પતંગીયા ઉડીને બસમાં ચડ્યું … આ કવિતા બાળપણમાં ઘણી વખત ગાઈ હશે… તમે જો ન પણ ગાઈ હોય તો પણ મેં તો ગાઈ છે. બાળપણમાં ફક્ત કવિતા જાણતા હતા આજે ઊંડાણ પૂર્વક જાણકારી જાણી લઈએ છીએ.આજે અમે તમને તે નાના પતંગીયા વિષે રોચક તથ્ય બતાવવા જઈ રહ્યા છીએ.
૧. જો પતંગીયા ને મોકો મળી જાય તો તે તમારું લોહી,પરસેવો, અને આંસુ પણ પી શકે છે.
૨. પતંગીયા ની ધરતી ઉપર ૨૪૦૦૦ હજાર થી વધુ જાતિઓ રહેલી છે આ અંટાર્કટીકા ને બાદ કરતા દરેક મહાદ્વીપ ઉપર જોવા મળે છે.
૩. પતંગીયા ના પાંખ ની આરપાર જોઈ શકાય છે. તેને ૪ પાંખ હોય છે, પરતું ધરતીના સૌથી મોટા પતાગીયા ને ૧૨ પાંખ છે.
૪. પતંગીયા સાંભળી નથી શકતા, બેરા હોય છે પરંતુ તે ધ્રુજારી નો અનુભવ કરી શકે છે.
૫. Amazon ના જંગલોમાં મળી આવેલા પતંગીયાના શરીરમાં સોડીયમ ની ઉણપ પૂરી કરવા માટે કાચબાના આંસુ પીવે છે.
૬. પતંગીયા પણ મધમાખી ની જેમ ફૂલોમાંથી નેક્ટર ચૂસે છે અને જીવતા રહે છે.
૭. પતંગીયા ની જિંદગી ૨-૪ અઠવાડિયા ની હોય છે. પરંતુ ઘણી જાતિઓ ૯ મહિના સુધી જીવે છે.
૮. પતંગીયા હમેશા પાંદડા ઉપર ઈંડા મુકે છે. તે પોતાના પગથી જાણી લે છે કે આ પાંદડા ઈંડા મુકવા માટે બરોબર છે કે નહી.
૯. બધા મોટા પતંગીયા ૧૨ ઈચ નાં અને સૌથી નાના પતાગીયા અડધા ઇચના હોય છે.
૧૦. પતાગીયા કોઈ પણ વસ્તુ નો સ્વાદ લેવા તેના પર ઉભા થઇ જાય છે કેમ કે તેના ચાખવાના સેન્સર પગ માં હોય છે
૧૧. પતંગીયાની આંખમાં ૬૦૦૦ લેન્સ હોય છે તે અલ્ટ્રાવાયોલેટ કિરણો પણ જોઈ શકે છે.
૧૨. પતંગીયા ઠંડા લોહી વાળા હોય છે. તે ત્યારે જ ઉડી શકે છે. જયારે તેના શરીરનું તાપમાન ૮૫ F થી વધુ થશે.
૧૩. જમીન ઉપર એક “૮૯.૯૮” નામની પતંગીયા પણ છે. તેનું આ નામ એટલા માટે રાખવામાં આવ્યું છે કે તેની પંખા ની જેમ એક બાજુ ૮૯ અને બીજી બાજુ ૯૮ લખેલું હોય છે.
૧૪.છેલ્લે ૨૫ વર્ષમાં ૯૦ % થી વધુ મોનાર્ચ પતાગીયા અદ્રશ્ય થઇ ચુક્યા છે.
૧૫. પતંગીયા ૧૭ ફૂટ /સેકન્ડ ની ઝડપથી ઉડી શકે છે પરંતુ “સ્કીપર પતંગીયા” એટલી વધુ ઝડપે ઉડે છે કે ઘોડા ને પણ પાછળ રાખી શકે છે.
૧૬. પતંગીયા ની સાથે આપને જુનો સબંધ છે, પ્રાચીન મીસ્ત્ર ની લગભગ ૩૫૦૦ વર્ષ જૂની ચિત્રકલામાં પતંગીયા છાપેલા જોવા મળે છે.