નવા GST ટેક્સ માં ખાતર પર ૧૨ ટકાનો ટેક્સ નખાતા ગુજરાતના ખેડૂતોને માંથે વર્ષે ૭૦૫ કોરડથી વધુ નો ભાર સહન કરવો પડશે.
દેશના ત્રણ રાજયોમાં ગુજરાતમાં પણ ખાતર ઉપર પાંચ ટકા વેટ હતો જ્યારે બીજા રાજ્યો ની સરકાર ખેડૂતો ને લુંટતી નથી એટલે ટેક્સ નહોતો પણ હવે જીએસટીમાં ગુજરાત માં સીધા સાત ટકા વધી જશે અને જેના કારણે વર્ષમાં ૪૦ લાખ ટન યુરિયાનો ઉપયોગ કરતા ખેડૂતો ઉપર બાર ટકા લેખે ૭૦૫ કરોડનો બોજ વધશે સાથેખેત પેદાશની પડતર કિમંતમાં પણ ધરખમ વધારો થશે.
હાલમાં ખેડૂતો GST નાં ખાતર પરના ટેક્સ થી અજાણ છે.
કાપડ નાં વેપારીયો થી માંડી દરેક લોકો સરકાર માં લોબિંગ કરી પોતાના કામ કરાવી રહ્યા છે જ્યારે ગુજરાત માં ખેડૂતો નાં નામે ચાલતા RSS નાં સંગઠનો સરકાર ની ચમચાગીરી નાં કારણે ખેડૂતો હિત નાં પ્રશ્નો રજુ કરવા માં એમને ન્યાય આપાવા માં તદ્દન નિષ્ફળ છે.
જી.એસ.ટી.ના આ દર સામે ગુજરાત ખેડૂત સમાજ પણ મેદાનમાં ઉતર્યું છે અને ખાતર ઉપરના ભારણનો વિરોધ કર્યો છે.
ગુજરાત માં અંદાજીત આંકડા મુજબ યુરિયા વીસ લાખ ટન અને ફોસ્ફેટીક ખાતર પણ વીસ લાખ ટન નો ઉપયોગ થાય છે.
હાલમાં વેટ નાં નામે પાંચ ટકા તો લેવાય છે છોગામાં ગુજકોમોસાલ મારફત ખાતરની ખરીદી કરતી સહકારી મંડળીઓને કમિશન પેટે પ્રતિ એક સો રૂપિયાની ખરીદી ઉપર રૂ. ૨.૨૦ પૈસા પણ આપવામાં આવતા નથી.