મધ હંમેશા રસોડામાં ઉપયોગી થવા વાળો એક સ્વાદિષ્ટ ખાદ્ય પદાર્થ છે, સાથેજ પ્રાચીન સમય થી જ આ એક મહત્વપૂર્ણં ઔષધિ તરીકે પણ તેનો ઉપયોગ થાય છે, દુનિયાભરમાં આપણા પૂર્વજો મધના ઘણા લાભોથી સારી રીતે પરિચિત હતાં.
એક ઔષધિના સ્વરૂપમાં તેનો ઉપયોગ સૌથી પહેલા સુમેરી માટી ની ટેબલેટ માં જોવા માંડ્યો જે આશરે 4000 વર્ષ જુની છે. લગભગ 30 ટકા સુમેરી ચિકિત્સામાં મધનો ઉપયોગ થાય છે.
ભારતમાં મધ સિદ્ધ અને આયુર્વેદિક ચિકિત્સાનો મહત્વપૂર્ણ ભાગ છે જે ચિકિત્સાની પારંપરિક પદ્ધતિઓ છે. પ્રાચીન મિશ્ર માં તેને ચામડી અને આખોની બીમારીઓ ના ઉપયોગમાં આવતું જે ઘાવ અને બળતરાના ડાઘો પર કુદરતી બેન્ડેડ ના રૂપમાં લગાડવા માં આવતું હતું.
આજકાલ સઁશોધકો દ્વારા મધ ઉપર ઘણી વિજ્ઞાનિક શોધ ચાલી રહી છે જે આપણા પૂર્વજો દ્વારા વિચારવામાં આવેલ મધ ના બધા પ્રયોગોની તપાસ કરીને તેને પુષ્ટિ આપે છે.
ખાંસીમાં મધના ફાયદા :
એક લીંબુ પાણીમાં ઉકાળીને પછી કાઢીને કાચના ગ્લાસ માં નીચોવવું. તેમાં એક 30 મિલી ગ્લિસરીન અને 90 મિલી મધ ભેળવીને સારી રીતે મેળવો . તેની એક એક ચમચી ચાર વખત લેવાથી ખાંસી બંધ થઇ જાય છે.
12 ગ્રામ મધ દિવસમાં ત્રણ વખત લેવાથી કફ નીકળી જાય છે, અને ખાંસી માં સારું થઇ જાય છે. કાળા મરી અને મધ મેળવીને પીવાથી ઉધરસ અને કફમાં રાહત મળે છે.
પેટના રોગો જેમ કે :
ઓછી ભૂખ લાગવી, કબજિયાત અપચો વગેરેને દૂર કરવા માટે ત્રણ ચમચી વાટેલા આંબળા રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળી લો. સવારે તેને એકમેક કરીને ચાર ચમચી મધ ભેળવીને પીઓ.
થાક
મધના પ્રયગો થી શક્તિ, સ્ફૂર્તિ અને સ્નાયુને શક્તિ મળે છે. દરિયામાં કામ કરવા વાળા જેને વધુ સમય માટે પાણીમાં રહેવું પડે છે, તો તે મધથી શક્તિ મેળવી શકે છે. મધનો સૌથી મોટો ગુણ થાક દૂર કરવાનો છે. સાકર થી પાચન અંગો ખરાબ થાય છે, પેટમાં ગેસ ઉત્પન્ન થાય છે પરંતુ મધ ગેસ ઉત્પન્ન થવાથી રોકે છે.
આ માનસિક અને શારીરિક શક્તિને વધારે છે. તમે બધા કામકાજ કરીને પછી રાત્રે કે જયારે પણ થાક લાગ્યો હોય ત્યારે બે ચમચી મધ અડધા ગ્લાસ ગરમ પાણી માં લીંબુનો રસ નીચોવી ને પી લો. બધો થાક ઉતરી જશે. અને ફરી તાજગીનો અનુભવ થશે.
હિચકી (hiccup):
બે ચમચી ડુંગળીના રસમાં એટલું જ મધ ભેળવીને ખાવાથી હિચકી બંધ થાય છે. માત્ર મધ લેવાથી પણ હિચકી બંધ થઇ જાય છે.
કબજિયાત દૂર કરવા માટે દૂધ અને મધના ફાયદા :
સવારે અને રાત્રે સુતા પહેલા 50 ગ્રામ મધ તાજા પાણી કે દૂધમાં નાખી ને પીઓ. મધનો પેટ ઉપર સઁતોષજનક પ્રભાવ પડે છે .
(આખો માટે મધ મધના ફાયદા) રતાંધળા (night bllindnss) :
આખોમાં કાજલ ની જેમ સુતા સમયે મધ લગાડવાથી રતાંધળાપણું દૂર થાય છે .તેનાથી આખોની નબળાઈ પણ દૂર થાય છે .
આધાશીશી નો દુઃખાવો (Migralne) :
જો માથાનો દુઃખાવો સૂર્યોદય વખતે શરુ થાય અને જેમ જેમ સૂર્ય ઢાળવા લાગે તેમ તેમ માથાનો દુઃખાવો બંધ થઇ જાય, આવા આધાશીશી ના દુખાવામાં જે બાજુ માથામાં દુઃખાવો થઇ રહ્યો છે તેનાથી વિપરીત દિશા વાળું બીજા નાકની નથ માં (Nostrils) માં એક ટીપું મધ નાખી દો, દુઃખાવામાં આરામ થઇ જશે.
રોજના ભોજન વખતે બે ચમચી મધ લેવાથી દુઃખાવો નહીં થાય. ક્યારેક દુઃખાવો થઇ જાય તો તે જ સમયે બે ચમચી મધ લઇ લેવાથી સારું થઇ જશે.