નારદપુરાણ: ભગવાન વિષ્ણુના ચરણામૃતનું મહત્વ એટલા માટે વિશેષ છે કે તેનાથી સારા પરિણામ મળે છે
ચરણામૃતનું શું મહત્વ છે ? શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુ નું ચરણનું અમૃત રૂપી પાણી તમામ પાપ વ્યાધિને શાંત કરવાવાળી ઔષધિ સમાન છે. નારદપુરાણ ગ્રંથ મુજબ ભગવાન વિષ્ણુના ચરણામૃત મનુષ્યની તમામ મુશ્કેલીઓ દૂર કરી શકે છે.
ચરણામૃતમાં કેમ નાખવામાં આવે છે તુલસીના પાંદડા
ચરણામૃતમાં તુલસીના પાંદડા નાખવાની પરંપરા પણ છે, જેનાથી તેની રોગપ્રતીકારક શક્તિ માં વધારો થાય છે. તુલસી ચરણામૃત લેવાથી મેઘા,બુદ્ધિ,યાદશક્તિ વધે છે.
હંમેશા જમણા હાથથી લેવું ચરણામૃત , મળશે સારા પરિણામ
ભગવાનનું ચરણામૃત ઔષધિ સમાન છે. જમણા હાથમાં તુલસી ચરણામૃત ગ્રહણ કરવાથી દરેક શુભ કામ થાય છે અથવા સારા કામનું જલ્દી પરિણામ મળે છે. એટલા માટે ચરણામૃત હંમેશા જમણા હાથથી જ લેવું જોઈએ.
ચરણામૃત પછી આ કામ ન કરો
ખાસકરીને શાસ્ત્રો ના જણાવ્યા મુજબ ચરણામૃત લઈને માથા ઉપર હાથ રાખવો સારું માનવામાં આવતું નથી. કહેવામાં આવે છે કે તેનાથી વિચારોમાં સકારાત્મક નહિ પરંતુ નકારાત્મકતા વધે છે. એટલા માટે ચરણામૃત લઈને ક્યારેય માથા ઉપર હાથ ન ફેરવવો જોઈએ.
ચારણામૃતથી થાય છે આરોગ્યને ખુબ લાભ
ચરણામૃતનું મહત્વ ફક્ત ધાર્મિક જ નથી ચિકિત્સકીય પણ છે. ચારણામૃતનું પાણી હંમેશા તાંબાના વાસણમાં રાખવામાં આવે છે.
આયુર્વેદ નાં મતાનુસાર તાંબાના વાસણમાં ઘણા રોગો નો નાશ કરવાની શક્તિ હોય છે જે તેમાં રાખવામાં આવેલ પાણીમાં આવી જાય છે. તે પાણીનું સેવન કરવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ઉત્પન્ન થાય છે તથા રોગ થતા નથી. એટલે આ અમુત સમાન છે.
અકાળ મૃત્યુની બીક દૂર થશે
જો તમને સ્વપ્નાંમાં અકાળ મૃત્યુની બીક રહે છે તો ગભરાશો નહિ, ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરો અને તેનું ચરણામૃત લો, આમ કરવાથી તમારા મનમાં રહેલી બીક ધીમે ધીમે દૂર થઇ જશે, સાથે જ તમારી ઉમર પણ વધશે.
તમામ પ્રકારના દુઃખથી મળશે શાંતિ
નારદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે કોઈ ઘરમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ હોય છે તેની પૂજા અર્ચના કરવામાં આવે છે. તે ઘરમાં શાંતિ રહે છે અને દુઃખ અને દરિદ્રતા ક્યારેય નથી આવતી.