એક જમાનામાં ભારતને “સોને કી ચીડીયા” કહેવામાં આવતું હતું. આજે પણ ભારતમાં સોના સિવાય લગ્ન નથી થતા. સોનું લગભગ બધાએ જોયું હોય છે પરંતુ તેના વિષે જાણકારી ખુબ ઓછા માણસો જાણતા હશે. આજે અમે તમને સોના સાથે જોડાયેલી ૨૫ એવી બાબતો વિષે બતાવીશું, જેના વીશે તમે ક્યારેય જોયું કે સાંભળ્યું નહી હોય.
૧. આજ સુદી ૧૬૭૦૦૦ ટન સોનું મેળવી શક્ય છીએ જેનાથી વધુ તો સ્ટીલ એક કલાકમાં બને છે.
૨. જમીનનું ૮૦ % સોનું હાલમાં પણ જમીનની નીચે જ દટાયેલું છે. દરિયામાં એટલું સોનું છે કે તે બધું સોનું બહાર કાઢી લેવામાં આવે તો દરેક માણસ પાસે ૪ કિલો સોનું હોય.
૩. સોનું અને તાંબુ આ બે ધાતુ એવી છે કે જેની સૌથી પહેલા શોધ કરવામાં આવી હતી. આજ થી લગભગ ૫૦૦૦ વર્ષ પહેલા.
૪. સોના ની શુંદ્ધતા ને કેરેટમાં માપવામાં આવે છે. સોનું ૧૦,૧૨,૧૪,૧૮,૨૨ અને ૨૪ કેરેટમાં થઇ શકે છે.
૫. ભૂકંપ આવે ત્યારે સોનામાં ફેરફાર થાય છે. કહેવામાં તો એવું આવે છે કે ધરતી ઉપર લગભગ બધું સોનું outer space થી આવ્યું છે.
૬. સુદ્ધ સોનું એટલું નરમ હોય છે કે આપણે તેને હાથથી પણ વાળી શકીએ છીએ. ૧ તોલા (૧૦ ગ્રામ) સોનાથી એક વાળ જેટલી જાડાઈનો ૫૪૦૦ ફૂટ (૧.૬ કિલોમીટર) લાંબો તાર બનાવી શકાય છે.
૭. એવું જ નથી કે સોનું ફક્ત અમુક દેશોમાંથી જ નીકળે છે પરંતુ ધરતીના દરેક મહાદીપમાંથી સોનું કાઢવામાં આવેલ હતું.
૮. દુનિયાભરના વેજ્ઞાનિકો માને છે કે સોનું ધરતી ઉપર જ નહી પરંતુ બુધ,મંગળ અને શુક્ર ગ્રહ ઉપર પણ મળી શકે છે.
૯. દુનિયામાં સૌથી વધુ સોનું મેળવવાવાળી કંપનીનું નામ છે બેરીક ગોલ્ડ, આ કેનેડાની કંપની છે અને તેનો કારોબાર ઓસ્ટ્રેલીયા, ઉત્તર અમેરિકા,દક્ષિણી અમેરિકા અને આફ્રિકામાં ફેલાયેલ છે.
૧૦. આજ સુધી જેટલું સોનું કાઢવામાં આવેલ છે તેનું લગભગ અડધું ફક્ત એક જગ્યાએથી કાઢવામાં આવ્યું છે, Witwatersrand, સાઉથ આફ્રિકા.
૧૧. ૨૪ કેરેટ સોનું ૧૦૬૩ સેન્ટીગ્રેડ ગરમીમાં ઓગળી જાય છે. તે વીજળીનું પણ ખુબ સારું સુચાલક છે.
૧૨. આપણે ધારીએ તો ૨૪ કેરેટ સોનાને ખાઈ પણ શકીએ છીએ, હા પણ તેના લીધે બીમાર પણ નહી પડાય. એશિયાના ઘણા દેશોમાં ચા,કોફી વગેરેમાં સોનું ભેળવવામાં આવે છે.
૧૩. દુનિયામાં ઘણા લોકો એવા પણ છે જેને સોનાથી ડર લાગે છે આ ડરને ઓરોફોબિયા કહે છે.
