અથાણું ખાતા પહેલા આ પોસ્ટ જુઓ. તમારા આરોગ્ય સાથે જોડાયેલ છે. મિત્રો આજે અમે તમારા માટે જે વિષય લાવ્યા છીએ તે અથાણું ખાવાવાળા માટે છે. જો તમે અથાણું ખાવાના શોખીન છો તો જરા ધ્યાન રાખજો. અથાણું ખાવું ઘણા લોકોને ખુબ ગમે છે કેમ ન ગમે કેમ કે બને છે એટલા બધા અથાણા જેને જોઇને જ ખાવાનું મન થાય છે અને જે ખાવાથી સ્વાદને વધારી દે છે. ઘણા લોકો એટલા બધા અથાણાના શોખીન હોય છે કે દરેક વસ્તુ સાથે અથાણું ખાય છે ભલે દિવસ હોય કે પછી રાત શાક ના બદલે અથાણું ખુબ ખાય છે. શું તમને ખબર છે કે વધુ અથાણું ખાવું આપણા સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે. આવું એટલા માટે છે કે અથાણું બનાવતી વખતે વધુ મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે જે આપણા આરોગ્ય માટે ખુબ જ ખતરનાક સાબિત થઇ શકે છે.
કેમ કે અથાણાને ઘણા લાંબા સમય સુધી સાચવીને રાખવામાં આવે છે અને તેના માટે વધુ પ્રમાણમાં મીઠું, સરસીયું તેલ અને સોડીયમનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે જે આપણા આરોગ્ય ઉપર ખરાબ અસર કરે છે. અથાણું ભલે આપણા ખોરાકને સ્વાદિષ્ઠ બનાવે છે પણ તમે તેના નુકશાન વિષે સાંભળશો તો ચકિત થઇ જશો. ખરેખર અથાણું ફક્ત થોડા પ્રમાણ માજ રોજિંદા વાનગીઓ ની સાથે લેવા માટે હોય છે પણ આપણે શાક ના બદલે એ જ ઠપકારીયે છીએ.
તો આવો જાણીએ અથાણું ખાવાથી આપણેને શું શું નુકશાન થાય છે :
ડાયાબીટીસ રોગીઓ માટે મધુમેહ રોગીઓ માટે અથાણું ખાવું સારું નથી. અથાણું બનાવતી વખતે જે ખાંડ નાખવામાં આવે છે તે ડાયાબીટીસના દર્દીઓ માટે સારી નથી અને તેમનું શુગર લેવલ વધી જાય છે. માટે ડાયાબીટીસ દર્દીઓ અથાણું બિલકુલ ન ખાવું જોઈએ.
પાચનને લગતી તકલીફો ; જો આપણે અથાણું વધુ ખાઈએ છીએ તો તેનાથી આપણેને પાચનને લગતી તકલીફો થાય છે. જેમ કે પેટનો દુઃખાવો, પેટ ફૂલવું વગેરે પેટને લગતી તકલીફો થઇ જાય છે અને આપણું પાચન કાર્ય બરોબર થતું નથી. ઘણી વાર ડાયરિયા રોગ પણ થઇ જાય છે. માટે અથાણું વધુ ન ખાવું જોઈએ.
કેન્સર : વધુ અથાણું ખાવાથી ઘણી વાર કેન્સર જેવું તકલીફ પણ ઉભી થાય છે. તેનાથી ગેસ્ટ્રીક કેન્સર થવાની વધુ શક્યતા રહે છે માટે અથાણું વધુ ન ખાવું જોઈએ.
હાઈબ્લડપ્રેશર : અથાણું વધુ ખાવાથી બ્લડ પ્રેશર હાઈ થઇ જાય છે. કેમ કે તેમાં તેલ, અને સોડિયમનું પ્રમાણ વધારે હોય છે.
સોજો આવવો : અથાણાને સાચવીને રાખવા માટે સરસીયું કે સોડીયમનો વધુ ઉપયોગ કરવો પડે છે જેનાથી આપણા શરીર ઉપર સોજો આવી જાય છે અને આપણને ઘણી બીમારીઓ લાગુ પડી જાય છે.
આતરડાનું કેન્સર – રોજ અથાણું ખાવાથી આતરડાનું અલ્સર થવાની શક્યતા વધી જાય છે.
કોલેસ્ટ્રોલ ની તકલીફ : વધુ અથાણું ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ નું લેવલ વધી જાય છે. અને ત્યાર પછી કોલેસ્ટ્રોલનો ભય ખુબ વધી જાય છે જેનાથી હાર્ટની સમસ્યા વધુ ઉભી થાય છે.
ગળું ખરાબ અને દુઃખાવો : અથાણું ખાવાથી ગળાને લગતી બીમારીઓ થઇ જાય છે જેથી ગળામાં દુઃખાવો અને સોજાની સમસ્યા થઇ જાય છે.
મિત્રો જોયું અથાણું ખાવાથી આપણા આરોગ્ય માટે કેવું નુકશાનકારક છે. પણ જે તાજું અથાણું (ઓછુ મસાલેદાર) બનાવે છે તેમાં મસાલા, તેલ અને મીઠું ઓછુ છે તો નુકશાન નહિ થાય. જેમ કે આ અથાણું એક કે બે દિવસ માટે બનાવે છે જેમ કે સીઝનની શાકભાજી નું અથાણું કે પછી આંબળાનું અથાણું આવે છે તો મિત્રો છતાં પણ તમે ધ્યાન રાખીને અથાણું ખાયો.