્રકારના પ્રયોજનો અને રોગોના ઈલાજ માટે ઉપયોગ કરવામાં આવે છે. બની શકે કે તમે ગળો ની વેલ જોઈ હોય પણ ઓળખતા ન હોવાને લીધે ગળો ની ઓળખી ન શક્યા હોય. જેમ કે અમે પહેલા જ જણાવ્યું હતું કે ગીલોયના ઔષધીય ગુણો ઘણા પ્રકારની બીમારીઓને દુર કરવામાં કામ લાગે છે. ગળો માં થોડા મહત્વના ફાયદા અમે નીચે જણાવવા નીચે જણાવવા જઈ રહ્યા છીએ.


ગળો ના ઉપયોગથી વધારો ઈમ્યુંનીટી

ગળો નો સૌથી પહેલો અને સૌથી અગત્યનો લાભ છે, રોગો સામે લડવાની ક્ષમતા આપવી. ગળો માં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે ને આરોગ્યમાં સુધારો લાવે છે અને ખતરનાક રોગોનો સામનો કરે છે. ગળો બન્ને કીડની અને હ્રદય માંથી ઝેરિલા પદાર્થો દુર કરે છે અને મુક્ત કણ (free radicals) ને પણ બહાર કાઢે છે. આ બધા સિવાય, ગીલોય બેક્ટેરિયા, મૂત્ર માર્ગમાં સંક્રમણ અને હ્રદય ની બીમારીઓ નો સામનો કરે છે જે અનેક રોગોનું કારણ બની શકે છે. નિયમિત રીતે ગળો ના જ્યુસ નું સેવન કરવાથી રોગનો સામનો કરવાની શક્તિમાં વધારો થાય છે.

ગળો ના ફાયદા ડેગ્યું ના ઉપચારમાં

ગીલોય નો એક બીજો લાભ તે પણ છે કે તે લાંબા સમય થી ચાલતો વાયરલ નો રોગનો તથા બીજા રોગો નો ઈલાજ કરે છે. કેમકે આ પ્રકૃતિમાં વાયરલ નાશક છે. તે જીવને મુશ્કેલીમાં મૂકનારી બીમારીઓ ના ચિન્હો અને લક્ષણો ને ઓછા કરી દે છે. તે તમારા લોહીમાં પ્લેટલેસ્ટ ની સંખ્યા ને વધારે છે અને ડેગ્યું નો સામનો કરે છે. ગીલોય ની સાથે તુલસીના પાંદડા પ્લેટલેસ્ટ ની સંખ્યાને વધારે છે અને ડેગ્યું નો સામનો કરે છે. ગીલોયનો અર્ક અને મધ એક સાથે ભેળવીને પીવો મેલેરિયામાં ઉપયોગી થાય છે. તાવ માટે ૯૦% આયુર્વેદિક દવાઓ માં ગીલોય નો ઉપયોગ એક જરૂરી ઘટક તરીકે થાય છે.

ગીલોય(ગળો) માં ઔષધીય ગુણ પાચન જાળવી રાખે છે.

ગીલોય તમારા પાચનતંત્ર ની સંભાળ રાખી શકે છે. અડધો ગ્રામ ગીલોય પાવડર ને થોડા આંબળા સાથે નિયમિત રીતે લો. સારા પ્રણામ મેળવવા માટે, ગીલોય નો રસ છાસ સાથે પણ લઇ શકાય છે. આ ઉપાય બબાસીર માં પીડિત દર્દીઓ માટે ઉપયોગ કરી શકાય છે. ટુકમાં, ગીલોય મગજ ને આરામ આપે છે અને અપચા ને રોકે છે.