૧૪. દુનિયાનું સૌથી મોટું સોનાનું બિસ્કીટ ૨૫૦ કિલો નું છે.
૧૫. સોનાનો સૌથી મોટો ટુકડો ૫ ફેબ્રુઆરી ૧૮૬૯ માં ઓસ્ટ્રેલીયામાં મળ્યો હતો. તે લગભગ ૬૯ કિલો નો સુદ્ધ સોનાનો ટુકડો છે અને તે જમીન થી માત્ર ૨ ઇંચ નીચેથી મળ્યો હતો.
૧૬.૧૯૧૨ પહેલા ઓલમ્પિક માં આપવામાં આવનાર ગોલ્ડ મેડલ સુદ્ધ સોનાનો હતો. પરંતુ આજે ગોલ્ડ મેડલ ૯૯.૯ % purity નું ૧,૨ % (૬ gm) gold હોય છે અને બાકી ૯૨.૫% purity ના ૯૮.૮% (૪૯ gm) silver હોય છે.
૧૭. આપણા શરીરમાં લગભગ ૦.૨ મીલીગ્રામ સોનું હોય છે તેમાંથી મોટાભાગનું આપણા લોહીમાં હોય છે.
૧૮. સોનું આપણી ત્વચા માટે પણ ફાયદાકારક હોય છે સોનાના ઘરેણા પહેરવાથી ત્વચાની ડેડ સેલ્સ દુર થઇ જાય છે.
૧૯. યુકેલીપ્ટસ (જેને આપણે સફેદાનું ઝાડ પણ કહીએ છીએ) ના પાંદડામાં પણ સોનાના કણ રહેલા હોય છે.
૨૦. ૧ ટન સોનું અયસ્ક થી ૩૦૦ ગણું વધુ સોનું ૧ ટન iphones નીકળી જાય છે.
૨૧. અંતરીક્ષ યાત્રીઓના હેલ્મેટ બનાવવામાં સોનાનો ઉપયોગ કરવામાં આવે છે. સોનું સૂર્યમાંથી આવનારી ખતરનાક કિરણોને પાછા મોકલી આપે છે અને હેલ્મેટને અંદરથી ઠંડુ રાખવામાં મદદ કરે છે.
૨૨. જો આજ સુધી મળેલા તમામ સોનાને એક જગ્યાએ રાખવું પડે તો તેને રાખવા માટે ઓલમ્પિક ના ત્રણ સ્વીમીંગ પુલ જ ઘણા છે.
૨૩. જો ઇન્જેક્શનની સોય દ્વારા સોનાને શરીરમાં નાખી દેવામાં આવે તો તે કેન્સરનો સામનો કરે છે અને સાંધાને પણ મજબુત બનાવે છે તે ૧૦ માંથી ૭ લોકો ઉપર અસર કરે છે.
૨૪. ભારતીય મહિલાઓની પાસે દુનિયાનું લગભગ ૧૧% સોનું છે.(એટલે જ અત્યારે સોના પર સરકારો ની ખરાબ નજર છે એ વધુ વેચાય નહિ એટલે ખુબ ટેક્સ નખાય છે) આ સોનું અમેરિકા, સ્વીઝરલેન્ડ અને જર્મની જેવા દેશોના કુલ સોના કરતા પણ વધુ છે.
૨૫. આખી દુનિયામાં સોનાનો સૌથી વધુ જરૂરિયાત ભારતમાં હોય છે પરંતુ દુનિયાના કુલ સોનાના માત્ર ૨% જ ભારતમાં રહે છે. ભારતમાં વધુ સોનું મેસુંર ના કોલાર ની ખાણોમાંથી, સિક્કિમ રાજ્ય અને બિહાર ના માનસૂન અને સિહભુમ જીલ્લમાંથી નીકળે છે.
ધરતીથી સૂર્ય જેટલો લાંબો તાર બનાવવા માટે ૬૦ ટન(૫૪૦૦૦ કિલો) સોનાની જરૂર પડશે.