રમત-રમતમાં બાળકો ગળી જાય છે સિક્કા. આ સિક્કા અન્નનળીમાં અટવાઈ જાય છે. આવી સ્થિતિમાં માતા-પિતા ગભરાશો નહી.
બાળકો અણસમજુ અને ભોળા હોય છે તેમને વસ્તુઓની સમજ હોતી નથી. તેમને જે વસ્તુ સારી લાગે છે તે તેને ખાવા માટે આકર્ષાય છે. આ કારણથી ઘણીવાર બાળકો રમત-રમતમાં ચમકતા સિક્કા અથવા સુંદર રમકડા મોઢામાં નાખી દે છે જે તેમના ગળામાં જઈને અટવાઈ જાય છે. તેવામાં બાળકોને રડતા જોઇને પેરેન્ટ્સ પણ ગભરાવા લાગે છે અને હોસ્પિટલ લઇ જવા લાગે છે.
પરંતુ આ સ્થિતિમાં ધીરજ રાખવી જોઈએ અને બાળકોને હોસ્પિટલ લઇ ગયા પેલા આ ૪ ટીપ્સને અપનાવી શકો છો. કારણ કે હોસ્પિટલ લઇ જવા સુધીમાં વચ્ચેના સમયમાં કઈ પણ થઇ શકે છે.
આ કારણોથી સિક્કો ગળવો તે ખતરનાક છે :
જો સમય પર અને તરત આ સ્થિતિનું સમાધાન કરવામાં ન આવ્યું તો બાળકોના સિક્કા ગળી જવાથી બાળકોનો જીવ પણ જોખમમાં આવી શકે છે. કારણ કે જો તે સિક્કા બાળકોની અન્નનળીમાં ફસાઈ જાય તો તમે થોડી વાર સુધી રોકી શકો છો પરંતુ જો તે સિક્કા બાળકોની શ્વાસનળીમાં અટવાઈ જાય તો તરત ઉપચાર કરવો જરૂરી બની જાય છે. તેવી સ્થિતિમાં માતા-પિતાએ ધીરજથી કામ લેવું જોઈએ અને ગળેલી વસ્તુને બહાર લાવવા માટે આ ટીપ્સને અપનાવવી જોઈએ.
આ ૪ ટીપ્સથી તરત કાઢો સિક્કા :
સૌથી પહેલા બાળકને આગળની તરફ નમાવો હવે છાતીને એક હાથથી દબાવો અને બીજા હાથથી તેની પીઠ પર પાંચથી છ વાર થપથપાવો આ પ્રક્રિયાનું ૨ થી ૩ વખત પુનરાવર્તન કરો. તેનાથી તેની છાતીમાં કફ બનશે અને ગળેલો સિક્કો બહાર આવી જશે.
ગળામાં સિક્કો અટવાઈ જાય ત્યારે બાળકના પેટના ઉપરના ભાગને બન્ને હાથથી બરાબર પકડો અને ઝટકા થી દબાણ આપતા રહો. તેનાથી છાતીનો શ્વાસ નીચે ન જવાથી ઉપર જશે અને સિક્કો બહાર નીકળી જશે.
ગળામાં સિક્કો અટવાઈ ત્યારે સખત ખાંસી થાય છે. તેવામાં બાળકને ત્યાં સુધી ખાસવા માટે કહો જ્યાં સુધી કફ બની ન જાય. કફની સાથે ગળેલી વસ્તુ પણ બહાર આવી જશે.
તરત ડોક્ટરની પાસે લઇ જાઓ- જયારે સિક્કો ન નીકળી રહ્યો હોય અને બાળકના શરીરનો રંગ ફીકો પડવા લાગે તો તેને તરત ડોક્ટરની પાસે લઇ જાઓ.