ગળો ના ઉપયોગથી મધુમેહ(ડાયાબિટીસ) ને કરો નિયંત્રિત

જો તમે મધુમેહથી પીડિત છો, તો ગીલોય નિશ્ચિત રીતે તમારા માટે ઉપયોગી થશે. ગીલોય એક હાઈપોગ્લીસીમિક એજન્ટ તરીકે કામ કરે છે. તે રક્તચાવ અને લીપીડ ના પ્રમાણને ઓછો કરી શકે છે . તે ટાઇપ ટુ મધુમેહ ના ઈલાજને ઘણો સરળ કરી શકે છે. મધુમેહ રોગીઓને નિયમિત રીતે શાકરને ઉચા પ્રમાણને ઓછું કરવા માટે ગીલોયનું જ્યુસ પીવું જોઈએ.

ગીલોયનું સેવન કરો મસ્તિક ને દવાના તરીકે

ગીલોય પણ એક અડાપ્ટોજેનિક જ્ડ્ડી બુટ્ટી તરીકે ઉપયોગ કરી શકાય છે, આ બન્ને માનસિક તણાવ ચિંતાને ઓછી કરે છે. એક ઉત્તમ સ્વાસ્થ્ય દવા બનાવવા માટે, ગીલોય હમેશા ઘણી જ્ડ્ડી બુટ્ટી ઓ સાથે ભેળવીને કરવામાં આવે છે. તે યાદશક્તિ વધારો કરવામાં અને તમને કામમાં રસ ઉત્પન કરવામાં મદદ કરે છે. તે મસ્તિકમાંથી બધા જ ઝેરી તત્વો પણ સાફ કરો શકે છે. ગીલોયના મૂળ અને ફૂલ થી તૈયાર ૫ મિલી. ગીલોયના રસનો નિયમિત સેવન એક ઉત્તમ મસ્તિક દવા તરીકે સમજવામાં આવે છે. ગીલોયને હમેશા એક ઘરડા વિરોધી જ્ડ્ડી બુટ્ટી કહેવામાં આવે છે.

ગીલોય(ગળો) રસ નો ફાયદો દમના ઈલાજમાં :

અસ્થમા ને લીધે છાતીમાં જકડાપણ, શ્વાસની તકલીફ, ખાંસી, ગભરામણ વગેરે થાય છે. આવી હાલતમાં એક ઈલાજ મુશ્કેલ બની જાય છે. આમ તો ઘણા સરળ ઉપાયોથી અસ્થમાના લક્ષણો ઓછા કરી શકાય છે. તેમાંથી એક ઉપાય છે, ગીલોય. આ હમેશા અસ્થમાના રોગીઓના ઈલાજ માટે જાણકારો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. ગીલોય નો રસ દમના ઈલાજ માં ઉપયોગી છે. લીંબડો અને આંબળા ને સાથે તેની મિશ્રણ ખુબ સારી અસર કરે છે.

ગીલોય જ્યુસ ના ફાયદા આંખો માટે

ગીલોય આંખના ઈલાજ માટે પણ ઉપયોગ કરો શકાય છે. તે આંખોની રોશની વધારે છે અને ચશ્મા વગર સારી રીતે જોવામાં મદદ કરી શકે છે. ભારતમાં અમુક ભાગોમાં લોકો ગીલોયને આંખોમાં ઉપયોગ કરે છે. તમે ગીલોય ને પાણીમાં ઉકાળો, તેને ઠંડુ કરો અને પછી આંખોની પલક ઉપર લગાવો. તમને ખરેખર એક ફેરફાર જોવા મળશે.

ગીલોય (ગળો)થી નુકશાન

જો તમે મધુમેહ ની દવા લઇ રહ્યા છો તો ડોક્ટરની સલાહ વગર આ જ્ડ્ડી બુટ્ટી નું સેવન ન કરવું જોઈએ. ગીલોય કબજિયાત અને લોહીમાં ઓછી સાકરની તકલીફ પણ ઉભી કરી શકે છે. ગર્ભવતી અને સ્તનપાન કરાવવાવાળી મહિલાઓ ને તેનો ઉપયોગ કરવા માટે પોતાના ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

Blog No Baap

About Blog No Baap -

Since 2016 BlogNoBaap has been bringing you the very best in all types of web resources. Posted daily, and delivered straight to your inbox each morning.

Subscribe to this Blog via Email :